શું વાત છે! અસુરની સિઝન 2 માં અભિનય કરતો જોવા મળશે Indian Idol નો આ સિંગર, જાણો તેના વિશે

શું વાત છે! અસુરની સિઝન 2 માં અભિનય કરતો જોવા મળશે Indian Idol નો આ સિંગર, જાણો તેના વિશે
Indian Idol singer Meiyang Chang will be seen acting in season 2 of Asur

અસુર સિરીઝની સિઝન 2 (Asur Season 2)નું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે. મેકર્સનો દાવો છે કે આ આગામી સિઝનની વાર્તા પહેલા કરતા વધુ રસપ્રદ રહેશે. ચાલો જાણીએ શું છે નવું આ વખતે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 20, 2021 | 7:52 AM

OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવનાર વેબ સિરીઝ અસુરમાં (Asur) બતાવવામાં આવેલો રોમાંચક ક્રાઈમ ડ્રામા પ્રેક્ષકોએ ખૂબ પસંદ આવ્યો હતો. આ વેબ સિરીઝની સિઝન 2 (Asur Season 2)નું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે. મેકર્સનો દાવો છે કે આ આગામી સિઝનની વાર્તા પહેલા કરતા વધુ રસપ્રદ રહેશે. ઇન્ડિયન આઇડલ 3 ના સ્પર્ધક સિંગર અને અભિનેતા મીયાંગ ચેંગ પણ આ વેબ સિરીઝમાં જોવા મળશે. ટૂંક સમયમાં મીયાંગ ચેંગ (Meiyang Chang) વેબ સિરીઝનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 5 વેબ સિરીઝમાં અભિનયની કુશળતા દર્શાવી છે.

અસુર 2 માં નવા કલાકારોની એન્ટ્રી

મીયાંગ ચાંગ (Meiyang Chang) સાથે, પ્રખ્યાત થિયેટર અભિનેત્રી અદિતિ કલકુંટે (Aditi Kalkunte) પણ આ શ્રેણીનો ભાગ બનશે. અસુરની સિઝન 2 માં, ઘણા નવા કલાકારો ટીમ જોડાઈ છે. આ કલાકારોમાં રિદ્ધિ ડોગરા(Ridhi Dogra), અનુપ્રિયા ગોએન્કા (Anupriya Goenka), શારીબ હાશ્મી (Sharib Hashmi) પણ શામેલ છે. સિઝન 1 ની જેમ આ વખતે પણ આ ક્રાઇમ થ્રિલર સિરીઝ સારું અને ખરાબ બે બાબતો વચ્ચે ફસાઈ રહેલા માણસોના પ્લોટ પર આધારિત હશે. આ દરમિયાન, આ સમગ્ર ટીમ ભારતના ઘણા સ્થળોએ શૂટિંગ કરવા જઈ રહી છે.

સિંગરથી બન્યા એક્ટર

વાત કરીએ મીયાંગની તો મિયાંગ સ્પર્ધક તરીકે ઇન્ડિયન આઇડલ 3 માં જોડાયા હતા. તેની સ્ટાઈલ અને બોલવાની રીત જોઈને, તેમને આગામી સિઝનમાં આ શોને હોસ્ટ કરવાની તક મળી. લોકોને તેનું હોસ્ટિંગ ખૂબ ગમ્યું કે આગળ તેમને અભિનયમાં ભાગ્ય અજમાવવા માટે પણ પ્લેટફોર્મ મળી આવ્યું. ડેન્ટિસ્ટ મીયાંગ આજે સફળ ગાયક તેમજ હોસ્ટ અને એક્ટર છે.

ગ્રાંડ ફિનાલેમાં મળશે જોવા

અસુરની આ સિઝનનું શૂટિંગ દિલ્હી, વારાણસી અને મનાલીમાં કરવામાં આવશે. જો કે, આ સિરીઝમાં મીયાંગ કયુ પાત્ર ભજવશે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. આ વેબ સિરીઝ સિવાય મિયાંગ ઈન્ડિયન આઇડલ 12 ના ગ્રાન્ડ ફિનાલેમાં પણ જોવા મળશે. અનેક કલાકારો હસ્તીઓ 12 કલાક સુધી ચાલનારા આ ઈન્ડિયન આઇડોલ 12 (Indian Idol 12) ના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ મહેમાનોમાં અભિજીત સાવંતની સાથે મિયાંગ પણ જૂની યાદોને જીવંત કરતા એક પરફોર્મન્સ આપશે.

આ પણ વાંચો: Birthday Special: માત્ર 2 શર્ટમાં જ નસીરુદ્દીન શાહે પૂરું કરી દીધું હતું આ ફિલ્મનું શૂટિંગ, જાણો કારણ

આ પણ વાંચો: Raj Kundra Arrested: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati