Breaking News : ગુજરાતની 2 ફેમસ સિંગર રાજલ બારોટ અને નેહલ સુથારની જીત થઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલીક પાર્ટીએ સામાન્ય નાગરિકથી લઈ કલાકારોને ટિકિટ આપી હતી. તો કેટલીક પાર્ટીએ સોશિયલ મીડિયા સ્ટારને ટિકિટ આપીહતી. ત ગુજરાતની 2 ફેમસ સિંગર રાજલ બારોટ અને નેહલ સુથારની જીત થઈ છે.

Breaking News : ગુજરાતની 2 ફેમસ સિંગર રાજલ બારોટ અને નેહલ સુથારની જીત થઈ
| Edited By: | Updated on: Apr 28, 2026 | 5:20 PM

જાણીતા લોકગાયિકા રાજલ બારોટની ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીત થઈ છે. ત્યારે ગુજરાતની બે ફેમસ સિંગર નેહલ સુથાર અને રાજલ બારોટે જીત મેળવી છે.ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારથી બે ફેમસ સિંગરના નામ ઉમેદવાર તરીકે જાહેર થયા હતા. ત્યારથી બંન્ને ખુબ ચર્ચામાં રહી હતી. તેમાં એક નામ નેહલ સુથાર હતુ. જેમમે વિજાપુર તાલુકા પંચાયત ફુદેડા બેઠક પરથી ચૂંટણી લડી હતી. બીજું નામ રાજલ બારોટ હતુ. હવે આ બંન્ને સિંગર લોકોની સેવા કરશે. કારણ કે, બંન્ને પર લોકોએ વિશ્વાસ મુક્યો છે અને બંન્નેને મોટી જીત અપાવી છે.

રાજલ બારોટ અને નેહલ સુથારની જીત થઈ

મહેસાણાની વિજાપુર તાલુકા પંચાયત ફુદેડા બેઠક પર ભાજપનો વિજય થયો છે.લોકગાયિકા નેહલ સુથારનો ભવ્ય વિજય થયો છે.1390 થી વધુ મતો થી ભાજપની જીત થઈ છે.ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે ઉના ની શાહ hd હાઈસ્કુલ ખાતે મતદાન મથકમાં મતદાન કર્યું હતુ.વિજાપુર તાલુકા પંચાયત ફુદેડા સીટ ના ભાજપના ઉમેદવાર લોકગાયિકા નેહા સુથારે સરદારપુરા ગામે મતદાન કર્યું ત્યારે ભારે લીડ સાથે જીતની આશા વ્યક્ત કરી હતી. જે આજે સાચી પડી છે.નેહા સુથાર ડાયરા અને સોશિયલ મીડિયા પર તેમના ગીતો માટે જાણીતી છે.

 

 

કોણ છે રાજલ બારોટ?

તમને જણાવી દઈએ કે, રાજલ બારોટ મણિરાજ બારોટની ટેલેન્ટેડ દિકરી છે.રાજલ બારોટ એક દિકરા તરીકે તમામ જવાબદારી પરિવારની સંભાળે છે. રાજલ બારોટના ગીતોનવરાત્રીમાં ધુમ મચાવે છે.મણિલાલ બારોટ ડાયરામાં પણ રમઝટ બોલાવતા હતા. આજે તેની દિકરી પિતાના માર્ગે ચાલી રહી છે અને સ્ટેજ પ્રોગ્રામ સહિત ડાયરામાં ગીતની રમઝટ બોલાવે છે. હવે રાજલ બારોટે રાજકારણમાં પણ એન્ટ્રી કરી છે.

 

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: સાબરકાંઠાની પોશીના તાલુકા પંચાયતમાં AAPને મળી સૌથી વધુ બેઠકો, છતા સત્તા કોઈને નહીં અહી ક્લિક કરો

Follow Us