અભિનેત્રી કરીના કપૂર ખાન હવે પ્રેગ્નેન્સી પર પુસ્તક લખી લેખિકા તરીકે ડેબ્યુ કરશે

કરીના કપૂર ઝડપી જ હવે એક લેખક તરીકે ડેબ્યૂ કરવાની છે. કરીના કપૂરે પોતાના પુત્ર તૈમૂર અલી ખાનના ચોથા જન્મદિવસ પર આ જાહેરાત કરી છે.

અભિનેત્રી કરીના કપૂર ખાન હવે પ્રેગ્નેન્સી પર પુસ્તક લખી લેખિકા તરીકે ડેબ્યુ કરશે
Kareena Kapoor

કરીના કપૂર ઝડપી જ હવે એક લેખક તરીકે ડેબ્યૂ કરવાની છે. કરીના કપૂરે પોતાના પુત્ર તૈમૂર અલી ખાનના ચોથા જન્મદિવસ પર આ જાહેરાત કરી છે. કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પ્રથમ પુસ્તકનું કવર પેજ શેર કર્યુ છે. આ પુસ્તકનું નામ કરીનાએ ‘પ્રેગ્નેન્સી બાઈબલ’ રાખ્યું છે.

 

 

 

 

કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીરને શેર કરતા લખ્યું કે આજના દિવસે મારી પુસ્તક- કરીના કપૂર ખાનની પ્રેગ્નેન્સી બાઈબલની જાહેરાત કરવા માટે યોગ્ય દિવસ છે. હું મોર્નિગ સિકનેસથી લઈ ડાઈટ સુધી અને મોમ-ઓન-ગો થવા વિશે તમામ વસ્તુ જણાવીશ. આ પુસ્તકને વર્ષ 2021માં જુગોરનોટ બુક્સ દ્વારા પબ્લિશ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: સસ્તામાં સોનાના આભૂષણો ખરીદવાની સુવર્ણ તક! ક્યાં અને કેવી રીતે? વાંચો આ અહેવાલ

Click on your DTH Provider to Add TV9 Gujarati