બોલિવૂડ પર ફરી કોરોનાનો પંજો, સ્વરા ભાસ્કર અને તેનો પરિવાર કોવિડ પોઝિટિવ

બોલિવૂડ પર ફરી કોરોનાનો પંજો, સ્વરા ભાસ્કર અને તેનો પરિવાર કોવિડ પોઝિટિવ
Swara Bhaskar tests positive for Covid-19

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વરા ભાસ્કર પહેલા જ્હોન અબ્રાહમ, મૃણાલ ઠાકુર, અલાયા એફ અને એકતા કપૂર જેવી બોલિવૂડ સેલિબ્રિટી કોરોના પોઝિટિવ બની હતી.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jan 07, 2022 | 9:23 AM

Swara Bhasker : કોરોના (corona)ની ત્રીજી લહેર લગભગ આવી ગઈ છે, જે ઝડપે તે લોકોમાં વધી રહ્યો છે તેણે ફરીથી બધાને જૂના દિવસોની યાદ અપાવી દીધી છે. બોલિવૂડ સેલિબ્રિટી (Bollywood celebrities)ઓ તેમની જીવનશૈલી માટે દરેક માટે એક ઉદાહરણ છે. ત્યાં પણ કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં બોલિવૂડ (Bollywood )ના ઘણા મોટા સેલિબ્રિટીને કોરોના થયો છે.

તેનો પરિવાર પણ આ કોરોનાની ઝપેટમાં

હવે બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર (Bollywood actress Swara Bhaskar)નો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ કોરોનાના વધતા પ્રકોપથી દુર નથી. તે ત્યાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ માહિતી આપી છે કે તે અને તેનો પરિવાર કોરોના પોઝિટિવ થયો છે.

દરેકને સલામત રહેવા અને માસ્ક પહેરવાની અપીલ કરી

સ્વરાએ આ દરમિયાન એ પણ જણાવ્યું કે તે થોડા દિવસો પહેલાથી માથાનો દુખાવો અને તાવ જેવા લક્ષણો અનુભવી રહી હતી અને જ્યારે તેણે તેનો ટેસ્ટ કરાવ્યો તો તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સાથે જ તેનો પરિવાર પણ આ બીમારીની ઝપેટમાં આવી ગયો છે. તેમણે દરેકને સલામત રહેવા અને માસ્ક પહેરવાની અપીલ પણ કરી છે. મેં ડબલ રસી લીધી છે, તેથી આશા છે કે ટૂંક સમયમાં બધું સારું થઈ જશે. તમે લોકો પણ સુરક્ષિત રહો.

સ્વરાનો પરિવાર પણ આઈસોલેટ

તમને જણાવી દઈએ કે, સ્વરાએ જણાવ્યું હતું કે તેને 5 જાન્યુઆરીએ લક્ષણો અનુભવાયા હતા અને તે પછી તેણે પોતાની તપાસ કરાવી હતી. તેમનો પરિવાર પણ આઈસોલેટ છે કારણ કે તેમનામાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. તેમણે કહ્યું છે કે છેલ્લા દિવસોમાં જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેઓની પણ કોવિડની તપાસ કરાવવી જોઈએ અને દરેક વ્યક્તિ સુરક્ષિત રહે, ડબલ માસ્ક પહેરે. આ પહેલા જ્હોન અબ્રાહમ, મૃણાલ ઠાકુર, અલાયા એફ અને એકતા કપૂર જેવી બોલિવૂડ સેલિબ્રિટી પણ કોરોના પોઝિટિવ બની હતી.

આ પણ વાંચો : GOLD : હવે પ્રયોગશાળા નહિ પણ મોબાઈલની એક ક્લિક જણાવશે તમારું સોનુ અસલી છે કે નકલી, જાણો વિગતવાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati