Thalaivii Day 1 Collection: કંગનાની બહુચર્ચિત ફિલ્મ ઊંધા મોઢે પછડાઈ, પહેલા દિવસે માત્ર આટલાની કમાણી

|

Sep 11, 2021 | 2:57 PM

દિગ્ગજ કલાકારોથી સજ્જ થલાઇવી ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં રજૂ કરવામાં આવી છે. જ્યાં એક બાજુ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે દક્ષિણ ભારતીય ભાષામાં અપેક્ષા કરતા ખરાબ અને હિન્દી ભાષામાં પણ ખુબ ખરાબ પ્રદર્શન કર્યું છે.

Thalaivii Day 1 Collection: કંગનાની બહુચર્ચિત ફિલ્મ ઊંધા મોઢે પછડાઈ, પહેલા દિવસે માત્ર આટલાની કમાણી
Kangana ranaut film thalaivii box office collection for day 1

Follow us on

કંગના રનૌતની (Kangana Ranaut) ફિલ્મ ‘થલાઇવી’ (Thalaivii), જે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના (J. Jayalalithaa) જીવન પર આધારિત છે. તેનું હિન્દી ભાષી વિસ્તારોમાં પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું છે. કંગના રનૌત અને અરવિંદ સ્વામી જેવા ઘણા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં એક બાજુ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે દક્ષિણ ભારતીય ભાષામાં એક કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી બાજુ, ઉત્તર ભારતમાં દર્શકોએ આ ફિલ્મને એકદમ નકારી દીધી છે.

રિલીઝના પહેલા દિવસે, ફિલ્મ ઉત્તર ભારત અને હિન્દી ભાષામાં માત્ર 25 લાખ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. તમિલ, તેલુગુ અને હિન્દી આ ત્રણ ભાષાઓને સમાવી કંગના રાણાવતની ફિલ્મે કુલ 1.25 કરોડ રૂપિયાનો બોક્સ ઓફિસ બિઝનેસ કર્યો છે. ફિલ્મને પહેલા દિવસે ઓછા પ્રેક્ષકો મળ્યા, જેના કારણે બોક્સ ઓફિસ કલેક્શન પણ ખૂબ ખરાબ રહ્યું. ઉત્તર અને પૂર્વીય પ્રદેશોમાં તેનું મર્યાદિત પ્રકાશન હતું.

વિકએન્ડ પર થશે કમાણી?

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ફિલ્મનું પ્રદર્શન દિલ્હી, પંજાબ, ગુજરાત અને દક્ષિણ ભારત સિવાય ભારતના અન્ય ઘણા ભાગોમાં નિરાશાજનક હતું. જો કે આ ફિલ્મ દક્ષિણ ભારતમાં વધુ કમાણી કરી શકી હોત, પરંતુ ત્યાં પણ આ ફિલ્મને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. શાનદાર કન્ટેન્ટ અને આશ્ચર્યજનક અભિનય હોવા છતાં, ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર નિરાશા જોઈ છે. જોકે, હજુ સુધી કશું કહી શકાય તેમ નથી. એવું માનવામાં આવે છે કે ફિલ્મ વિકએન્ડમાં સારું કલેક્શન કરી શકે છે.

બોક્સ ઓફિસ પર ‘થલાઇવી’ ની ઓછી કલેક્શન પાછળનું કારણ શું છે?

તમને જણાવી દઈએ કે માત્ર તેના ફેન્સ જ નહીં પણ જયલલિતાના લાખો ચાહકો કંગનાની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, છેલ્લા કેટલાક દિવસોથી, એવા અહેવાલો બહાર આવ્યા છે કે આ ફિલ્મ એક સાથે બે OTT પ્લેટફોર્મ પર પણ રજૂ કરવામાં આવશે. તે જ સમયે, સિનેમા હોલની વાત કરીએ તો, સિનેમાઘરોમાં ફિલ્મના હિન્દી અધિકારોને પ્રસારિત કરવા માટે માત્ર બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. તે જ સમયે, તેલુગુ અને તમિલ ભાષાની ફિલ્મને ચાર અઠવાડિયા મળ્યા.

આવી સ્થિતિમાં, જ્યારે ફિલ્મની રિલીઝ પહેલા જાહેરાત કરવામાં આવી કે આ ફિલ્મ એક સાથે બે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે, ત્યારે લોકો OTT પર રિલીઝની રાહ જોઈ રહ્યા હોય એવું બની શકે છે. એટલે જ તેઓએ સિનેમા હોલમાં ફિલ્મ ન જોવાનું નક્કી કર્યું. જો ફિલ્મ OTT પર રિલીઝ થઈ રહી છે, તો પ્રેક્ષકોને ઘરે બેસીને આ અદ્ભુત ફિલ્મ જોવાની મજા લેશે. આવી સ્થિતિમાં, કદાચ કોઈ સિનેમાઘરમાં જઈને ફિલ્મ જોવાનું મન બનાવતું નથી. શનિવારે ફિલ્મનો બીજો દિવસ છે. જોવું રહ્યું કે શની-રવિ ફિલ્મ શું કરી શકે છે.

 

આ પણ વાંચો: સપના ચૌધરીના અકસ્માતમાં મૃત્યુની અફવાઓ વચ્ચે, આ વિડીયો થઈ રહ્યો છે વાયરલ

આ પણ વાંચો: OMG: વર્ષો જૂની તસવીરમાં જોવા મળી દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ, ફેન્સ રહી ગયા શોધતા

Next Article