Hungama 2 Trailer : શિલ્પા શેટ્ટીએ કમબેક સાથે કરી ધમાલ, હસીને વળી જશો ઊંધા

|

Jul 01, 2021 | 4:04 PM

હંગામા 2 થી શિલ્પા શેટ્ટી 13 વર્ષ પછી પરત ફરવા જઈ રહી છે. તે છેલ્લે 2007 માં આવેલી ફિલ્મ 'અપને' માં જોવા મળી હતી. તે પછી તે હવે મોટા પડદે પરત ફરવા જઈ રહી છે.

Hungama 2 Trailer : શિલ્પા શેટ્ટીએ કમબેક સાથે કરી ધમાલ, હસીને વળી જશો ઊંધા
Hungama 2

Follow us on

શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) ફિલ્મ હંગામા 2 (Hungama 2) ની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. હાસ્યથી ભરેલી આ ફિલ્મમાં શિલ્પાની સાથે પરેશ રાવલ (Paresh Rawal), મીઝાન જાફરી (Meezan Jafferi), આશુતોષ રાણા અને પ્રણિતા સુભાષ (Pranitha Subhash) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. આ કોમેડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં પરેશ રાવલની મૂંઝવણ દરેકના ચહેરા પર હાસ્ય લાવી રહ્યું છે.

ત્રણ મિનિટના ટ્રેલરની શરૂઆત થાય છે પ્રણિતા સુભાષ એક બાળકીને તેમની સાથે લઇને આવવાથી. તે મીઝાનના ઘરે જાય છે અને આશુતોષ રાણાને કહે છે કે તે અને મીઝાન કોલેજમાં એક બીજાના પ્રેમમાં છે અને આ બાળક તે બંનેનું છે. તે પછી એન્ટ્રી થાય છે વકીલ એટલે કે પરેશ રાવલની અને શરૂ થાય કોમેડી છે.

અહીં જુઓ હંગામા 2 નું ટ્રેલર

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ફિલ્મમાં શિલ્પા શેટ્ટી પરેશ રાવલની પત્નીની ભૂમિકામાં જોવા મળી છે. પરેશ રાવલ મૂંઝવણમાં મૂકાઈ ગયા કે મીઝાન તેમની પત્ની શિલ્પાનો પ્રેમી છે. પરેશ રાવલની આ મૂંઝવણ તમને હસાવશે. હવે આ મૂંઝવણ કેવી રીતે દૂર થાય છે તે માટે તમારે ફિલ્મની રાહ જોવી પડશે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ હંગામા ફ્રેન્ચાઇઝની બીજી ફિલ્મ છે. હંગામામાં અક્ષય ખન્ના, પરેશ રાવલ, આફતાબ શિવદાસાની, રિમિ સેન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ વર્ષ 2003 માં રજૂ કરવામાં આવી હતી.

હંગામા 2 સિનેમાઘરોમાં નહીં પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 23 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હંગામા 2 નું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું છે. અક્ષય ખન્ના આ ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળશે.

શિલ્પાની વાપસી

તમને જણાવી દઈએ કે હંગામા 2 થી શિલ્પા શેટ્ટી 13 વર્ષ પછી પરત ફરવા જઈ રહ્યા છે. તે છેલ્લે 2007 માં આવેલી ફિલ્મ ‘અપને’ માં જોવા મળ્યા હતા. તે પછી તે હવે મોટા પડદે પરત ફરવા જઈ રહ્યા છે. જોકે તે નાના પડદા પર ડાન્સ રિયાલિટી શોને જજ કરતા જોવા મળ્યા હતા.

Next Article