OMG: કરીના કપૂરે પહેરી આટલા હજારની એક સાદી ટી-શર્ટ, લોકોએ કહ્યું આટલામાં તો 500 ટી-શર્ટ આવી જાય

|

Sep 13, 2021 | 3:20 PM

કરીના કપૂર ખાન ટૂંક સમયમાં આમિર ખાનની સાથે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. રવિવારે કરીના ફિલ્મના સેટ પર જોવા મળી હતી. પરંતુ આ વચ્ચે તે ટ્રોલ (Kareena kapoor Khan troll) પણ થઇ હત.

OMG: કરીના કપૂરે પહેરી આટલા હજારની એક સાદી ટી-શર્ટ, લોકોએ કહ્યું આટલામાં તો 500 ટી-શર્ટ આવી જાય
Kareena kapoor khan trolled for wearing simple Gucci t shirt worth Rs 50,000

Follow us on

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. કરીના તેની ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. તે છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સનો ભાગ રહી છે. તાજેતરમાં તે તેના આઉટફિટને લઈને ચર્ચામાં આવી છે. કરીના તાજેતરમાં સફેદ રંગની સાદી ટી-શર્ટમાં જોવા મળી હતી, જે ઘણી મોંઘી હોવાનું કહેવાય છે. કરીનાના ટી-શર્ટની કિંમત જાણીને લોકો આશ્ચર્યચકિત છે.

કરીના રવિવારે સવારે મુંબઈમાં જોવા મળી હતી. તેનો સવારનો લુક એકદમ કેઝ્યુઅલ હતો. તેણીએ ગુચી બ્રાન્ડની સિમ્પલ સી ગ્રાફિક્સ ટી-શર્ટ પહેરી હતી. આ સાથે, તેણે બ્લેક કલર ટાઈટ્સ, મેચિંગ બૂટ અને ઓરેન્જ સનગ્લાસ પહેર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કરીનાની આ ટી-શર્ટની કિંમત 50 હજાર રૂપિયા છે. આ જાણ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

કરીના કપૂર થઈ ટ્રોલ

કરીના કપૂરની ટી-શર્ટની કિંમત જાણીને યુઝર્સ ચોંકી ગયા છે. તે કહી રહ્યા છે કે આટલામાં તો 500 ટી-શર્ટ આવી જાય. એક યુઝરે લખ્યું – રાહ જુઓ, થોડા દિવસોમાં તમને લિંકિન રોડ પર 200 રૂપિયામાં મળશે. તે જ સમયે, બીજાએ લખ્યું – આટલામાં તો હું 500 ખરીદી લઉં. એક યુઝરે લખ્યું- મિત્રો સરોજિની માર્કેટમાં 350 મળી રહી છે. ગજબ ખરાબ વ્યવસ્થા છે.

લાલ સિંહ ચઢ્ઢાના સેટ પર ફરી

કરીના કપૂરે પોતાની બીજી ગર્ભાવસ્થા માટે કામમાંથી બ્રેક લીધો હતો. હવે તે કામ પર પાછી ફરી છે. કરીનાએ ફરી એક વખત લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ શરૂ કર્યું છે. કરીના રવિવારે લાલ સિંહ ચઢ્ઢાના સેટ પર આમિર ખાન સાથે જોવા મળી હતી. ઉપરાંત, તેણે સેટ પરથી એક ફોટો શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું – લાલ સિંહ ચઢ્ઢા, અને હાર્ટ ઇમોજી પોસ્ટ કરી.

કામની વાત કરીએ તો કરીના કપૂર છેલ્લે અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ સાથે ફિલ્મ ગુડ ન્યૂઝમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. હવે ચાહકો કરીનાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: કૃતિ સેનને આ મોંઘી કાર ખરીદીને બનાવી દીધો બોલિવૂડમાં આ રેકોર્ડ, મોટી મોટી હિરોઈનોને થશે ઈર્ષા

આ પણ વાંચો: Birthday Special: મહિમા ચૌધરી સાથે ઊછળ્યું હતું અજય દેવગણનું નામ, અભિનેત્રીએ ઘણા વર્ષો પછી તોડ્યું મૌન

Published On - 9:11 am, Mon, 13 September 21

Next Article