સપના ચૌધરીના અકસ્માતમાં મૃત્યુની અફવાઓ વચ્ચે, આ વિડીયો થઈ રહ્યો છે વાયરલ

સપના ચૌધરીના મોતનો એક મેસેજ વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ થઈ રહ્યો હતો. ફેન્સ તેને લઈને ચિંતામાં હતા. જોકે આ ફેક મેસેજ બાદ સપનાનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ચાલો જાણીએ.

સપના ચૌધરીના અકસ્માતમાં મૃત્યુની અફવાઓ વચ્ચે, આ વિડીયો થઈ રહ્યો છે વાયરલ
Amid rumors of Sapna Chaudhary's death in an accident, the fun video is going viral

પ્રખ્યાત હરિયાણવી ડાન્સર સપના ચૌધરીના (Sapna Choudhary) મૃત્યુના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી વાયરલ થઈ રહ્યા છે, તેના ફેન્સને આનાથી મોટો આંચકો લાગ્યો છે. કેટલાક દિવસથી ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વાયરલ મેસેજ મુજબ દાવો કરવામાં આવી રહ્યો છે કે ડાન્સર સપના ચૌધરીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. જોકે તાજેતરમાં Tv9 Bharatvarsh સાથે વાતચીતમાં સપનાના મેનેજરે કહ્યું કે સપના સંપૂર્ણપણે સ્વસ્થ છે.

સિદ્ધાર્થ શુક્લા, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, ફેન્સ તરત જ કોઈપણ સમાચારને સાચા માની લે છે અને તેથી આ સંદેશ વાયરલ થઇ રહ્યો છે. અને મેસેજના કારણે સપના ચૌધરીના ફેન્સ ચિંતિત હતા. આ મેસેજ વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ થઈ રહ્યો હતો ત્યારે તેના ચાહકો આ સમાચાર પાછળનું સત્ય જાણવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા. જોકે અહેવાલ પ્રમાણે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા નથી. એક માર્ગ અકસ્માતમાં એક કલાકારનું મોત થયું છે. પરંતુ તે સપના નથી.

આ વચ્ચે સપના ચૌધરીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક લેટેસ્ટ વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તે અરીસા સામે બેસીને પોતાના મોબાઈલ પર વિડીયો બનાવી રહી છે. આ સમયે જોઈ શકાય છે કે સપનાનો મેકઅપ આર્ટીસ્ટ તેનો મેકઅપ કરી રહ્યો છે. તે તેની હેરસ્ટાઈલ બનાવી રહ્યો છે. સાથે સપનાની વિડીયોમાં સ્ટાઈલ જોવા જેવી છે. આ વિડીયોમાં ‘મોટી મોટી અંખ, મેરી કરતી શરારત’ કેપ્શન લખ્યું છે અને એ જ સોંગ વાગી રહ્યું છે. વિડીયો હવે વાયરલ છે. અને સપના સ્વસ્થ છે તેની જાણ થતા તેના ફેન્સ પણ ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

સપના ચૌધરી પોતાની દેશી શૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે. સપનાનું તાજેતરમાં રિલીઝ થયેલું સોંગ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. તેમની ‘ઘુમ ઘાઘરા’ને અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. માત્ર આ ગીત જ નહીં, પછી બીટીએસ એટલે કે આ ગીતનો સ્ક્રીન વીડિયો પણ લોકોને પસંદ આવ્યો છે. આ વીડિયોમાં સપના ચૌધરી જમીન પર બેસીને તેના પલ્લુથી હવા ઉડાવી રહી છે. તેની દેશી સ્ટાઈલ દર્શકો પસંદ આવે છે.

 

આ પણ વાંચો: OMG: વર્ષો જૂની તસવીરમાં જોવા મળી દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ, ફેન્સ રહી ગયા શોધતા

આ પણ વાંચો: કંગના રનૌતે રીજેક્ટ કરેલી ફિલ્મો કરીને ચમકી ગઈ અનુષ્કા-વિદ્યાની કિસ્મત, આ 5 માંથી 2 ફિલ્મો સલમાનની

Click on your DTH Provider to Add TV9 Gujarati