Holi 2022: આ બોલિવૂડ સ્ટાર્સ હોળીની નથી ઉજવતા, તેઓ રંગોથી દૂર રહે છે

|

Mar 18, 2022 | 1:50 PM

હોળી આનંદ અને રંગોનો તહેવાર છે. આ તહેવારનું નામ સાંભળતા જ લોકોના ચહેરા પર સ્મિત આવી જાય છે. ભારતને વિવિધતાઓનો દેશ માનવામાં આવે છે. દેશના જુદા જુદા ભાગોમાં તહેવારો અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.

Holi 2022: આ બોલિવૂડ સ્ટાર્સ હોળીની નથી ઉજવતા, તેઓ રંગોથી દૂર રહે છે
આ બોલિવૂડ સ્ટાર્સ હોળીની ઉજવતા નથી ,

Follow us on

Holi 2022: સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલિવૂડની હોળી પણ ઘણી ફેમસ છે. ફિલ્મ જગતના સ્ટાર્સ આ તહેવારને પોતપોતાની શૈલીમાં ઉજવે છે. જ્યાં ઘણા સેલેબ્સ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. તે જ સમયે, કેટલાક સ્ટાર્સ એવા છે જે હોળી નથી રમતા. આજે અમે તમને એવા ફિલ્મ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રંગોથી દૂર રહે છે.

કરીના કપૂર ખાન

સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન રંગોથી દૂર રહે છે. તે હોળી રમતી નથી. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે આ પાછળનું કારણ લોકો સાથે શેર કર્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેના દાદા એટલે કે રાજ કપૂરના મૃત્યુ પછી તેણે હોળી રમવાનું બંધ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે એક સમયે રાજ કપૂરના સમયમાં હોળીની ઉજવણી આખા બોલિવૂડમાં ફેમસ હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

જ્હોન અબ્રાહમ

રંગોથી અંતર રાખનારા કલાકારોમાં જોન અબ્રાહમનું નામ પણ સામેલ છે. તેઓ માને છે કે રંગોમાં વપરાતા અનેક પ્રકારના રસાયણો પ્રકૃતિને ભારે નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે અભિનેતા આ ફેસ્ટિવલ સાથે વધારે જોડાતો નથી. જ્હોન ટૂંક સમયમાં ફિલ્મ ‘એટેક’માં જોવા મળશે. તેની ફિલ્મ 1 એપ્રિલે રિલીઝ થશે.

 

કૃતિ સેનન

કૃતિ સેનન પણ રંગોથી દુર રહે છે. એક સમયે તે તેના ઘરે હોળી રમતી હતી, પરંતુ હવે તે રંગોથી દૂર રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ હોળીના અવસર પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની સાથે લીડ રોલમાં જોવા મળશે.

 

રણવીર સિંહ

બોલિવૂડમાં સતત અનેક હિટ ફિલ્મો આપનાર અભિનેતા રણવીર સિંહ પણ હોળી નથી રમતા. રંગબેરંગી કપડામાં જોવા મળતા કલાકારો વાસ્તવિક રંગોથી દૂર રહેવાનું પસંદ કરે છે. રંગો ન રમવાનું કારણ તેમણે સ્વચ્છતા જણાવ્યું છે. જણાવી દઈએ કે ‘ગલી બોય’ એક્ટર છેલ્લે ફિલ્મ ’83’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.

 

રણબીર કપૂર

રણબીર કપૂરે પણ લાંબા સમયથી હોળીની ઉજવણી કરી નથી. તે રંગોથી દૂર રહેવાનું પસંદ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યે જવાની હૈ દીવાનીના ગીત બલમ પિચકારીના શૂટિંગ દરમિયાન પણ તે રંગોના કારણે ખૂબ જ અસહજ અનુભવી રહ્યો હતો.

 

આ પણ વાંચો : Holi 2022: લાઠીમાર હોળીથી લઈને રોયલ હોળી સુધી, જાણો કેવી રીતે દેશના અલગ-અલગ ભાગોમાં ઉજવવામાં આવે છે હોળી

Next Article