AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadar-Ek Prem Katha: ગદરનું અપગ્રેડેડ વર્ઝન 22 વર્ષ બાદ ફરી એકવાર રિલીઝ, દર્શકોને મેકર્સની મોટી ભેટ એક સાથે એક ટિકિટ ફ્રી

જે લોકોએ હજુ સુધી ગદરને મોટા પડદા પર નથી જોઈ તેમના માટે આ ખાસ તક છે. ઘણા એવા યુવાનો છે જેમને ગદરને મોટા પડદા પર જોવાની તક મળી નથી. આવી સ્થિતિમાં તે હવે નવા વીએફએક્સ અને નવી ટેકનિક સાથે ગદર પાછી રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ફરીથી રિલીઝ કરતી વખતે, નિર્માતાઓએ સમગ્ર ફિલ્મમાં VFX અને 4Kનો ઉપયોગ કર્યો છે. ફિલ્મના નિર્માતાઓએ નવા એડિટીંગ બાદ ટ્રેલર પણ શેર કર્યું છે.

Gadar-Ek Prem Katha: ગદરનું અપગ્રેડેડ વર્ઝન 22 વર્ષ બાદ ફરી એકવાર રિલીઝ, દર્શકોને મેકર્સની મોટી ભેટ એક સાથે એક ટિકિટ ફ્રી
Gadar Ek Prem Katha
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 9:43 AM
Share

બોલિવૂડના મજબૂત અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર’ આજે ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પ્રત્યે લોકોનો પ્રેમ એક અલગ જ સ્તરનો છે. સની દેઓલ માટે તેના ફેન્સનો ક્રેઝ પણ કોઈનાથી છુપાયેલો નથી. પાકિસ્તાન જવું, તેની સકીના માટે લડવું અને હેન્ડપંપ ઉખાડી નાખવું, આ બધું ફરી એકવાર મોટા પડદા પર જોઈ શકાશે.

ગદર આજે ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ

જે લોકોએ હજુ સુધી ગદરને મોટા પડદા પર નથી જોઈ તેમના માટે આ ખાસ તક છે. ઘણા એવા યુવાનો છે જેમને ગદરને મોટા પડદા પર જોવાની તક મળી નથી. આવી સ્થિતિમાં તે હવે નવા વીએફએક્સ અને નવી ટેકનિક સાથે ગદર પાછી રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ફરીથી રિલીઝ કરતી વખતે, નિર્માતાઓએ સમગ્ર ફિલ્મમાં VFX અને 4Kનો ઉપયોગ કર્યો છે. ફિલ્મના નિર્માતાઓએ નવા એડિટીંગ બાદ ટ્રેલર પણ શેર કર્યું છે.

આ વીડિયો જોઈને ચાહકોમાં ઉત્તેજના વધી ગઈ છે. એટલું જ નહીં મેકર્સે આ ફિલ્મની કિંમત માત્ર 75 રૂપિયા રાખી છે. એક ટિકિટ સાથે એક ટિકિટ ફ્રીની ઓફર પણ છે. આ સિવાય સની દેઓલ પોતે પણ દર્શકો સાથે આ ફિલ્મ જોવાના છે. આ માહિતી સનીએ પોતે પણ એક વીડિયો શેર કરીને આપી હતી.

અભિનેત્રીના જન્મદિવસને લીધે આજે રિ રિલીઝ

‘ગદર’ના પહેલા ભાગને ફરીથી રિલીઝ કરવા માટે 9 જૂનની તારીખ પસંદ કરવા પાછળ એક ખાસ કારણ છે. ખરેખર, આ દિવસે સકીના એટલે કે અમીષા પટેલનો જન્મદિવસ છે. એટલા માટે મેકર્સે તેમના જન્મદિવસના અવસર પર ચાહકોને આ ભેટ આપવાનું નક્કી કર્યું છે. જણાવી દઈએ કે પહેલા ભાગમાં અમીષાએ સકીનાના રોલમાં દર્શકોના દિલ જીતી લીધા હતા. તે બીજા ભાગમાં પણ જોવા મળશે.

બીજો ભાગ 22 વર્ષ પછી આવી રહ્યો છે

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ‘ગદરઃ એક પ્રેમ કથા’માં સની દેઓલ તારા સિંહની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મની વાર્તા તારા સિંહની આસપાસ ફરે છે. ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ સિવાય અમરીશપુરી પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. ‘ગદર’ના 22 વર્ષ બાદ હવે ‘ગદર 2’ આવી રહી છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">