Raah Jue Shangar Adhuro song Lyrics : ગુજરાતી ફિલ્મ 21મું ટિફિનનું મનપસંદ સોન્ગની જુઓ લિરીક્સ
Raah Jue Shangar Adhuro song Lyrics : ઘણીવાર ગુજરાતી સોન્ગ પણ એવા મ્યુઝિક સાથે બનાવવામાં આવે છે કે તેને આપણે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે. આ સોન્ગ પણ એવું જ છે જેને યુવાનો પણ ઘણું પસંદ કરી રહ્યા છે.
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે ગુજરાતી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
એક ટ્રેન્ડ હતો કે જ્યારે મોટી ઉંમરના લોકો જ ગુજરાતી ફિલ્મ જોવાનું પસંદ કરતા હતા પરંતુ હવે એવો સમય છે કે લોકો ગુજરાતી ફિલ્મની સાથે-સાથે અત્યારે ગુજરાતી સોન્ગને પણ પસંદ કરતા થયા છે. તેનું એક કારણ એ પણ છે કે તેના સંગીતનો બદલાવ. આ સોન્ગ ગુજરાતી ફિલ્મ 21મું ટિફિનનું છે, જેને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. મ્યુઝિક મેહુલ સુરતીએ આપ્યું છે અને મહાલક્ષ્મીએ સ્વર આપ્યો છે.
રાહ જુએ શણગાર અધુરો લિરીક્સ —————————————-
ના વેણ ના કહેણ ના બોલ કોઈ યાદ ને બારણે ય ટકોરાનો આવ્યો ના સાદ રાહ જુએ શણગાર અધુરો
રાહ જુએ શણગાર અધુરો રાહ જુએ શણગાર અધુરો રાહ જુએ શણગાર અધુરો વાદળ વાદળ આંખનો ખુણો વાદળ વાદળ આંખનો ખુણો રાહ જુએ શણગાર અધુરો રાહ જુએ શણગાર અધુરો
में तो तुम्हरे मिलन को आयी री में तो तुम्हरे मिलन को आयी री
પાયલ હાથમાં, છે પગ ચુડી આંખ ઘસી કુમકુમ, જગ ભુલી પાયલ હાથમાં, છે પગ ચુડી આંખ ઘસી કુમકુમ, જગ ભુલી કાન ઉપર નથ, નાકમાં બાલી લાલી લલાટ ઉપર અતિ વ્હાલી દ્વાર યુગોથી ઉઘાડી મુક્યો દ્વાર યુગોથી ઉઘાડી મુક્યો રાહ જુએ શણગાર અધુરો રાહ જુએ શણગાર અધુરો …
અલકામાં ગરજે છે વાદળ અપાર જોવે છે ખોલીને યક્ષિણી દ્વાર ના યક્ષ છે ના યક્ષના કોઈ સમાચાર છે વાદળ ને વાદળનો ઘેરો વિસ્તાર