હોલીવુડ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ : સુપ્રસિદ્ધ લેખક-દિગ્દર્શક Peter Bogdanovich નું 82 વર્ષની વયે થયુ નિધન

|

Jan 07, 2022 | 11:32 AM

પીટર બોગદાનોવિચે 1968માં તેની પ્રથમ ફિલ્મ 'ટાર્ગેટ' બનાવી જે ખુબ સફળ રહી. આ પછી તેણે 1971માં 'ધ લાસ્ટ પિક્ચર શો' માં નાટક કર્યું, જે બાદ તેને ઘણી પ્રશંસા મળી.

હોલીવુડ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ : સુપ્રસિદ્ધ લેખક-દિગ્દર્શક Peter Bogdanovich નું 82 વર્ષની વયે થયુ નિધન
Peter Bogdanovich (File Photo)

Follow us on

Peter Bogdanovich Death : હોલિવૂડના ફેન્સ(Hollywood Fans)  માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સુપ્રસિદ્ધ લેખક-દિગ્દર્શક પીટર બોગદાનોવિચનું 82 વર્ષની વયે નિધન થયું છે. તમને જણાવી દઈએ કે, પીટર 70 ના દાયકાના સૌથી લોકપ્રિય ફિલ્મ નિર્માતાઓમાંના એક હતા. તેમનું જીવન પણ હોલીવુડની ડ્રામા(Holly wood drama)  ફિલ્મથી ઓછુ ન હતું. હોલીવુડમાં તેમનું યોગદાન અજોડ છે. તેમણે તેમના કરિયરમાં શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. તે (Peter Bogdanovich)તેની રિયલ લાઈફને કારણે પણ હંમેશા ચર્ચામાં રહેતા હતા.

હોલીવુડ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ

પીટરના મૃત્યુથી હોલીવુડ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમના મૃત્યુના સમાચાર તેની પુત્રી એન્ટોનિયા બોગદાનોવિચે આપ્યા હતા. પીટર કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. મૂળ રીતે સ્ટેજ એક્ટર તરીકે પ્રશિક્ષિત, તેમણે લેખન અને દિગ્દર્શનમાં પણ એક અલગ છાપ છોડી. અગાઉ તેઓ ફિલ્મ પત્રકાર હતા પરંતુ રોજર કોરમેન ‘ધ વાઇલ્ડ એન્જલ્સ’માં તેમની સાથે જોડાયા બાદ તેની ફિલ્મી સફર શરૂ થઈ.

આ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી

પીટરે 1968માં સૌ પ્રથમૉ ફિલ્મ ‘ટાર્ગેટ’ બનાવી જે વિવેચનાત્મક રીતે સફળ રહી. જે બાદ તેણે 1971 માં ‘ધ લાસ્ટ પિક્ચર શો’ (The Last Picture Show) નાટક કર્યું, જેના પછી તેને ખૂબ પ્રશંસા મળી. પ્રથમ ફિલ્મે જ પીટરને એક અલગ ઓળખ આપી. આ ફિલ્મને ઓસ્કારમાં(Oskar Award)  બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે નોમિનેટ કરવામાં આવી હતી. જે બાદ તેણે 1972માં ‘વોટ્સ અપ ડોક?’ નામની કોમેડી ફિલ્મ બનાવી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તેમના જીવનની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંની એક ‘પેપર મૂન’ હતી જે તેમણે 1973માં બનાવી હતી. આ ફિલ્મ માટે તેને ફરી એકવાર એક મોટા એવોર્ડ શો ‘ગોલ્ડન ગ્લોબ’ માં શ્રેષ્ઠ નિર્દેશક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી તેની ત્રણ ફિલ્મો અસફળ રહી પરંતુ તે બાદ તેણે ફરીથી 1979માં રિલીઝ થયેલી ‘સેન્ટ જેક’ નામની કલ્ટ ફિલ્મ દ્વારા વાપસી કરી. પીટરને તેમની શાનદાર ફિલ્મો માટે હંમેશા યાદ કરવામાં આવશે.

આ પણ વાંચો : Happy Birthday Supriya Pathak : ખીચડીની ‘હંસા’ એટલે કે સુપ્રિયા પાઠકે 11 વર્ષ બાદ કર્યું હતું ફિલ્મમાં કમબેક, ફેન્સે કર્યા ભરપૂર વખાણ

Next Article