Happy Birthday : 16 વર્ષની ઉંમરે પિતા સાથે કરી બગાવત, આજે કંગના રનૌત છે બોલિવૂડની ક્વીન

|

Mar 23, 2022 | 9:42 AM

બોલિવૂડ ક્વીન કંગના રનૌતનો આજે જન્મદિવસ છે. અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આ દિવસોમાં કંગના OTT પર તેના શો 'લોક અપ'ને લઈને પણ ચર્ચામાં છે.

Happy Birthday : 16 વર્ષની ઉંમરે પિતા સાથે કરી બગાવત, આજે કંગના રનૌત છે બોલિવૂડની ક્વીન
Kangana Ranaut (File Photo)

Follow us on

Happy Birthday : બોલિવૂડની ક્વીન કંગના રનૌત(Actress Kangana ranaut) આજે પોતાનો 35મો જન્મદિવસ (Kangana Ranaut Birthday) ઉજવી રહી છે.અભિનેત્રી કંગના બિન્દાસ અંદાજને કારણે આજે લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે એટલું જ નહીં, પરંતુ આ અભિનેત્રી બોલીવુડથી(Bollywood)  લઈને સામાજિક, રાજકારણ સુધીના મુદ્દાઓ પર તેના અભિપ્રાય આપવા માટે પણ જાણીતી છે. બોલિવૂડમાં કામ કરવા છતાં કંગના આ ઈન્ડ્સ્ટ્રીના અનેક લોકો સામે સવાલ ઉઠાવતી જોવા મળે છે. અભિનેત્રીના ફેન્સ (Fans) તેને આ બાબાત પર પ્રોત્સાહિત કરતા પણ જોવા મળે છે, પરંતુ કંગના પણ ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે.

અભિનેત્રીના પિતા નહોતા ઈચ્છતા કે કંગના ફિલ્મોમાં કામ કરે

કંગનાનો જન્મ 23 માર્ચ, 1987ના રોજ હિમાચલ પ્રદેશના (Himachal pradesh) મંડી જિલ્લાની નજીક આવેલા સૂરજપુર ભાભનાલામાં થયો હતો, તેના માતા-પિતા ઇચ્છતા હતા કે તે ડોક્ટર બને, પરંતુ તે તેના માતા-પિતા સાથે ઝઘડો કરીને દિલ્હી આવી ગઈ.તમને જણાવી દઈએ કે, કંગના 16 વર્ષની ઉંમરે દિલ્હી પહોંચી અને પછી મોડલ બની. તેના પિતા નહોતા ઈચ્છતા કે કંગના ફિલ્મોમાં કામ કરે. આ પછી તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી, જોકે આજે તેમનો પરિવાર કંગનાના દરેક નિર્ણયથી ખુશ છે.

2006માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું

કંગનાએ 2006માં ફિલ્મ ગેંગસ્ટરથી ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ બોલિવૂડ પર પ્રભુત્વ મેળવવાની તેની સફર શરૂ થઈ.કંગનાએ અત્યાર સુધીમાં લગભગ 34 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ઘણી મોટી હિટ સાબિત થઈ છે અને બીજી ઘણી ફિલ્મો કંગનાએ બોક્સ ઓફિસ પર કોઈ પુરુષ કલાકારો વગર પણ પોતાના દમ પર ચલાવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જ્યારે બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોને એક વખત પણ નેશનલ એવોર્ડ (National Award)નથી મળ્યો, ત્યારે કંગના એવી અભિનેત્રી છે જેને તેના શાનદાર કામ માટે ત્રણ વખત નેશનલ એવોર્ડ મળ્યો છે.

બોલિવૂડમાં મિત્રો ઓછા , પણ દુશ્મનોની યાદી લાંબી

કંગનાએ પોતાની ફિલ્મી કરિયરમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે દુશ્મનીનો માહોલ ઉભો કર્યો છે.એવું કહી શકાય કે અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં ભલે થોડા મિત્રો બનાવ્યા હોય પરંતુ દુશ્મનોની યાદી ઘણી લાંબી છે, જેમાં કરણ જોહર,ઋતિક રોશન, અભ્યાસ સુમન, આદિત્ય પંચોલી, અપૂર્વ અસરાની જેવા ઘણા લોકો છે, જેમના પર કંગનાએ મોટા આરોપ લગાવીને સનસનાટી મચાવી દીધી હતી.

આ પણ વાંચો : અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે અભિનેતા સલમાન ખાનને પાઠવ્યુ સમન્સ, જાણો શું છે મામલો ?

આ પણ વાંચો : The Kashmir Files માં બાળ કલાકારે કડકડતી ઠંડીમાં બે મહિના સુધી શૂટિંગ કર્યું, દમદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા

Next Article