AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grammy Awards 2022 : સિંગર ડોજા કેટ બાથરૂમમાંથી નીકળીને આવી સ્ટેજ પર, જુઓ વાયરલ વીડિયો

ડોજા કેટ (Doja Cat) એ અત્યારે સ્પોટિફાઈ પર ટોપ 10 આર્ટિસ્ટસમાં નંબર 7ના સ્થાન પર છે. રેપર, સિંગર અને ડાન્સર ડોજા કેટ તેની યુનિક અને વર્સેટાઈલ સિંગિંગ સ્ટાઇલને લીધે રાતોરાત વૈશ્વિક સંગીત ક્ષેત્રે મેગા સ્ટાર બની ચૂકી છે.

Grammy Awards 2022 : સિંગર ડોજા કેટ બાથરૂમમાંથી નીકળીને આવી સ્ટેજ પર, જુઓ વાયરલ વીડિયો
Doja Cat (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:44 PM
Share

‘ગ્રેમી એવોર્ડસ 2022’ (Grammy Awards 2022) સેરેમની તાજેતરમાં પૂર્ણ થઈ હતી. આ વખતે ગ્રેમી એવોર્ડ્સમાં ઘણા નવા ચહેરા જોવા મળ્યા હતા. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વાયરલ થયેલો આ વિડીયો બતાવે છે કે સિંગર અને રેપર ડોજા કેટ (Doja Cat) તેણીનો એવોર્ડ સ્વીકારવા માટે બાથરૂમમાંથી દોડી રહી છે. આ વાયરલ વીડિયો જોયા બાદ લોકો ઘણી બધી કમેન્ટ્સ આપી રહ્યા છે. ડોજા કેટ એ અમેરિકન ગાયિકા સીઝા (SZA) સાથે તેણીના હિટ સિંગલ ‘કિસ મી મોર’ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો છે.

આ સેરેમનીમાં ખૂબ જ લોકપ્રિય અમેરિકન ગાયિકા અને રેપર ડોજા કેટ તેણીનો પ્રથમ ગ્રેમી એવોર્ડ લગભગ ચૂકી ગઈ હતી, કારણ કે તેણી નાનકડો  વિરામ લેવા માટે સ્ટેજની પાછળ બાથરૂમમાં ગઈ હતી. જ્યારે તેનું નામ વિજેતા તરીકે સ્ટેજ પરથી એનાઉન્સ કરવામાં આવ્યું, ત્યારપછી સ્ટેજ પર ડોજા કેટ દોડતી જોવા મળી હતી. તેણીને SZA સાથે તેના હિટ સિંગલ ‘કિસ મી મોર’ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પ્રસ્તુતકર્તા એવરિલ લેવિગ્ને રવિવારે રાત્રે બંનેની જીતની ઘોષણા કર્યા પછી, ગાયિકા સીઝા જે એક દિવસ પહેલા તેણીને થયેલી ઈજાને કારણે ધીમે ધીમે સ્ટેજ પર જતી જોવા મળી હતી અને સુપ્રસિદ્ધ ગાયિકા લેડી ગાગા SZAને મદદ કરતી જોવા મળી હતી. પરંતુ ત્યારે ડોજા કેટ સ્ટેજ પર જોવા મળી ન હતી.

આ વાયરલ વીડિયોમાં થોડીક ક્ષણો પછી, તેણી ભીડમાંથી દોડતી જોવા મળી હતી. તેણીની ટીમનો એક સભ્ય તેણીના ડ્રેસનો છેડો પકડીને તેણીને સ્ટેજ પર પહોંચવા માટે મદદ કરી રહ્યો હતો. ત્યારે સીઝાએ કહ્યું કે,”શું તમે ગંભીર છો ?? એવોર્ડ મળવાની 5 મિનિટ પહેલા કોણ બાથરૂમ જાય??”

ડોજાએ એક જ શ્વાસમાં બધાને જણાવ્યું કે, ”તમે સૌ સાંભળો, કે મારી આખી જિંદગીમાં આટલી જલ્દી બાથરૂમમાંથી બહાર નીકળી નથી. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર.” ત્યારબાદ ઓડિયન્સ ડોજાને સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે. “હું ખરેખર તેની પ્રશંસા કરું છું. દરેકનો આભાર, મારા પરિવારનો, મારી ટીમનો, હું તેમના વિના અહીં ન હોત, હું મારા ચાહકો વિના અહીં ન હોત.  SZA, તમે મારા માટે સર્વસ્વ છો,” તેણીએ તેના સ્વીકૃતિ ભાષણમાં આગળ કહ્યું હતું.

વિલ સ્મિથે ઓસ્કારમાં સ્ટેજ પર ક્રિસ રોકને થપ્પડ મારીને વિશ્વને સ્તબ્ધ કરી દીધાના એક અઠવાડિયા પછી જ ગ્રેમી એવોર્ડસના સ્ટેજ પર ડોજા કેટનું આવું અણધાર્યું વર્તન લોકોમાં અનેક પ્રશ્નો જગાવી રહ્યું છે. ઘણા લોકોને એવું લાગે છે કે, ગ્રેમી એવોર્ડસનું આ અટેન્શન મેળવવા માટેનું પગલું છે. જ્યારે અમૂકને લાગે છે કે, ડોજા કેટનો આ પબ્લિસિટી સ્ટંટ હતો.

છેલ્લા અમુક વર્ષોમાં ગ્રેમી એવોર્ડસ લોકોમાં તેની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે. ગ્રેમી એવોર્ડ્સમાં તાજેતરમાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ ના આપતા અને વિશ્વપ્રસિદ્ધ સિંગર સેલીના ગોમેઝને એવોર્ડ ના મળતા અનેક લોકો ગ્રેમીનો બહિષ્કાર કરી રહ્યા છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">