વરુણ ધવનને જન્મદિવસની અનોખી શુભેચ્છાઓ મળી, કિયારાએ કહ્યું, ‘જુગ જુગ જિયો’
વરુણ ધવને (Varun Dhawan) પોતાના કરિયરમાં લગભગ 30 ફિલ્મોમાં કામ કર્યું છે. વરુણ ધવને તેના પિતા ડેવિડ ધવનની પ્રખ્યાત ફિલ્મો 'કુલી નંબર 1' અને 'જુડવા'ની રીમેકમાં પોતાની શાનદાર એક્ટિંગથી બધાને હસાવ્યા છે.
વરુણ ધવન (Varun Dhawan) ગઈકાલે તેનો 33મો જન્મદિવસ (Varun Dhawan Birthday) ઉજવ્યો છે. તેનો જન્મ 1987માં મુંબઈમાં (Mumbai) થયો હતો. તેના આ ખાસ દિવસે વરુણને તેના મિત્રો અને લાખો ચાહકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે. આ વખતે તેને ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની સમગ્ર કાસ્ટ દ્વારા એક વાયરલ વિડીયો બહાર પાડવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જુગ જુગ જિયો ફિલ્મની આખી ટીમ વરુણને ‘જુગ જુગ જીવવા’ માટે આશીર્વાદ આપી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, કિયારા અડવાણી અને નીતુ કપૂર જેવા સુપરસ્ટાર સામેલ છે.
બધાએ કહ્યું જુગ જુગ જિયો વરુણ
ધર્મા પ્રોડક્શનની અપકમિંગ ફિલ્મ જુગ જુગ જિયોની ટીમ વતી, ફિલ્મના મુખ્ય અભિનેતા વરુણ ધવનને એક ખાસ વિડિયો બનાવીને એક અનોખી શૈલીમાં અભિનેતા પર પ્રેમ વરસાવ્યો છે. જેમાં અનિલ કપૂર, નીતુ કપૂર, કિયારા અડવાણી, પ્રાજકતા કોહલી, મનીષ પોલ સહિત ઘણા લોકોના નામ સામેલ છે.
View this post on Instagram
આ સાથે સમગ્ર કલાકારોએ તેમના સંદેશના અંતમાં તેમની ફિલ્મનું શીર્ષક ઉમેરીને વરુણને અભિનંદન પાઠવ્યા હતા.જેનાથી ક્યાંકને ક્યાંક ફિલ્મનો પ્રચાર પણ થયો હતો.આ ફિલ્મ આગામી તા. 24/06/2022ના રોજ રિલીઝ થશે. રાજ મહેતાના નિર્દેશનમાં બનેલ આ ફેમિલી ડ્રામા વરુણ ધવન સાથે કિયારા અડવાણી લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.
વરુણની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી મોટી હિટ ફિલ્મો સામેલ છે.
વરુણ તેના લુક અને સ્ટાઈલ માટે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. વરુણે 2010માં આવેલી કરણ જોહરની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, તેને કરણ જોહર દ્વારા 2012માં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં અભિનેતા તરીકે સામેલ કરવામાં આવ્યો. આ ફિલ્મ બાદ વરુણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
વરુણ ધવને તેના પિતા ડેવિડ ધવનની પ્રખ્યાત ફિલ્મો કુલી નંબર 1 અને જુડવાની રીમેકમાં કોમેડીથી બધાને હસાવ્યા છે, જ્યારે 2015માં શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘બદલાપુર’ અને ‘ઓક્ટોબર’માં તેનું ગંભીર પાત્ર પણ ખૂબ જ પ્રશંસનીય હતું.
View this post on Instagram
તેના અંગત જીવનની વાત કરીએ તો, વરુણ ધવને જાન્યુઆરી 2020માં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા સાથે લગ્ન કર્યા હતા. જો વરુણના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, જુગ જુગ જિયો સિવાય, તે કૃતિ સેનન સાથે ‘ભેડિયા’ ફિલ્મમાં પણ જોવા મળશે.