AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નુસરત જહાંને બાળકના પિતા અંગે પુછવામાં આવ્યો સવાલ, તેનો જવાબ સાંભળીને બધા ચોંકી ગયા

પ્રેગ્નેન્સી દરમિયાન TMC સાંસદ નુસરતને ઘણી વાર એક્ટર યશ દાસગુપ્તા સાથે સ્પોટ કરવામાં આવી હતી. એટલું નહી નુસરતને ડિલીવરી વખતે હોસ્પિટલ પણ યશ લઇને ગયા હતા

નુસરત જહાંને બાળકના પિતા અંગે પુછવામાં આવ્યો સવાલ, તેનો જવાબ સાંભળીને બધા ચોંકી ગયા
Hear what Nusrat Jahan said about her baby's father
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 3:54 PM
Share

TMC સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) પોતાના અંગત જીવન માટે છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. ગયા મહિને માતા બન્યા બાદ નુસરત બુધવારે દેખાઈ હતી. કોલકાતામાં એક કાર્યક્રમમાં નુસરત જોવા મળી હતી. આ દરમિયાન નુસરતને ઘણા વ્યક્તિગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે એક પત્રકારે નુસરતને તેના બેટર હાફ વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, ‘આ એક ખૂબ જ અસ્પષ્ટ પ્રશ્ન છે અને બાળકનું પિતા કોણ છે આ સવાલ પૂછવો એ કોઇ પણ મહિલાના ચારિત્ર્ય પર કાળો ધબ્બો લગાવવા સમાન છે. બાળકના પિતાને ખબર છે કે તે પિતા છે અને અમે બંને મળીને પેરેન્ટ્સહૂડને એન્જોય કરી રહ્યા છીએ.

જ્યારે કોઇએ પુછ્યુ કે તેમના દિકરાની ઝલક ક્યારે જોવા મળશે તો નુસરતે જણાવ્યુ કે, આ સવાલ તમારે તેના પિતાને પુછવો જોઇએ કારણે કે તે કોઇને પોતાનો દિકરો નથી બતાવવા માંગતો. પોતાના મધરહૂડ એક્સપિરિયન્સ વિશે નુસરતે જણાવ્યુ કે, આ નવી જીંદગી છે, એવું લાગે છે કે જાણે નવી શરૂઆત થઇ છે. નુસરતે એ પણ જણાવ્યુ કે તેના દિકરાનું નામ યિશાન રાખ્યુ છે.

ગત અઠવાડિયે નુસરતે પોતાના નવા લુકની તસવીર શેયર કરતા ટ્રોલર્સને જવાબ આપ્યો હતો. તેણે પોતાની એક તસવીર શેયર કરતા ફોટો ક્લિક કરવાની ક્રેડિટ બાળકના પિતાને આપી. આ સાથે જ નુસરતે કેપ્શન લખ્યુ કે, જેની તમે સલાહો નથી લેવા માંગતા તેમની આલોચનાઓ પણ ન લો.

પ્રેગ્નેન્સી દરમિયાન નુસરતને ઘણી વાર એક્ટર યશ દાસગુપ્તા સાથે સ્પોટ કરવામાં આવી હતી. એટલું નહી નુસરતને ડિલીવરી વખતે હોસ્પિટલ પણ યશ લઇને ગયા હતા અને બંને સાથે બેબીને લઇને ઘરે ગયા હતા.

નુસરતે નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એટલું જ નહીં પણ લગ્ન બાદ પણ બંને સાથે જ રહેતા હતા. પરંતુ બાદમાં અચાનક બંને વચ્ચે અણબનાવના સમાચારો સામે આવવા લાગ્યા અને પછી એક દિવસ નુસરતે નિવેદન આપ્યુ તે તેમણે નિખિલ સાથે કાયદાકીય રીતે લગ્ન નથી કર્યા. બે અલગ અલગ ધર્મના લોકોના લગ્ન માટે સ્પેશિયલ મેરિજ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે પરંતુ એવું નથી થયુ એટલે આ લગ્ન ગેરકાયદેસર છે.

આ પણ વાંચો –

Gandhinagar : આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાન મોટાપાયે ગુજરાતમાં રોકાણ કરશે, FDI રોકાણો અને ઉદ્યોગોના વિકાસ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન : સીએમ

આ પણ વાંચો –

Devendra jhajharia : પેરાલિમ્પિક પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝડિયા, રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટે ખેલાડીઓની કરશે પસંદગી

g clip-path="url(#clip0_868_265)">