Maharashtra : પુણેના યરવડા શાસ્ત્રી નગર વિસ્તારમાં નિર્મણાધીન ઈમારત ધરાશાયી, 5ના મોત, 5 ઘાયલ
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-5) રોહિદાસ પવારે જણાવ્યું કે ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે જ્યારે 5 અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા.
લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં નિર્માણાધીન ઇમારતો ઘરાશયી થવાનો સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં જ ખબર આવી છે કે, વધુ એક ઇમારત ધરાશયી થઇ છે. મહારાષ્ટ્રના (Maharashtra) પુણેના (Pune) યરવડા શાસ્ત્રી નગર (Yerwada Shastri Nagar) વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે આ ઘટના બિલ્ડિંગના ભોંયરામાં બની હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-5) રોહિદાસ પવારે જણાવ્યું કે ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે જ્યારે 5 અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, ગત મહિને જ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક બહુમાળી ઇમારત પડવાથી એક વૃદ્ધ અને ત્રણ યુવતીઓ સહીત 9 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક નાગરિક સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈના પશ્ચિમ વિસ્તારના બહેરામ નગરમાં બપોરે લગભગ 3.50 વાગ્યે ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી.
તો બીજી તરફ ગત મહિને મધ્યપ્રદેશના ઈન્દોરના તેજાજી નગરમાં એક નિર્માણાધીન શાળાની છત તૂટી પડતાં 10 થી વધુ મજૂરો ઘાયલ થયા હતા. તે સમયે આ અકસ્માત થયો ત્યારે બાંધકામના સ્થળે 20 મજૂરો કામ કરી રહ્યા હતા. અહીં શટરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બાંધકામ હેઠળની શાળાની આ છત તૂટી પડી હતી. અચાનક શટરિંગનો એક છેડો ખૂલી ગયો અને છત નીચે પડવા લાગી. જેમાં અહીં કામ કરતા મજૂરો તેની નીચે દબાઈ ગયા હતા.
કાલબાદેવી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી
થોડા મહિના પહેલા મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં એક 61 વર્ષીય વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયું હતું. જો કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ગયા વર્ષે જૂન 2021માં મુંબઈના મલાડ વેસ્ટમાં એક ઈમારત ધરાશાયી થતાં 11 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 7 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પાકિસ્તાન કનેક્શનની વાત ખોટી : ATS
આ પણ વાંચો : વલસાડઃ સરપંચ સન્માન સમારોહમાં કેબિનેટ પ્રધાન નરેશ પટેલનો બફાટ, જાણો શું બોલ્યા નેતા