કરણ કુન્દ્રાએ ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશની રૂ. 1 કરોડની ગાડી લેવા પર કરી મજાક

ટેલીવુડની જાણીતી અભિનેત્રી તેજસ્વી પ્રકાશે (Tejaswi Prakash) તાજેતરમાં રૂ. 1 કરોડની ગાડી ખરીદી હતી. આ માટે તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાએ મજાક બનાવતા કહ્યું છે કે, ''એક કરોડની ગાડીની ડિલિવરી રિક્ષામાં લેવા કોણ જાય ??''

કરણ કુન્દ્રાએ ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશની રૂ. 1 કરોડની ગાડી લેવા પર કરી મજાક
Tejasvi Prakash & Karan Kundra (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 08, 2022 | 8:36 PM

‘નાગિન 6’ ફેમ લોકપ્રિય અભિનેત્રી તેજસ્વી પ્રકાશ (Tejaswi Prakash) આજકાલ તેની કારકિર્દીની અભૂતપૂર્વ સફળતાનો આનંદ માણી રહી છે. તેજસ્વી પ્રકાશે તાજેતરમાં રૂપિયા 1 કરોડની ઓડી ગાડી (Audi Q 7) ખરીદી છે અને તેના ચાહકો તેજસ્વીને આ નવી ગાડી લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે. તેજસ્વી પ્રકાશ તેની ડ્રીમ ઓડી કાર ખરીદ્યા પછી આનંદથી ઝૂમી રહી છે, ત્યારે બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાએ (Karan Kundra) તેની નવી ગાડીની ઝલક યુટ્યુબ ચાહકોને આપી છે. અભિનેતાએ ‘બિગ બોસ 15’ની વિજેતાને ચિડવતા કહ્યું છે કે, ”આ SUV ખરીદતા પૂર્વે તું રિક્ષામાં બેસીને ગઈ હતી.”

જો તમે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાને મળો તો તમે શું કહેશો? તેઓ ટેલીલેન્ડમાં સૌથી સુંદર કપલ હોવા બદલ એવોર્ડને પાત્ર છે. આ  બે લોકપ્રિય ટીવી સ્ટાર્સ જ્યારથી સલમાન ખાનના જાણીતા રિયાલીટી શો ‘બિગ બોસ 15’માંથી બહાર આવ્યા છે ત્યારથી તેઓ તેમના ક્યૂટ રોમાન્સથી મુંબઇને લાલ રંગમાં રંગી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

તેજરન, જે તેમનું કપલ નિકનેમ છે, તે તેમના ચાહકો દ્વારા પ્રેમથી બોલાવવામાં આવે છે. જ્યારે તેઓ BB 15માં ઘરની અંદર બંધ હતા ત્યારે તેઓ પ્રેમમાં પડ્યા હતા. આ જોડીએ રિયાલિટી શોમાં તેમના કાર્યકાળ પછી નોંધપાત્ર ચાહક મેળવ્યા હતા. અત્યારે આ ટેલિ કપલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.

કરણ કુન્દ્રાએ તેજસ્વીની નવી કારની ઝલક શેર કરી

કરણ કુન્દ્રા મસ્તીખોર છે, ખરું ને? કિતની મોહબ્બત હૈ ફેમ અભિનેતા, જે તેની મજાક માટે જાણીતો છે, તેને તેની ગર્લફ્રેન્ડને પણ ટ્રોલ કરવામાં વાંધો નથી આવતો. તાજેતરમાં કરણે તેની યુટ્યુબ ચેનલ પર એક નવો વ્લોગ શેર કર્યો છે, જેમાં તેણે તેમના પ્રશંસકોને તેજસ્વી પ્રકાશની નવી કારની ઝલક આપી. કરણ કુન્દ્રા તેજસ્વી સાથે આ ગાડી ખરીદવા માટે રિક્ષામાં બેસીને જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Kundrra (@kkundrra)

‘દિલ હી તો હૈ’ ફેમ સ્ટાર તેજસ્વીને એક લક્ઝુરિયસ કાર ખરીદવા માટે ઓટોમાં મુસાફરી કરવા બદલ કરણે ટ્રોલ કરી છે અને આગળ કહ્યું છે કે, ”માત્ર લડ્ડુ (તેજસ્વી) જ એકમાત્ર એવી વ્યક્તિ છે કે, જે 1 કરોડની ગાડી ખરીદવા માટે રિક્ષામાં જઇ શકે છે. આ માટે જ હું તેને બેહદ પ્રેમ કરું છું.” ‘સ્વરાગિની’ ફેમ અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડને તેનો વિડિયો કેપ્ચર ન કરવા કહ્યું, ત્યારે તેણે તેના ફોન પર ક્લિપ બતાવી અને તેણીનું રેકોર્ડિંગ કરવાનું ચાલુ રાખ્યું. તેમની મજાક ખરેખર ખૂબ જ સુંદર છે.

કરણ તેજસ્વીને ચીડવે છે તે વિશે તમારું શું કહેવું છે? શું તમે પણ તમારા પાર્ટનરને આ રીતે ચીડવશો? અમને નીચે ક્મેન્ટ બોક્સમાં જણાવશો.

વર્ક ફ્રન્ટ પર શું ચાલી રહ્યું છે?

કરણ કુન્દ્રા આગામી સમયમાં ‘ડાન્સ દીવાને જુનિયર્સ’માં હોસ્ટ તરીકે જોવા મળશે. ડાન્સ આધારિત રિયાલિટી શોને નીતુ સિંહ, નોરા ફતેહી અને માર્ઝી પેસ્તોનજી જજ કરશે. જ્યારે તેજસ્વી પ્રકાશ વિશે વાત કરીએ તો, અભિનેત્રી હાલમાં ‘નાગિન 6’માં તેના શાનદાર અભિનયથી લોકોનું દિલ જીતી રહી છે.

આ પણ વાંચો – Naagin 6: ‘શેષ નાગિન’ પ્રથાના બોયફ્રેન્ડની એન્ટ્રીથી ‘ગુજરાલ હાઉસ’માં થશે જોરદાર હોબાળો?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati