કંગના રનૌતે દિલ્હી વિધાનસભાની સમિતિ સમક્ષ હાજર થવા માટે માગ્યો વધુ સમય

|

Dec 06, 2021 | 8:28 PM

કોંગ્રેસની યુવા પાંખે ગયા મહિને કંગના રનૌત વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેણે સોશિયલ મીડિયા પર "દેશદ્રોહી" ટિપ્પણી કરી હતી.

કંગના રનૌતે દિલ્હી વિધાનસભાની સમિતિ સમક્ષ હાજર થવા માટે માગ્યો વધુ સમય
kangana ranaut

Follow us on

અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર પોતાની કથિત પોસ્ટના સંબંધમાં દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટી (Peace and Harmony Committee) સમક્ષ હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે. સમિતિના અધ્યક્ષ રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha) સોમવારે આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે રનૌતની નવી તારીખ હવે પછી નક્કી કરવામાં આવશે.

ઇન્સ્ટાગ્રામ (Instagram) પર કથિત દ્વેષપૂર્ણ પોસ્ટ્સને લગતી ફરિયાદોને પગલે, દિલ્હી વિધાનસભાની પીસ એન્ડ હાર્મની કમિટીએ અભિનેત્રીને નોટિસ પાઠવીને તેણીને 6 ડિસેમ્બરે હાજર થવાનું કહ્યું હતું. રનૌતે સોમવારે હાજર ના રહેવા માટે વ્યક્તિગત અને વ્યાવસાયિક કારણો ટાંક્યા હતા.ચઢ્ઢાએ કહ્યું, “કંગના રનૌતે દિલ્હી એસેમ્બલીની પીસ એન્ડ હાર્મની કમિટી સમક્ષ હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે. તેમણે આજે કમિટી સમક્ષ હાજર ના રહેવા માટે કેટલાક અંગત અને વ્યાવસાયિક કારણો ટાંક્યા છે.

ગયા મહિને અભિનેત્રી કંગના રનૌતને નોટિસ પાઠવીને, સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફરિયાદોમાં દાવો કરવામાં આવ્યો છે કે રાનૌતે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શીખ સમુદાયને ‘ખાલિસ્તાની આતંકવાદી’ (Khalistani terrorists) તરીકે ઉલ્લેખ કર્યો હતો. શીખ સમુદાયે પણ અભિનેત્રી વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદો નોંધાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કંગનાએ શીખ સમુદાય વિરુદ્ધ ‘અપમાનજનક’ ટિપ્પણી કરી છે
દિલ્હી વિધાનસભાની એક સમિતિએ અભિનેત્રી કંગના રનૌતને શીખ સમુદાય વિરુદ્ધ આપેલા નિવેદનના સંદર્ભમાં કમિટી સામે હાજર થવા માટે કહ્યું છે. અભિનેત્રી 6 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની આગેવાની હેઠળની પીસ એન્ડ હાર્મની કમિટી સમક્ષ હાજર થવાની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એગ્રીકલ્ચર એક્ટને પાછો ખેંચવાની જાહેરાત કર્યા બાદ કંગનાએ શીખ સમુદાય વિરુદ્ધ ‘અપમાનજનક’ ટિપ્પણી કરી હતી. કંગનાએ ખેડૂતોના આંદોલનની તુલના ખાલિસ્તાની ચળવળ સાથે કરી હોવાના નિવેદન બદલ અભિનેત્રી વિરુદ્ધ દેશના અલગ-અલગ વિસ્તારોમાં FIR દાખલ કરવામાં આવી હતી.

દિલ્હી સરકારની સમિતિએ નોટિસ મોકલી હતી
રનૌતને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કંગનાના નિવેદન પર કમિટીને ઘણી ફરિયાદો મળી છે. તેણે 20 નવેમ્બરના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કથિત રીતે સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ટિપ્પણી કરી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કંગનાએ ‘સમગ્ર શીખ સમાજને ખાલિસ્તાની ગણાવ્યો છે’. તેમનું નિવેદન શીખ સમુદાય માટે અપમાનજનક અને સૌહાર્દને ખલેલ પહોંચાડનાર છે.

કંગના વિરુદ્ધ મુંબઈમાં પણ FIR નોંધાઈ છે
પીસ એન્ડ હાર્મની કમિટીના અધ્યક્ષ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે અભિનેત્રીની પોસ્ટથી શીખ સમુદાયના લોકોની ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચી છે. આ પોસ્ટને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેણે કહ્યું કે અભિનેત્રીની પોસ્ટ એવી છે કે તે દિલ્હીની શાંતિ અને સૌહાર્દને હચમચાવી શકે છે. કંગનાએ કહ્યું છે કે ખાલિસ્તાનીઓને મચ્છરની જેમ કચડી નાખવા જોઈએ.

આ પણ વાંચોઃ

Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી

આ પણ વાંચોઃ

Phishing Attacks: જાણો ઓનલાઈન છેતરપિંડીના પ્રકાર અને મોડસ ઓપરેન્ડી, ડિજિટલ પેમેન્ટના યુગમાં કેવા લેશો સાવચેતીના પગલાં ? જાણો અહી

Published On - 8:01 pm, Mon, 6 December 21

Next Article