4000 રૂપિયાની એડ થી ‘કાગજ’ મૂવી સુધીની સફર, ગુજરાતી સ્ટાર મોનલ ગજ્જર દેશમાં છવાઈ

4000 રૂપિયાની એડ થી 'કાગજ' મૂવી સુધીની સફર, ગુજરાતી સ્ટાર મોનલ ગજ્જર દેશમાં છવાઈ

ગુજરાતી એક્ટર મોનલ ગજ્જર હમણા રિલીઝ થયેલી ફિલ્મ 'કાગજ'માં રુકમણીભાભીના રોલમાં જોવા મળી. દેશભરમાં દર્શકો મોનલના અભિનયને વખાણી રહ્યા છે. પંકજ ત્રિપાઠી સાથે કાગજ ફિલ્મ કરીને બોલીવૂડમાં મોનલે એન્ટ્રી કરી દીધી છે.

Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Jan 12, 2021 | 2:21 PM

ગુજરાતી એક્ટર મોનલ ગજ્જર હમણા રિલીઝ થયેલી ફિલ્મ ‘કાગજ’માં રુકમણીભાભીના રોલમાં જોવા મળી. દેશભરમાં દર્શકો મોનલના અભિનયને વખાણી રહ્યા છે. પંકજ ત્રિપાઠી સાથે કાગજ ફિલ્મ કરીને બોલીવૂડમાં મોનલે એન્ટ્રી કરી દીધી છે. મોનલ ગજ્જરે જણાવ્યું કે એમને એક્ટિંગ શીખી નથી પરંતુ જીવનના જે સંઘર્ષ જોયા છે, એણે જ સ્ક્રીન પર ઉતારવાનું કામ કર્યું છે. મોનલ કહે છે કે એક એક સારા અભિનેતા બનવા માટે, તમારે દરેક વસ્તુને અનુભવવાની જરૂર છે, અને પછી તે પાત્ર ભજવવું જોઈએ. લખનૌમાં મોનલ ગજ્જરે કહ્યું કે સફળતા માટે ઘણું સહન કરવું પડશે.

‘મારી યુવા અવસ્તા કામમાં પસાર થઇ ગઈ. મારી બહેનના લગ્નમાં પણ હું જઈ ના શકી કેમ કે ત્યારે હું બિગ બોસ તેલુગુ 4માં હતી.’ મોનાલે જીવનના સંગર્ષ વિષે જણાવ્યું કે તે 15 વર્ષની વયથી કામ કરી રહી છે. ‘પિતાના મૃત્યુ બાદ હું પરિવારમાં સૌથી મોટી હતી. મારી નાની બહેન અને માની જવાબદારી મારા પર હતી. મેં સર્વેનું કામ કર્યું, અને બેંકમાં પણ કામ કર્યું. ત્યાર બાદ મોડલિંગ કરીને મિસ ગુજરાત બની. પછી એક એડમાં કામ કર્યું જેમાં મને 4000 રૂપિયા મળ્યા. આ મરા માટે અડધી સેલરી જેટલી રકમ હતી. અને ત્યાર બાદ હું એક્ટિંગ માટે પ્રેરિત થઇ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે મોનાલે કહ્યું કે ‘શરૂઆતમાં મને કહેવામાં આવ્યું કે સફળતા માટે તમારા પિતા પાસે કોઈ મોટું પદ હોવું જરૂરી છે. અથવા તમારું કોઈ ગોડફાધર હોવું જોઈએ. મારી પાસે કંઈ જ નહોતું. પરંતુ મેં નક્કી કરી દીધું હતું કે હું રોલ માટે કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં કરું. અને આ માટે મેં બ્યુટી કોન્ટેસ્ટનો રસ્તો અપનાવ્યો અને તેમાં ફાઈનલમાં પહોચી.’ મોનલને 2012 માં પહેલી વાર સાઉથ ફિલ્મ ‘Sudigadu’માં કામ મળ્યું.

મોનલે કાગજ ફિલ્મ વિષે જણાવતા કહ્યું કે 2015 માં તે સતિષ કૌશિકને મળી હતી. તે દરમિયાન સતિષ કૌશિકે મારા કામની પ્રશંસા કરતાં કહ્યું કે આપણે એકવાર સાથે કામ કરીશું. 2018 માં, તેમણે મને મરાઠી ફિલ્મ ‘Man Udhaan Vara’ માટે બોલાવી હતી. આ પછી તેમણે મને ‘કાગજ’ મૂવીમાં તક આપી.

મોનલ પ્રખ્યાત ગુજરાતી અદાકારા છે. ઘણી ગુજરાતી ફિલ્મોમાં તેણે કામ કર્યું છે. આ ઉપરાંત સાઉથમાં તે ખુબ જ લોકપ્રિય અદાકારા છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati