AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Big Picture: રોહિત શેટ્ટી અને કેટરીના કૈફે જીત્યા 50 લાખ રૂપિયા, મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને કરશે ડોનેટ

કલર્સ ટીવીનો રિયાલિટી શો 'ધ બિગ પિક્ચર' (The Big Picture) માં એક દિવસ સામાન્ય માણસ તરીકે સ્પર્ધકો પોતાનું નસીબ અજમાવતા હોય છે અને બીજા દિવસે સેલિબ્રિટીઓ આ શોમાં હાજરી આપીને મનોરંજનની મજા બમણી કરે છે.

The Big Picture: રોહિત શેટ્ટી અને કેટરીના કૈફે જીત્યા 50 લાખ રૂપિયા, મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને કરશે ડોનેટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:58 PM
Share

કલર્સ ટીવી (Colors Tv)ના વિઝ્યુઅલ રિયાલિટી શો ‘ધ બિગ પિક્ચર’ (The Big Picture)માં આજે રોહિત શેટ્ટી (Rohit Shetty) અને કેટરિના કૈફ (Katrina Kaif)ની ટીમે 50 લાખ રૂપિયા જીત્યા. આ પ્રવાસમાં તેમણે પોતાની 3 લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો હતો.  લાઇફલાઇન તરીકે, ટીવી કલાકારો કરણ વાહી (Karan Wahi) , અર્જુન બિજલાની (Arjun Bijlani) , રિત્વિક ધનજાની (Rithvik Dhanjani) એ રોહિત અને કેટરિના કૈફને પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરી.

તેમના દ્વારા આપવામાં આવેલા 3 પ્રશ્નોના જવાબો એકદમ સાચા હતા. રમતની શરૂઆતમાં જ રોહિત શેટ્ટીએ જાહેરાત કરી હતી કે તે ‘ધ બિગ પિક્ચર’માં જીતેલા પૈસા ‘મુંબઈ પોલીસ ફાઉન્ડેશન’ને દાન કરશે. રોહિત શેટ્ટી અને કેટરિના કૈફ 5મી નવેમ્બરે રિલીઝ થનારી તેમની ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi)ના પ્રમોશન માટે આવ્યા હતા. આ શો માટે ‘ધ બિગ પિક્ચર’ના સ્ટેજ પર દર્શકો તરીકે ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

મુંબઈ પોલીસ વિભાગના અધિકારીઓ આ શોના પ્રેક્ષક હતા. આ ખાસ એપિસોડ મુંબઈના પોલીસ વિભાગને ટ્રિબ્યૂટ આપવા માટે શૂટ કરવામાં આવ્યો હતો. આ શો દરમિયાન રોહિત શેટ્ટીએ કહ્યું કે તેમણે પોલીસ પર અત્યાર સુધી એટલી બધી ફિલ્મો બનાવી છે કે ક્યારેક લોકો તેમને પોલીસ સમજે છે.

કેટરિના કૈફ બનશે પોલીસ ઓફિસર

ધ બિગ પિક્ચરના આજના એપિસોડમાં કેટરિના કૈફ રોહિત શેટ્ટીને રિક્વેસ્ટ કરી કે હવે સૂર્યવંશી પછી એક મહિલા પોલીસ અધિકારી પર ફિલ્મ બનાવી જોઈએ. કેટરિનાની વાત સાંભળીને રોહિત શેટ્ટીએ તેને કહ્યું કે તમારી વાત સાચી છે, પરંતુ મહિલા પોલીસની ભૂમિકા ભજવવા માટે એક મજબૂત કલાકારની જરૂર છે. આ સાંભળીને કેટરિનાએ પોતે ‘ધ બિગ પિક્ચર’ના સ્ટેજ પર રોહિતા શેટ્ટીની આગામી ફિલ્મ માટે ઓડિશન પણ આપ્યું હતું.

ટૂંક સમયમાં પોલીસ પર વેબ સિરીઝ બનાવશે

સૂર્યવંશી પછી રોહિત શેટ્ટી ટૂંક સમયમાં OTT પર પણ પોલીસ આધારિત વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યા છે. આ વેબ સિરીઝમાં તે પહેલીવાર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) સાથે કામ કરતા જોવા મળશે. આ પ્રોજેક્ટ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. સૂત્રોનું માનીએ તો આ પ્રોજેક્ટ પર કામ આવતા વર્ષથી શરૂ થશે. સુશાંત પ્રકાશ આ વેબ સિરીઝનું નિર્દેશન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વેબ સિરીઝ માટે વિક્કી કૌશલ (Vicky Kaushal) અને ટાઈગર શ્રોફ (Tiger Shroff) પણ શેરશાહ એક્ટર સાથે જોડાઈ શકે છે.

આ પણ વાંચો :- અભિનેત્રી Urmila Matondkar થઈ કોરોના પોઝિટિવ, ઘરમાં આઈસોલેટ હોવાની જાણકારી ટ્વીટ કરી આપી

આ પણ વાંચો :- Mira Rajput તેના ડ્રેસને લઈને સંઘર્ષ કરી રહી હતી અને શાહિદ કપૂરે છુપાઈને બનાવ્યો વીડિયો, જુઓ આ વીડિયો

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">