Happy birthday Bhimsen Joshi : પંડિત ભીમસેન જોશીએ 19 વર્ષની ઉંમરમાં ગાવાનું કર્યું હતું શરૂ, ભારત રત્નથી છે સન્માનિત
ભીમસેન જોશીએ (Bhimsen Joshi) વર્ષ 1941માં માત્ર 19 વર્ષની ઉંમરે સ્ટેજ પર પોતાનું પ્રથમ પરફોર્મન્સ આપ્યું હતું. તેમનું પહેલું આલ્બમ 20 વર્ષની ઉંમરે રિલીઝ થયું હતું. જેમાં કન્નડ અને હિન્દીમાં કેટલાક ધાર્મિક ગીતો હતા.
ભારતીય ગાયક ભીમસેન જોશી ( Bhimsen Joshi) હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જાણીતું નામ છે. ભીમસેન જોશીનો જન્મ 4 ફેબ્રુઆરી 1922ના રોજ કર્ણાટકના ગડગમાં થયો હતો. તેમના પિતાનું નામ ગુરુરાજ જોશી હતું, જેઓ સ્થાનિક હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક અને કન્નડ, અંગ્રેજી અને સંસ્કૃતના વિદ્વાન હતા. ભીમસેન જોશીના પરિવારમાં લગભગ દરેક જણ સંગીત સાથે સંકળાયેલા છે. ભીમસેન જોશી કિરાણા ઘરાનાના શાસ્ત્રીય ગાયક હતા. તેણે 19 વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું. વધુમાં તેમણે સાત દાયકા સુધી શાસ્ત્રીય ગાવાનું ચાલુ રાખ્યું. ભીમસેન જોશીએ તેમની ગાયકી શૈલીથી કર્ણાટક જ નહીં પરંતુ સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે
ભીમસેન જોશીને ‘ભારત રત્ન’થી કરવામાં આવ્યા સન્માનિત
પંડિત ભીમસેન જોશીને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને બીજા ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ભીમસેન જોશીની ગણના દેશ-વિદેશમાં લોકપ્રિય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયકોમાં થાય છે. ભીમસેન જોશીને બાળપણથી જ સંગીતમાં રસ હતો. તેઓ કિરાણા ઘરાનાના સ્થાપક અબ્દુલ કરીમ ખાનથી ખૂબ પ્રભાવિત હતા.
વર્ષ 1932માં તેઓ ગુરુની શોધમાં ઘર છોડીને ચાલ્યા ગયા હતા. જે પછી તે બીજા બે વર્ષ બીજાપુર, પુણે અને ગ્વાલિયરમાં રહ્યા હતા. તેમણે ગ્વાલિયરમાં ઉસ્તાદ હાફિઝ અલી ખાન પાસેથી સંગીતના પાઠ પણ લીધા હતા. અને તેમણે અબ્દુલ કરીમ ખાનના શિષ્ય પંડિત રામભાઉ કુંડલકર પાસેથી શાસ્ત્રીય સંગીતનું પ્રારંભિક શિક્ષણ લીધું હતું.
ભીમસેન જોશીને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા છે.
પંડિત ભીમસેન જોશી વર્ષ 1936માં જાણીતા ખયાલ ગાયક હતા. ખયાલની સાથે તેમને ઠુમરી અને ભજનમાં પણ નિપુણતા હતી. ભીમસેન જોશીએ બે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની સુનંદા કટ્ટી હતી, જેની સાથે તેમણે 1944માં લગ્ન કર્યા હતા સુનંદા થી ચાર બાળકો રાઘવેન્દ્ર, ઉષા, સુમંગલા અને આનંદ હતા. 1951માં તેમને કન્નડ નાટક ભાગ્ય શ્રીમાં તેણીની સહ કલાકાર વત્સલા મુધોળકર સાથે લગ્ન કર્યા. પરંતુ તેણે ન તો તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા અને ન તો તેનાથી અલગ થયા.
તો બીજી તરફ વત્સલાથી પણ તેને ત્રણ બાળકો જયંત, શુભદા અને શ્રીનિવાસ જોશી થયા હતા. સમયની સાથે તેની બંને પત્નીઓ સાથે રહેવા લાગી અને બંને પરિવાર પણ એક થઈ ગયા. પરંતુ બાદમાં જ્યારે તેમને લાગ્યું કે આ યોગ્ય નથી. ત્યારે તેમની પ્રથમ પત્ની અલગ થઈ ગઈ અને પુણેના સદાશિવ પેઠના લીમવાડીમાં ભાડાના મકાનમાં રહેવા લાગી હતી.
19 વર્ષની ઉંમરે સ્ટેજ પર પહેલું પરફોર્મન્સ આપ્યું હતું
ભીમસેન જોશીએ વર્ષ 1941માં માત્ર 19 વર્ષની ઉંમરે સ્ટેજ પર પોતાનું પ્રથમ પરફોર્મન્સ આપ્યું હતું. તેમનું પહેલું આલ્બમ 20 વર્ષની ઉંમરે રિલીઝ થયું હતું જેમાં કન્નડ અને હિન્દીમાં કેટલાક ધાર્મિક ગીતો હતા. આના બે વર્ષ પછી તેણે મુંબઈમાં રેડિયો કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
પંડિત ભીમસેન જોશીએ તાનસેન, સુર સંગમ, બસંત બહાર અને અંકહી સહિતની ઘણી ફિલ્મો માટે ગીતો પણ ગાયા હતા. ભીમસેન જોશીએ કલાશ્રી અને લલિત ભટિયાર જેવા નવા રાગો પણ ઘણા રાગોનું મિશ્રણ કરીને રચ્યા હતા. પંડિત ભીમસેન જોશીનું અવસાન 24 જાન્યુઆરી 2011ના રોજ થયું હતું.
આ પણ વાંચો : Maharashtra : પુણેના યરવડા શાસ્ત્રી નગર વિસ્તારમાં નિર્મણાધીન ઈમારત ધરાશાયી, 5ના મોત, 5 ઘાયલ
આ પણ વાંચો : Gandhinagar: “ઢબુડી મા” સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ, પરિવાર સહિત ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરાર