AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાઈમ લાઈટથી દૂર રહેતી Juhi Chawlaની પુત્રી જાહ્નવી કરી શકે છે બોલિવૂડમાં એન્ટ્રી

બોલીવુડની દુનિયામાં સ્ટાર કિડ્સ હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમના બાળકો ફિલ્મ જગતથી ઘણા દૂર છે. દરેક લોકો હિન્દી સિનેમાના દિગ્ગજ જુહી ચાવલાનું (Juhi Chawla) ફેન ફોલોઇંગ વધારે છે .

લાઈમ લાઈટથી દૂર રહેતી Juhi Chawlaની પુત્રી જાહ્નવી કરી શકે છે બોલિવૂડમાં એન્ટ્રી
જુહી ચાવલા
Charmi Katira
| Edited By: | Updated on: May 06, 2021 | 11:47 AM
Share

બોલીવુડની દુનિયામાં સ્ટાર કિડ્સ હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમના બાળકો ફિલ્મ જગતથી ઘણા દૂર છે. દરેક લોકો હિન્દી સિનેમાના દિગ્ગજ જુહી ચાવલાનું (Juhi Chawla) ફેન ફોલોઇંગ વધારે છે . પોતાની સુંદરતા અને તેના અભિનયથી લોકોના દિલ જીતનાર જુહી ચાવલાની દીકરી જાહ્નવી મહેતા ચર્ચામાં છે. જુહીની લાડલી આમ તો લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ ક્યારેક ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવે છે.

જાહ્નવી મહેતાએ ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા જ લોકોને તેની સુંદરતા અને સરળતાથી દિવાના કરી દીધા છે. જાહ્નવી મહેતા કેમેરા અને સોશિયલ મીડિયાથી દૂર રહે છે. આ જ કારણ છે કે લોકો તેમના વિશે વધુ જાણતા નથી. થોડા સમય પહેલા જૂહીએ એક મુલાકાતમાં પુત્રીની કારકિર્દી વિશે વાત કરી હતી. ત્યારબાદથી જાહ્નવી ચર્ચામાં આવી છે.

જુહી પણ તેના બાળકોને હંમેશા લાઈમલાઈટથી દૂર રાખતી હતી. ન તો તે બાળકો સાથે કોઈપણ બીટાઉન પાર્ટીમાં જાય છે અને ન તો સોશિયલ મીડિયામાં તસ્વીર અથવા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. જુહીના બંને બાળકો ધીરુભાઇ ઇન્ટરનેશનલ સ્કૂલના છે અને વધુ અભ્યાસ માટે લંડન ગયા હતા.

જાહ્નવી મહેતા કેમેરા અને સોશિયલ મીડિયાથી દૂર રહે છે. આ જ કારણ છે કે લોકો તેમના વિશે વધુ જાણતા નથી. થોડા સમય પહેલા જૂહીએ એક મુલાકાતમાં પુત્રીની કારકિર્દી વિશે વાત કરી હતી. ત્યારબાદથી જાહ્નવી ચર્ચામાં આવી.જૂહીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમની પુત્રી જાહ્નવીને વાંચવાનો ખૂબ શોખ છે. અગાઉ જાહ્નવી એક લેખક બનવા માંગતી હતી. પરંતુ થોડા સમય પછી તેણે એક મોડેલ બનવાની ઇચ્છા દર્શાવી.

તે સમયે જૂહીએ કહ્યું હતું કે જાહ્નવી આવતીકાલે એક અભિનેત્રી બનવાનું પણ વિચારી શકે છે. તેણે આ હકીકત દ્વારા કહ્યું હતું કે જાહ્નવી હાલ તેની કારકિર્દી પ્રત્યે ગંભીર નથી. હવે સમય જ કહેશે કે જાહ્નવી ફિલ્મોમાં આવશે કે નહીં.

તાજેતરમાં જાહ્નવી આઈપીએલ મેચ હરાજી દરમિયાન જોવા મળી હતી. તે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોવા મળી હતી. તેની આ તસવીરો એકદમ વાયરલ થઈ ગઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">