Indian Idol 12: Amit Kumar ની નારાજગીથી Aditya Narayan ચોંકી ગયા, તેમણે કહ્યું – જો પરેશાની હતી તો પહેલાં કેમ કહ્યું નહીં

ઇન્ડિયન આઇડોલ 12 ની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. જો કે, આ શો સપ્તાહના ખાસ એપિસોડને કારણે આ દિવસોમાં ચર્ચામાં રહ્યો છે.

Indian Idol 12: Amit Kumar ની નારાજગીથી Aditya Narayan ચોંકી ગયા, તેમણે કહ્યું - જો પરેશાની હતી તો પહેલાં કેમ કહ્યું નહીં
Aditya Narayan, Amit Kumar
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 13, 2021 | 4:09 PM

સોની ટીવીના પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલના હોસ્ટ આદિત્ય નારાયણે કિશોર કુમારના પુત્ર અમિત કુમાર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો તેમને આ શોથી કોઈ ફરિયાદ હતી કે તેમને પસંદ ન હોય તો તેમણે તે અગાઉ કહી દીધું હોત. આદિત્યને આશ્ચર્ય થાય છે કે જો અમિત કુમારને કોઈ વસ્તુથી તકલીફ થઈ હતી તો તેમણે એપિસોડના શૂટિંગ દરમિયાન શા માટે નારાજગી વ્યક્ત કરી ન હતી.

ઇન્ડિયન આઇડલ 12 ની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. જો કે, આ શો સપ્તાહના ખાસ એપિસોડને કારણે આ દિવસોમાં ચર્ચામાં રહ્યો છે. છેલ્લા વીકએન્ડના ખાસ એપિસોડમાં, દિવંગત સિંગર કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવા ખાસ કરીને મહેમાન તરીકે પુત્ર અમિત કુમારને બોલાવામાં આવ્યા હતા, જેમને આ શોમાં આનંદ ન આવ્યો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શોનો ભાગ બન્યા પછી અમિત કુમારે આ શોથી સંબંધિત આવા ઘણાં ખુલાસા કર્યા છે, જેનાથી દરેકના હોશ ઉડી ગયા છે. જે બાદ આ શોને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. હવે આ મામલે હોસ્ટ આદિત્ય નારાયણ સામે આવ્યા છે.

View this post on Instagram

A post shared by ANU MALIK (@anumalikmusic)

અમિત જીનો ખૂબ આદર કરું છું: આદિત્ય નારાયણ

એક ઇન્ટરવ્યુ દરમિયાન આદિત્ય નારાયણે કહ્યું કે હું અમિત જીનો ખૂબ જ આદર કરું છું. ફક્ત એક કે બે કલાકમાં કોઈ મહાન ગાયકને શ્રદ્ધાંજલિ આપવી સરળ નથી. પરંતુ અમે હંમેશાં શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીએ છીએ. ખાસ કરીને જ્યારે બહાર દેશમાં આવી પરિસ્થિતિઓ હોય.

કઈ રીતે થઈ રહી છે શૂટિંગ

પોતાના નિવેદનમાં, આદિત્ય નારાયણે કહ્યું કે કોરોના વાયરસના વધતા ચેપને લીધે, ટીમમાં ઘણા મર્યાદિત સંસાધનો અને વર્કર છે. આવા માં, શૂટિંગ કેવી રીતે થઈ રહ્યું છે તે વિશે કોઈને ખબર નથી. ઓછા સંસાધનો અને વર્કરોની વચ્ચે અમે બેસ્ટ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

શુટીંગ વખતે બોલી દેતા અમિત જી

આદિત્ય નારાયણ આગળ કહે છે કે આ પહેલીવાર નથી જ્યારે અમિત જી આ શોનો ભાગ બન્યા છે. આ પહેલા પણ તેઓ મંચ પર આવીને અમારી ટીમ અને સ્પર્ધકોની ખૂબ પ્રશંસા કરી છે. આ વખતે જ્યારે તે શો પર આવ્યા હતા ત્યારે પણ તેમણે એપિસોડ દરમિયાન કિશોર દા સાથે જોડાયેલી ઘણી અંગત વાતો પણ શેર કરી હતી.

અમે બધાએ એપિસોડની ખૂબ જ મજા માણી. તેઓ આગળ કહે છે કે જો અમિત કુમાર જીને શોમાં કંઇ પસંદ આવ્યું નહી અથવા તે કોઈ બાબતને લઈને નારાજ હતા તો તે શૂટિંગ દરમિયાન પણ અમને આ વાત કહી હોત તો અમને પણ તે ગમ્યું હોત અને અમે તેમના ઇનપુટ્સના આધારે શોમાં ફેરફાર કરી લેત.

g clip-path="url(#clip0_868_265)">