કંગના રનૌતે શરુ કરી ‘Tiku Weds Sheru’ની તૈયારીઓ, ફિલ્મના ફર્સ્ટ લૂકના શૂટનો શેયર કર્યો ફોટો

|

Nov 01, 2021 | 7:09 PM

તમને જણાવી દઈએ કે કંગનાની આ ફિલ્મ તેની સુપરહિટ ફિલ્મો 'તનુ વેડ્સ મનુ' અને 'તનુ વેડ્સ મનુ 2'નો ત્રીજો ભાગ છે. જો કે ફિલ્મની વાર્તા અગાઉની બે ફિલ્મોને એક સાથે જોડશે કે તે સંપૂર્ણપણે અલગ હશે, તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

કંગના રનૌતે શરુ કરી ‘Tiku Weds Sheru’ની તૈયારીઓ, ફિલ્મના ફર્સ્ટ લૂકના શૂટનો શેયર કર્યો ફોટો
Kangana Ranaut

Follow us on

અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) હાલમાં જ ફિલ્મ ‘તેજસ’ (Tejas)નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ બાદ હવે કંગના રનૌતે તેમની આગામી ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ (Tiku Weds Sheru)ના શૂટિંગની તૈયારી શરૂ કરી દીધી છે. કંગના રનૌતે આજે એટલે કે સોમવારે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પછી એક ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ના ફર્સ્ટ લુકનું શૂટિંગ જોતી વખતે સેટ પર જોવા મળી રહી છે. સેટ પરથી પડદા પાછળની તસ્વીરો શેર કરતા કંગના રનૌતે કેપ્શનમાં લખ્યું – મારા ફેવરિટ જતીન કંપાની સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’નો ફર્સ્ટ લુક શૂટ કરી રહી છું.

 

આ પછી કંગના રનૌતે તેના પોર્ટફોલિયોમાંથી એક થ્રોબેક ફોટો શેર કર્યો. આ ફોટો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું- જતીન કંપાની દ્વારા ક્લિક કરવામાં આવ્યો આ મારો પહેલો પોર્ટફોલિયો છે. મને ‘ગેંગસ્ટર’માંથી પહેલો બ્રેક મળ્યો કારણ કે અનુરાગ બાસુ (Anurag Basu)ને આ ફોટા ગમ્યા હતા. આજે હું મારી યાત્રા એક નિર્માતા તરીકે ફરી જતીન સાથે શરૂ કરી રહી છું. શું સુંદર સંયોજન છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ બે તસ્વીરો સિવાય કંગનાએ બીજી તસ્વીર શેર કરી છે, જેમાં તે સેટ પર કોમ્પ્યુટર પર કંઈક જોઈ રહી છે. આ તસ્વીરના કેપ્શનમાં તે લખે છે- જીવનમાં પહેલીવાર માત્ર કેમેરાની પાછળ કામ કરી રહી છું.

 

 

તમને જણાવી દઈએ કે કંગનાની આ ફિલ્મ તેમની સુપરહિટ ફિલ્મો ‘તનુ વેડ્સ મનુ’ અને ‘તનુ વેડ્સ મનુ 2’નો ત્રીજો ભાગ છે. જો કે ફિલ્મની વાર્તા અગાઉની બે ફિલ્મોને એક સાથે જોડશે કે તે સંપૂર્ણપણે અલગ હશે, તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. સાઈ કબીર આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. આ પહેલા સાઈ અને કંગનાએ રિવોલ્વર રાની ફિલ્મમાં સાથે કામ કર્યું છે. સાથે જ આ વખતે ફિલ્મમાં આર. માધવન જોવા નહીં મળે. ફિલ્મમાં માધવનની જગ્યાએ નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) લીડ રોલમાં જોવા મળશે.

 

કંગના રનૌતના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેમના હાથમાં એકથી એક સારા પ્રોજેક્ટ્સ છે. કંગના ‘ધાકડ’ (Dhaakad), ‘તેજસ’ (Tejas), ‘ધ ઈન્કાર્નેશનઃ સીતા’, ‘ઈમરજન્સી’ (Emergency), ‘મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દીદ્દા’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કંગનાની આ ફિલ્મોની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

 

આ પણ વાંચો :- The Big Picture: રોહિત શેટ્ટી અને કેટરીના કૈફે જીત્યા 50 લાખ રૂપિયા, મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને કરશે ડોનેટ

 

આ પણ વાંચો :- Halloween Party 2021: જેકલીન ફર્નાન્ડીસથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની અભિનેત્રીઓના લુક્સ જોઈને ડરી જશો તમે

Next Article