બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલની થશે ધરપકડ ! રાંચી કોર્ટે જાહેર કર્યું વોરંટ, જાણો શું છે સમગ્ર મામલો
'ગદર 2'ની અભિનેત્રી મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. હકીકતમાં, રાંચીની સિવિલ કોર્ટે અમીષા અને તેના બિઝનેસ પાર્ટનર કૃણાલ વિરુદ્ધ ગુરુવારે વોરંટ જાહેર કર્યું છે. ફરિયાદ નોંધાવનાર અજય કુમાર સિંહ ઝારખંડના ફિલ્મ નિર્માતા છે. તેણે જ અમીષા પટેલ અને તેના સાથી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ‘ગદર 2’ની અભિનેત્રી મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. હકીકતમાં, રાંચીની સિવિલ કોર્ટે અમીષા અને તેના બિઝનેસ પાર્ટનર કૃણાલ વિરુદ્ધ ગુરુવારે વોરંટ જાહેર કર્યું છે. ફરિયાદ નોંધાવનાર અજય કુમાર સિંહ ઝારખંડના ફિલ્મ નિર્માતા છે. તેણે જ અમીષા પટેલ અને તેના સાથી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
સમન્સ જાહેર કરવા છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ રાંચી સિવિલ કોર્ટમાંથી ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ જાહેર કર્યુ છે. આ કેસ ઝારખંડના રહેવાસી ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહ વતી અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનર કુણાલ સાથે સંબંધિત છે. જેમાં અમીષા પટેલ પર ચેક બાઉન્સ, છેતરપિંડી અને ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. આ જ કેસમાં અમીષા પટેલને હાજર થવા માટે સમન્સ ઈશ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ અનેક વખત સમન્સ મોકલવા છતાં તે પોતે કે તેના એડવોકેટ દ્વારા કોર્ટમાં હાજર રહી ન હતી. ત્યારે હવે આગામી સુનાવણી 15 એપ્રિલે થશે.
અમીષા પર ઉચાપતનો આરોપ
અરગોરાના રહેવાસી અજય કુમાર સિંહે 17 નવેમ્બર 2018ના રોજ રાંચી CJM કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે અમીષા પટેલે સંગીત બનાવવાના નામે અજય કુમાર સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. રકમ લીધા પછી, તેણે સંગીત નિર્માણ તરફ કોઈ પગલું ન ભર્યું.
અમીષા પટેલ પર 2.5 કરોડની ઉચાપતનો આરોપ
આ સાથે અમીષા પટેલ પર ફિલ્મ દેશી મેજિક બનાવવાના નામે અજય સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ છે. કરાર મુજબ, જ્યારે ફિલ્મ જૂન 2018 માં રિલીઝ થઈ ન હતી, ત્યારે અજયે અમીષા પાસે પૈસાની માંગ કરી હતી. ઘણી વિલંબ પછી, ઓક્ટોબર 2018માં 2.5 કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપવામાં આવ્યા હતા, જે બાઉન્સ થયા હતા. આ પછી અજય સિંહે રાંચી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
આ પણ વાંચો;પ્રિયંકા ચોપરાએ દીકરી માલતીને કરાવ્યા બાપ્પાના દર્શન, જુઓ સિદ્ધિવિનાયક મંદિરની તસવીરો
કેસની આગામી સુનાવણી 15 એપ્રિલે થશે
એક અહેવાલ મુજબ, રાંચીની સિવિલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે કારણ કે અમીષા પટલે કે તેના વકીલ તેમનો કેસ રજૂ કરવા માટે સમન્સ હોવા છતાં કોર્ટમાં હાજર થયા ન હતા. તે જ સમયે, કેસની આગામી સુનાવણી માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…