Movie Releases in February: ‘ગંગુબાઈ કાઠિયાવાડી’થી લઈને ‘ગહરાઈયા’ સુધી ફેબ્રુઆરીમાં સિનેમાઘરમાં અને ઓટીટી પર રિલીઝ થશે આ ફિલ્મો

ફેબ્રુઆરીમાં થિયેટર અને ઓટીટીમાં એકથી વધુ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. દીપિકા પાદુકોણથી લઈને ભૂમિ પેડનેકર, આલિયા ભટ્ટ અને તાપસી પન્નુની ફિલ્મ આ મહિને રિલીઝ થવાની તૈયારીમાં છે.

Movie Releases in February: 'ગંગુબાઈ કાઠિયાવાડી'થી લઈને 'ગહરાઈયા' સુધી ફેબ્રુઆરીમાં સિનેમાઘરમાં અને ઓટીટી પર રિલીઝ થશે આ ફિલ્મો
Movie Releases in February ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 7:37 AM

Movie Releases in February : ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે દર વખતે ફેબ્રુઆરી (February) મહિનો ખાસ હોય છે કારણ કે મેગા બજેટની ફિલ્મોની રિલીઝ ગણતંત્ર દિવસથી જ શરૂ થઈ જાય છે. ઘણા ફિલ્મ મેકર્સ વેલેન્ટાઈન ડેની આસપાસ ફિલ્મ રિલીઝ કરે છે. આ વખતે ફેબ્રુઆરી મહિનો દર્શકો માટે મૂવી ફેર લઈને આવી રહ્યો છે. થિયેટરોમાં અને OTT પર એક કરતાં વધુ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. દીપિકા પાદુકોણથી લઈને ભૂમિ પેડનેકર, આલિયા ભટ્ટ અને તાપસી પન્નુની ફિલ્મ આ મહિને રિલીઝ થવાની તૈયારીમાં છે.

આવો જોઈએ કંઈ ફિલ્મ થશે રિલીઝ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai kathiawadi)

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની નવી રિલીઝ ડેટ રિલીઝ થઈ ગઈ છે. નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરી, 2022ના રોજ રિલીઝ થશે. તેના એક દિવસ પહેલા એટલે કે 24 ફેબ્રુઆરીએ સંજય લીલા ભણસાલીનો બર્થડે છે. ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે.

ગહરાઇયાં (Gehraiyaan)

દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડેની ‘ગહરાઈયાં’નું પ્રમોશન હાલમાં ખૂબ જ થઈ રહ્યું છે. દીપિકા પાદુકોણ આ ફિલ્મથી ડિજિટલ ડેબ્યૂ એટલે કે OTT ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં દીપિકાએ સિદ્ધાંત ચતુર્વેદી સાથે અસંખ્ય કિસિંગ સીન્સ આપ્યા છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર 11મી ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

બધાઈ દો (Badhai do)

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની બધાઈ દો જે ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ પણ 11 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ખાસ વાત એ છે કે બધાઈ દો OTT પર નહીં, પરંતુ સિનેમાઘરોમાં દસ્તક આપશે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેના પરથી ફિલ્મની સ્ટોરી જાણી શકાય છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર લેસ્બિયન અને રાજકુમાર રાવ ગે છે. બંને લગ્ન પણ કરે છે.

લૂપ લપેટા (Loop Lapeta)

તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન અભિનીત લૂપ લપેટા 4 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ થિયેટરોને બદલે નેટફ્લિક્સ પર આવશે. આ ફિલ્મની ચર્ચા છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. ફિલ્મનું ટ્રેલર ઘણું ફની છે અને તેને પસંદ કરવામાં આવી રહ્યું છે.

ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર (The Great Indian Murder)

પ્રતિક ગાંધી અને રિચા ચઢ્ઢા સ્ટારર ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર પણ રિલીઝ માટે તૈયાર છે. તેનું પ્રીમિયર 4 ફેબ્રુઆરીએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે. તિગ્માંશુ ધુલિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે.

આ પણ વાંચો : ‘Kapil Sharma- I Am Not Done Yet’: નેટફ્લિક્સ પર શો કરીને આટલો પૈસાવાળો થઇ ગયો કપિલ શર્મા, જાણો તેની નેટવર્થ

આ પણ વાંચો: Lifestyle : ‘પુષ્પા’ ફિલ્મમાં બતાવવામાં આવેલું લાલ ચંદન આટલું મોંઘુ કેમ ? જાણો ત્વચા માટે તેના જબરદસ્ત ફાયદા

g clip-path="url(#clip0_868_265)">