Birthday Special: મહિમા ચૌધરી સાથે ઊછળ્યું હતું અજય દેવગણનું નામ, અભિનેત્રીએ ઘણા વર્ષો પછી તોડ્યું મૌન

અભિનેત્રી મહિમા ચૌધરી(Mahima Chaudhry) પોતાનો 48 મો જન્મદિવસ ઉજવી રહી છે. મહિમાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું છે પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

Birthday Special: મહિમા ચૌધરી સાથે ઊછળ્યું હતું અજય દેવગણનું નામ, અભિનેત્રીએ ઘણા વર્ષો પછી તોડ્યું મૌન
when mahima chaudhry opens up about link up rumours with ajay devgn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 8:33 AM

બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરીએ (Mahima Chaudhry) ફિલ્મ પરદેસથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તે શાહરુખ ખાનની સાથે તેની પહેલી ફિલ્મમાં જોવા મળી હતી. મહિમા તેની પહેલી ફિલ્મથી જ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગઈ હતી. મહિમા ચૌધરી આજે (13 સપ્ટેમ્બરે) પોતાનો 48 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 13 સપ્ટેમ્બર 1973 ના રોજ દાર્જિલિંગમાં થયો હતો. મહિમા પોતાના અંગત જીવન તેમજ વ્યાવસાયિક જીવન માટે ઘણી હેડલાઇન્સમાં રહી. આજે, તેમના જન્મદિવસ પર, ચાલો તમને આવા જ એક કિસ્સો વિશે જણાવીએ.

મહિમા ચૌધરીએ ગુડબાય કહીને બોલિવૂડ છોડી દીધું છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની દીકરી સાથે ઘણી તસવીરો શેર કરતી રહે છે. મહિમા ફાયર, ધડકન, ખિલાડી 420, દિલ હૈ તુમ્હારા જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. એક સમયે મહિમા ચૌધરી અને અજય દેવગણનું અફેર હોવાનું સામે આવ્યું હતું. આના પર, મહિમાએ ઘણા વર્ષો પછી મૌન તોડ્યું.

અજય દેવગન સાથેના અફેરના સમાચાર પર મૌન તોડ્યું

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મહિમા ચૌધરીએ પોતાની બોલીવુડ કારકિર્દીમાં અજય દેવગણ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. એમાં એક ફિલ્મ હતી દિલ ક્યા કરે? આ ફિલ્મ અજય અને કાજોલના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહી હતી. તે દરમિયાન મહિમા અને અજયના અફેરના સમાચાર આવવા લાગ્યા.

મહિમા ચૌધરીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અજય અને કાજોલના લગ્ન 24 ફેબ્રુઆરી 1999 ના રોજ થયા હતા. તે દરમિયાન મહિમા અને અજયના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. મહિમાએ જણાવ્યું હતું કે તે દરમિયાન તેનો અકસ્માત થયો હતો. અને તે સમયે અજય દેવગન તેની સાથે ઉભા રહ્યા હતા. તેને સાથ આપ્યો હતો.

‘મહિમાએ કહ્યું કે દિલ ક્યા કરેના શૂટિંગ દરમિયાન બેંગ્લોરમાં કાર અકસ્માત દરમિયાન મારા ચહેરા પર ઈજા થઈ હતી. હું સ્વસ્થ ન થઇ ત્યાં સુધી આ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું.’ મહિમા અજય દેવગણની બીજી ફિલ્મમાં મહેમાન કલાકાર પણ બનવાની હતી. જ્યારે તે સ્વસ્થ થઈને ફિલ્મના સેટ પર પાછી ગઈ ત્યારે તેણે ડિરેક્ટરને કહ્યું કે તેના કોઈ ક્લોઝ અપ શોટ ન લેવા. ડિરેક્ટરે શરૂઆતમાં સંમતિ આપી પરંતુ બાદમાં તે શૂટિંગ દરમિયાન તે વારંવાર કેમેરો તેના ચહેરા પાસે લાવતો હતો.

અજયે નોટીસ કરી વાત

મહિમાએ કહ્યું કે ‘અજયે મારી અગવડતા નોંધી અને તેણે પૂછ્યું શું તમે તૈયાર નથી? જ્યારે તેણે ના કહ્યું ત્યારે અજયે બધાને કહ્યું કે મહિમાને તેનો સમય આપવો જોઈએ. તે પછી જ્યારે અજયે ડિરેક્ટરને આ વાત કહી ત્યારે તેણે અજયને કારણ પૂછ્યું. અજયે જણાવ્યું કે મહિમા હમણાં જ અકસ્માતથી પરત આવી છે. આ સમયે નિર્દેશકે કહ્યું કે તો સેટ તોડવો પડશે અને અજયે કહ્યું ‘ઓકે’.

ડિરેક્ટરે કહ્યું કે અજયને પ્રેમ થઈ ગયો છે

મહિમાએ કહ્યું કે મને યાદ છે કે નિર્દેશક દરેકની પાસે ગયો અને કહ્યું કે અજય મહિમાના પ્રેમમાં પડી ગયો છે. તે પછી, મારા અને અજયના અફેરના સમાચાર મેગેઝિનમાં આવવા લાગ્યા. આને કારણે હું વધુ અસ્વસ્થ બની ગઈ. તે સમયે અજયના લગ્ન થયા હતા અને તેમના લગ્ન થયા ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું ન હતું.

અજય દેવગણે કરી મદદ

મહિમા ચૌધરીએ જણાવ્યું હતું કે અકસ્માત દરમિયાન અજયે મને ઘણી મદદ કરી. હું મારી સારવાર કરાવવા બેંગ્લોર જવાની હતી પણ અજયે કહ્યું કે તેણે મુંબઈમાં તેની સારવાર કરાવવી જોઈએ અને તેણે બધી વ્યવસ્થા પણ કરી લીધી. મહિમાએ કહ્યું કે અજયના મેનેજરે તેને અને તેની માતાને ઘણી મદદ કરી હતી કારણ કે તે શહેરમાં નવી હતી.

આ પણ વાંચો: કેવો બોયફ્રેન્ડ જોઈએ છે કંગના રનૌતને? બોયફ્રેન્ડ રાજકારણથી હશે કે બોલિવૂડ? જાણો અભિનેત્રીનો જવાબ

આ પણ વાંચો: અક્ષય-અજયથી પાછળ રહી જવાના ડરથી પરેશાન શાહરુખ ખાન, આ વિડીયો જોઈને તમે પણ રહી જશો હેરાન

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">