AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan અને Deepika Padukone ભારતની આ પ્રથમ ‘એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝી’ ફિલ્મમાં એકસાથે જોવા મળશે

છેલ્લા ઘણા મહિનાઓથી આ ફિલ્મ વિશે ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આ ફિલ્મ વિશે કોઈ પુષ્ટી આપી રહ્યું ન હતું, પરંતુ હવે તરણ આદર્શના ટ્વીટ બાદ આ ફિલ્મ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.

Hrithik Roshan અને Deepika Padukone ભારતની આ પ્રથમ 'એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝી' ફિલ્મમાં એકસાથે જોવા મળશે
Hrithik Roshan, Deepika Padukone
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 11:21 PM
Share

બોલિવૂડના હેન્ડસમ હંક એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) અને બોલીવુડની મસ્તાની એટલે કે દીપિકા પદુકોણ (Deepika Padukone)ની આગામી ફિલ્મ ‘ફાઈટર’ (Fighter)ની જાહેરાત કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ બોલિવૂડના જાણીતા ફિલ્મ વિવેચક તરણ આદર્શે (Taran Adarsh) ટ્વીટ કરીને આ ફિલ્મ અંગે ખાસ જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા મહિનાઓથી આ ફિલ્મ વિશે ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આ ફિલ્મ વિશે કોઈ પુષ્ટી આપી રહ્યું ન હતું, પરંતુ હવે તરણ આદર્શના ટ્વીટ બાદ આ ફિલ્મ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. તરણે આ ટ્વીટ દ્વારા કહ્યું છે કે ફિલ્મ ફાઈટર ભારતની પહેલી ‘એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝી’ ફિલ્મ હશે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ કરવા જઈ રહ્યા છે. આ એક એક્શન પેક્ડ ફિલ્મ બનવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઘણા ભાગોમાં બનાવવામાં આવશે, જેના કારણે દર્શકો આ ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મનું નિર્માણ વાયકોમ 18 સ્ટુડિયોઝ કરવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ આનંદ અગાઉ રિતિક રોશન સાથે ફિલ્મ ‘વોર’ (War) બનાવી ચૂક્યા છે. જેના કારણે હવે બંને ફરી સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે.

રિતિક રોશને 10 જાન્યુઆરી 2020ના રોજ આ ફિલ્મ અંગે એક સોશિયલ મીડિયા પોસ્ટ તેમના એકાઉન્ટ પર શેર કરી હતી. રિતિક રોશને પોતાની વિશેષ પોસ્ટમાં લખ્યું કે તે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તે આ ફિલ્મમાં જોરદાર એક્શન કરવા જઈ રહ્યા છે.

તરણ આદર્શનું ટ્વીટ

દીપિકા પદુકોણનું સપનું સાકાર થયું

દીપિકા પદુકોણે પણ આ ફિલ્મ વિશે એક પોસ્ટ કરી હતી, તેમણે લખ્યું હતું કે “સપનું ખરેખર સાકાર થાય છે.” દીપિકા છેલ્લા ઘણા સમયથી રિતિક રોશન સાથે ફિલ્મ કરવા માંગતી હતી. જેને કારણે હવે તેમનું આ સપનું આ ફિલ્મ સાથે પૂર્ણ થયું હોય તેવું લાગી રહ્યું છે.

સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘વોર’ 2019ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ હતી. ફિલ્મે બોલિવૂડ બોક્સ ઓફિસ પર 300 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ દરમિયાન ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદ પણ આ ફિલ્મના શૂટિંગ માટે ખૂબ ઉત્સાહિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવતા વર્ષે 22 સપ્ટેમ્બરે રિલીઝ થશે. કોરોના રોગચાળાના વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝની તારીખ પણ બદલી શકાય છે.

વિશ્વભરના ઘણા મોટા સ્થળોએ કરવામાં આવશે શૂટિંગ

તરણ આદર્શે આ ટ્વીટમાં વધુમાં જણાવ્યું છે કે આ ફિલ્મ બહાદુરી, બલિદાન, દેશભક્તિ અને સૈન્યની વાર્તા પર આધારિત હશે. જે ફક્ત ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રેક્ષકો માટે બનાવવામાં આવશે. જેના કારણે આ ફિલ્મનું શૂટિંગ વિશ્વના ઘણા મોટા દેશોમાં કરવામાં આવશે. ફિલ્મની તૈયારીઓ ખૂબ જોરદાર થઈ રહી છે. તે જોવું રહ્યું કે આ ફિલ્મ પ્રેક્ષકોના દિલમાં પોતાનું સ્થાન બનાવવામાં કેટલી સફળ થાય છે.

આ પણ વાંચો: Khatron Ke Khiladi 11: શ્વેતા તિવારીથી અર્જુન બિજલાની સુધી, શોના ટેલિકાસ્ટ પહેલા સ્પર્ધકોની ખાસ શૈલી મળી જોવા

g clip-path="url(#clip0_868_265)">