કંગના રનૌતના નિવેદનને મળ્યું સમર્થન ! આ મોટા અભિનેતાએ સમર્થન આપતા વિવાદ વકર્યો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi

Updated on: Nov 15, 2021 | 11:08 AM

કંગના રનૌતે એક નિવેદનમાં કહ્યું હતું કે, 1947માં ભારતને ભીખમાં આઝાદી મળી હતી. વાસ્તવિક સ્વતંત્રતા 2014માં મળી હતી. બોલિવુડ ક્વીનના આ નિવેદનને મહારાષ્ટ્રના એક મોટા અભિનેતાએ સમર્થન આપ્યું છે.

કંગના રનૌતના નિવેદનને મળ્યું સમર્થન ! આ મોટા અભિનેતાએ સમર્થન આપતા વિવાદ વકર્યો
File Photo

Maharashtra : મહારાષ્ટ્રના એક મોટા કલાકારે કંગના રનૌતના નિવેદનનું સમર્થન કર્યું છે.હિન્દી અને મરાઠી અભિનયની દુનિયામાં વિક્રમ ગોખલે (Vikram Gokhle) એક જાણીતું નામ છે. તેણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય અભિનીત ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

અભિનેતાએ ફરી એક જૂનો વિવાદ ઉભો કર્યો છે

કંગના રનૌતનો (Kangana Ranaut) નિવેદનને સમર્થન આપવાની આ સાથે અભિનેતાએ ફરી એક જૂનો વિવાદ ઉભો કર્યો છે. વીર ભગતસિંહનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, જ્યારે બહાદુર ક્રાંતિકારીઓને ફાંસી પર લટકાવમાં આવ્યા ત્યારે તેઓને બચાવવામાં ન આવ્યા.ઈતિહાસમાં આ મુદ્દો હંમેશા ગરમ રહ્યો છે કે જો મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને જવાહરલાલ નેહરુ ઈચ્છતા હોત તો તેઓ ભગતસિંહની ફાંસી રોકી શક્યા હોત. તે સમયે લોર્ડ ઈર્વિન ગાંધીજીની મોટાભાગની માંગણીઓ સ્વીકારવા તૈયાર હતા. જો કે વિશ્વ આર્થિક મંદીની હરોળમાં હતું. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ અને સવિનય કાનૂની ભંગ ચળવળ આખા દેશમાં ફેલાય ગયુ હતુ.

કંગના રનૌતનું સન્માન, હીરોનું અપમાન’

કંગનાના નિવેદનને લઈને સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે શિવસેનાના (Shivsena) મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું હતુ કે, ‘કંગનાને(Kangana Ranaut) તાજેતરમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવી હતી. અગાઉ આ સન્માન ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર વીરોને આપવામાં આવ્યું છે. એ જ હીરોનું અપમાન કરનાર કંગનાને એ જ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવી એ દેશની કમનસીબી છે.

કંગનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર પરત લેવાની માંગ ઉઠી

સામના તંત્રીલેખમાં સાંસદ સંજય રાઉતે (Sanajy Raut) કંગના રનૌત પાસેથી પદ્મશ્રી એવોર્ડ પરત લેવાની માગ કરી છે.તેમણે કહ્યુ કે, લોહી, પરસેવા, આંસુ વગેરે જેવા બલિદાનથી મળેલી આપણી સ્વતંત્રતાને ‘ભીખ’ તરીકે સંબોધવું એ દેશદ્રોહનો કેસ છે. મોદી સરકારે કંગના પાસેથી આ પુરસ્કાર પરત ખેંચી લેવો જોઈએ.

આ પણ વાંચો: Shilpa Shetty Fraud Case: છેતરપિંડી કેસમાં ફરિયાદ થઇ હોવાનું જાણીને શિલ્પા ચોંકી ઉઠી, કહી દીધું કંઈક આવું

આ પણ વાંચો: Aryan Khan Updates: આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે 25 કરોડની ડીલને લઈએ સૈમ ડિસુઝાને NCBએ સમન્સ પાઠવ્યું

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati