બોલીવુડ અભિનેત્રી GAUHAR KHAN પતિ સાથે હનીમૂનમાં ઉપડી આ જગ્યા પર

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડેલ ગૌહર ખાન(GAUHAR KHAN) હાલમાં જ જૈદ દરબાર(ZAID DARBAR) સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મોડેલ ગૌહર ખાન(GAUHAR KHAN) હાલમાં જ જૈદ દરબાર(ZAID DARBAR) સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી. ગૌહરે 25 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. ગૌહરના લગ્ન સમારોહને લઈને ખૂબ ચર્ચા કરવામાં આવી છે. પરંતુ લગ્ન પછી તરત જ ગૌહરે પોતાનું કામ શરૂ કરી દીધું. હાલ ગૌહર પતિ જૈદ દરબાર સાથે હનીમૂનનો આનંદ માણી રહી છે. ગૌહર ખાન તેના લગ્નના બીજા જ દિવસે શૂટિંગને લઈને લખનઉ જવા રવાના થઈ ગઈ હતી. ગૌહર અને જૈદના લગ્નમાં એક મહિનો થવા જઈ રહ્યો છે. ગૌહર અને ઝૈદ લગ્નના એક મહિના પૂરા થયા પહેલા જ હનીમૂન માટે ઉદેપુર ગયા છે. આ અંગેની માહિતી ખુદ ગૌહર ખાને શેર કરી છે.

 

 

આ પણ વાંચો:માતાના પગલે જાહ્નવી બાદ KHUSHI KAPOOR પણ બોલિવુડમાં કરશે એન્ટ્રી? પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Click on your DTH Provider to Add TV9 Gujarati