AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC: Gokuldham Societyમાં ગણેશોત્સવને લઈને ટપ્પુ સેના અને ભીડે વચ્ચે છેડાઈ જંગ, કોણ જીતશે?

ગોકુલધામ સોસાયટીમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થવાની છે પણ તે પહેલા ભીડે અને ટપ્પુ સેના વચ્ચે યુદ્ધ થવાનું છે. ખરેખર, બંને ઈચ્છે છે કે તેઓ ગણેશોત્સવનું આયોજન કરે.

TMKOC: Gokuldham Societyમાં ગણેશોત્સવને લઈને ટપ્પુ સેના અને ભીડે વચ્ચે છેડાઈ જંગ, કોણ જીતશે?
Taarak Mehta Ka Ooltah Chashmah
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 7:00 PM
Share

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ટૂંક સમયમાં શરુ થવાની છે ગણેશ ઉત્સવ (Ganesh Utsav)ની તૈયારીઓ. સિરિયલમાં તમામ સભ્યોનું કોવિડ -19 રસીકરણ (Covid 19 Vaccination) સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે અને આ સંતોષ સાથે ગોકુલધામના રહેવાસીઓ ટૂંક સમયમાં ગણપતિ બાપ્પા (Ganpati Bappa)નું સ્વાગત કરશે.

તમામ સભ્યો ગણેશોત્સવની ઉજવણી માટે ખૂબ જ આતુર છે. ભીડે (Bhide) આ વર્ષના ગણેશોત્સવ અંગે ચર્ચા કરવા માટે દરેકને ક્લબહાઉસમાં આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન પોપટલાલ (Popatlal) પણ ગણેશોત્સવની તૈયારી માટે ગોકુલધામ સોસાયટી (Gokuldham Society)માં પરત ફર્યા છે. ટપુ સેના (Tappu Sena) તેની બાજુથી અનોખી કલ્પનાઓ વિશે વિચારી રહ્યા છે.

બીજી બાજુ જેઠાલાલે ગણેશ ઉત્સવ દરમિયાન તેમની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સ (Gada Electronics)માં ગ્રાહકો માટે ખાસ ડિસ્કાઉન્ટની ઓફર રાખી છે. આ રીતે તમામ ગોકુલધામવાસીઓ આ વર્ષે ભારે ઉત્સાહ સાથે ગણપતિ બાપ્પાના આગમનની તૈયારી કરી રહ્યા છે.

ટપુ અને ભીડે વચ્ચે કોણ કરશે ગણેશોત્સવ?

જોકે આ વખતે ભીડે અને ટપુ સેના વચ્ચે નાનકડું યુદ્ધ થવાનું છે. ટપુ સેના આ વખતે પોતે જ ગણેશોત્સવની તૈયારી કરવા માંગે છે. તે જ સમયે ભીડે ઈચ્છે છે કે તે ગણેશોત્સવની તૈયારી કરે. ટપુ સેનાએ એ પણ નક્કી કર્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ગણેશોત્સવનું આયોજન પોતે કરશે. હવે જોઈએ કે આ વખતે ભીડે અને ટપુ સેનામાંથી કોણ ગણેશોત્સવ કરશે.

રીટા રિપોર્ટરની વાપસી

રીટા રિપોર્ટર તાજેતરમાં જ શોમાં પરત ફરી છે. પ્રિયા આહુજાએ રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવે છે. વર્ષ 2019માં માતા બન્યા બાદ પ્રિયાએ શોથી પોતાને દૂર કરી હતી, પરંતુ હવે તે લાંબા વિરામ બાદ પરત ફરી છે. તાજેતરમાં રસીકરણ એપિસોડ પછી રીટા રિપોર્ટિંગ કરતી જોવા મળી હતી. રીટાને જોઈને દર્શકો ખૂબ ખુશ છે.

તમને જણાવી દઈએ કે અગાઉ જ્યારે પણ ગોકુલધામ સોસાયટીમાં કંઈ પણ બનતું ત્યારે રીટા પોતાના કેમેરા સાથે પહોંચી જાય છે. જોકે ભલે પ્રિયા શોમાંથી ગાયબ હતી, પરંતુ તે શોની સ્ટાર કાસ્ટ સાથે સંપર્કમાં રહેતી હતી. શોના સ્ટાર્સ તેને મળતા હતા. પ્રિયાના બેબી શાવરમાં પણ શોના ઘણા પાત્રો ત્યાં પહોંચ્યા હતા. ટપ્પુ સેનાની ટીમ પણ સોશિયલ મીડિયા પર પ્રિયા સાથેના ફોટા શેર કરતી રહે છે.

ગોલી છે ભાઈ

પ્રિયા શોમાં ગોલીનો રોલ કરનાર કુશ શાહને પોતાનો ભાઈ માને છે. રક્ષાબંધન પર પ્રિયાએ કુશ સાથેના ફોટા શેર કર્યા અને તેના માટે એક ખાસ સંદેશ લખ્યો હતો.

આ પણ વાંચો: Janhvi Kapoorએ કર્યો ખુલાસો, ફોટોગ્રાફરોથી બચવા માટે અપનાવવામાં આવી છે આવી યુક્તિઓ, જાણીને તમને લાગશે નવાઈ

આ પણ વાંચો: Sidharth Shukla જ નહીં, બિગ બોસનો ભાગ બનેલા આ સેલેબ્સે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી, જાણો કોણ છે આ સેલિબ્રિટી

g clip-path="url(#clip0_868_265)">