Video : જાણો કેમ પરસેવો વહાવી રહ્યો છે મલ્હાર ઠાકર ? જીમમાંથી શેર કર્યો વર્કઆઉટનો મજેદાર વીડિયો
ગુજરાતી સિનેમાના લોકપ્રિય એક્ટર મલ્હાર ઠાકરની અપકમિંગ ગુજરાતી ફિલ્મો 'સારાભાઈ', 'વિકીડાનો વરઘોડો', 'લોચા લાપસી' વગેરે છે.

ફિલ્મ ‘છેલ્લા દિવસ’નો વિકીડો (Malhar Thakar) આજકાલ જીમમાં ખૂબ પરસેવો વહાવી રહ્યો છે. તેણે પોતાની એક્ટિંગથી ઢોલીવૂડમાં એક અલગ જ જગ્યા બનાવી જ છે અને હવે તે પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપી રહ્યો છે. મલ્હારે હાલમાં જ જીમમાં કસરત કરતો એક વીડિયો શેર કર્યો છે. મલ્હાર કસરતની સાથે સાથે પોતાની ડાયટ પર પણ ખૂબ ધ્યાન આપી રહ્યો છે. મલ્હારે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે તેના ફેન્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. તેના ફેન્સ આ વીડિયો પર મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. તો પહેલા જોઇ લો આ વીડિયો
View this post on Instagram
મલ્હારના અપકમિંગ પ્રોજેક્ટ્સ
ગુજરાતી સિનેમાના લોકપ્રિય એક્ટર મલ્હાર ઠાકરની અપકમિંગ ગુજરાતી ફિલ્મો ‘સારાભાઈ’, ‘વિકીડાનો વરઘોડો’, ‘લોચા લાપસી’ વગેરે છે. આ સિવાય તે ફિલ્મમેકર સંદીપ પટેલ, વિરલ શાહની આગામી ફિલ્મમાં જોવા મળશે. મલ્હારે હાલમાં યુવા ડિરેક્ટર હેનિલ ગાંધીની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું કે જેમાં જયેશ મોરે, રાગી જાની જેવા એક્ટર્સ પણ મહત્વના રોલમાં જોવા મળશે.
જબરદસ્ત એક્ટિંગથી છાપ છોડી
મલ્હાર ઠાકરે ગુજરાતી સિનેમામાં ‘છેલ્લો દિવસ’ નામની અર્બન ગુજરાતી ફિલ્મ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ મલ્હાર ઠાકરે ‘સાહેબ’, ‘શરતો લાગુ’, ‘પાસપોર્ટ’, ‘લવની ભવાઈ’ અને ‘ગોળકેરી’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર આગામી સમયમાં ‘વિકીડાનો વરઘોડો’, ‘કેસરિયો’ સહિતની ગુજરાતી ફિલ્મ્સમાં જોવા મળશે.
આ પણ વાંચો –
Mouni Roy Wedding : કોરોના રિપોર્ટ વિના ‘નો એન્ટ્રી’, અભિનેત્રી મૌની રોયે તેના મહેમાનો પાસે માંગ્યો RT-PCR રિપોર્ટ
આ પણ વાંચો –
સોશિયલ મીડિયા પર #WeMissYouSRK થયુ ટ્રેન્ડ, યુઝર્સ આ રીતે કિંગખાનને કરી રહ્યા છે યાદ
આ પણ વાંચો –