Breaking News : તિબેટમાં આવેલા પૂરમાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ફસાઈ, કહ્યું હૃદય તૂટી ગયું

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન તિબેટમાં આવેલા વિનાશક પૂરમાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ફસાઈ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાની સુરક્ષા વિશે જાણખારી આપી છે. તો ચાલો જાણીએ તેમણે શું કહ્યું.

Breaking News : તિબેટમાં આવેલા પૂરમાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ફસાઈ,  કહ્યું  હૃદય તૂટી ગયું
Image Credit source: AI
| Updated on: Aug 27, 2026 | 9:41 AM

ટીવી અને ગુજરાતીની જાણીતી અભિનેત્રી અને નેશનલ એવોર્ડ વિનર માનસી પારેખ હાલમાં કૈલાશ પર્વત અને માનસરોવર તીર્થયાત્રા પર ગઈ છે. પરંતુ આ આધ્યાત્મિક સફર દરમિયાન તિબેતના ગ્યિરોન્ગ વિસ્તારમાં અચાનક આવેલા પૂરે સ્થિતિને ગંભીર બનાવી દીધી છે. યાત્રા પર ગયેલા એક જથ્થાના અંદાજે 77 લોકો લાપતા છે. જે ઘટના સમયે ઈમિગ્રેશન ઓફિસની પાસે હાજર હતા. આ ઘટનાની જાણ મળતા જ માનસી પારેખ સાથે સંપર્ક ન થવાના કારણે ચાહકો અને પરિવારની ચિંતા વધી ગઈ હતી.

પરંતુ હવે માનસી પારેખે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી પોતાની હેલ્થ અપડેટ શેર કરી છે. કહ્યું કે, તે હાલમાં આ દુર્ઘટનામાંથી સુરક્ષિત છે.

જે સ્થળે સ્વાગત કરાયું તે સ્થળ ડુબી ગયું

માનસી પારેખે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જૂનો ફોટો શેર કર્યો છે, જેમાં સ્થાનિક લોકો તેનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જોવા મળે છે. આ ફોટો પોસ્ટ કરીને માનસીએ ત્યાંની બગડતી પરિસ્થિતિ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. માનસીએ લખ્યું, “ફક્ત પાંચ દિવસ પહેલા, આ જ જગ્યાએ મારું ખૂબ પ્રેમ અને ઉષ્માથી સ્વાગત કરવામાં આવ્યું હતું, અને હવે આ આખું સ્થળ પાણીમાં ડૂબી ગયું છે.

 

 

માનસી પારેખની ઈમોશલ પોસ્ટ

માનસી પારેખે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. સ્થિતિની ગંભીરતા પર વાત કરતા તીર્થયાત્રિકો માટે પ્રાર્થના કરી છે. માનસીએ લખ્યું કે, જિદગી ખુબ અનિશ્ચિત છે. પરંતુ જે અહી થયું તે દિલ તોડનારું છે. અમે આ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. ટીમ અમને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની સાથે પુરમાં ફસાયેલા લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહી છે. તમે બધા આ લોકોની સલામતી અને સુરક્ષા માટે પ્રાર્થના કરતા રહો.

 

 

 

માનસી ચીનમાં એક હોટલમાં રોકાઈ

પોતાના મેસેજમાં માનસી પારેખે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તે હાલમાં ચીનમાં એક હોટલમાં રહી છે અને તેની ભવિષ્યની યાત્રા અંગે ચીની સરકાર અને સ્થાનિક અધિકારીઓ તરફથી વધુ માર્ગદર્શનની રાહ જોઈ રહી છે. રિપોર્ટ અનુસાર, કૈલાશ માનસરોવરથી પરત ફરતા યાત્રાળુઓ તિબેટમાં ગૈરોંગ ઇમિગ્રેશન સેન્ટર પાસે પહોંચ્યા ત્યારે આ અકસ્માત થયો હતો અને પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. બચાવ ટીમો હાલમાં ગુમ થયેલા યાત્રાળુઓની શોધમાં રોકાયેલી છે, અને માનસી અને અન્ય તમામ લોકોના સુરક્ષિત પાછા ફરવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

ભાવનગરમાં છે સાસરિયું અમદાવાદમાં થયો જન્મ, ગુજરાતી, હિન્દી તેમજ તમિલ ફિલ્મમાં કામ કરી ચૂકી છે અભિનેત્રી અહી ક્લિક કરો

Published On - 9:35 am, Thu, 27 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.