AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Ullu App સહિત 25 OTT પ્લેટફોર્મ પર સરકારે મુક્યો પ્રતિબંધ, અશ્લીલ કન્ટેન્ટ દેખાડવાનો હતો આરોપ

માહિતી અને પ્રસારણ મંત્રાલયના આદેશમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર ગેરકાયદેસર, અશ્લીલ અને વાંધાજનક ડિજિટલ સામગ્રીની વિરુદ્ધ છે. સરકારે આવી સામગ્રી પીરસતી મોબાઇલ એપ્લિકેશનોની યાદી બનાવી અને તેમને બ્લોક કરવાનો આદેશ જાહેર કર્યો છે.

Breaking News: Ullu App સહિત 25 OTT પ્લેટફોર્મ પર સરકારે મુક્યો પ્રતિબંધ, અશ્લીલ કન્ટેન્ટ દેખાડવાનો હતો આરોપ
Government banned 25 OTT platforms
| Updated on: Jul 25, 2025 | 1:51 PM
Share

કેન્દ્ર સરકારે સોફ્ટ પોર્ન કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી કરી છે. આ અંતર્ગત ઉલ્લુ એપ, એએલટીટી, ડેસિફ્લિક્સ અને બિગ શોટ્સ જેવી ઘણી એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને દેશભરમાં આવી સોફ્ટ પોર્ન કન્ટેન્ટ દર્શાવતી 25 વેબસાઇટ્સને તાત્કાલિક બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સ આઇટી નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. આ પ્લેટફોર્મ્સ નિયમોનું ઉલ્લંઘન કરીને અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પીરસી રહ્યા હતા, ત્યારબાદ આ પગલું લેવામાં આવ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને ઘણી ફરિયાદો મળી હતી કે આ એપ્સ ઇરોટિક વેબ સિરીઝના નામ હેઠળ પુખ્ત સામગ્રી રજૂ કરી રહી છે.

સરકારે આદેશમાં શું કહ્યું?

માહિતી અને પ્રસારણ મંત્રાલયના આદેશમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર ગેરકાયદેસર, અશ્લીલ અને વાંધાજનક ડિજિટલ સામગ્રીની વિરુદ્ધ છે. સરકારે આવી સામગ્રી પીરસતી મોબાઇલ એપ્લિકેશનોની યાદી બનાવી અને તેમને બ્લોક કરવાનો આદેશ જાહેર કર્યો છે. આવી 25 એપ્લિકેશનો અને વેબસાઇટ્સ છે જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. 25 એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 (IT એક્ટ 2000) અને IT એક્ટ 2021 (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા કોડ ઓફ એથિક્સ) હેઠળ કરવામાં આવી છે.

આ OTT એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

ALTT, ULLU, Big Shots App, Desiflix, Boomex, Navarasa Lite, Gulab App, Kangan App, Bull App, Jalva App, Wow Entertainment, Look Entertainment, Hitprime, Feneo, ShowX, Sol Talkies, Adda TV, HotX VIP, Hulchul App, MoodX, NeonX VIP, Fugi, Mojflix, Triflicks

માર્ચ 2024 માં પણ આવી એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

જાણવી દઈ એ કે ગયા વર્ષે માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ 14 માર્ચ, 2024 ના રોજ એક આદેશ જાહેર કરીને 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઇટ્સ, 10 મોબાઇલ એપ્સ (7 Google Play Store પર અને 3 Apple App Store પર) અને 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (Facebook, Instagram, X, YouTube) પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પ્લેટફોર્મ પર મહિલાને લઈને અશ્લીલ, અભદ્ર અને અપમાનજનક સામગ્રી પ્રસારિત કરવાનો આરોપ હતો, સરકારે આ પ્લેટફોર્મને તાત્કાલિક બ્લોક કરવાનો આદેશ જાહેર કર્યો હતો.

16 વર્ષે લગ્ન, 18 વર્ષે છૂટાછેડા, TVની કોમોલિકા આજે ક્યાં છે અને કેવી લાઈફ જીવી રહી છે ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">