AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગદર 2એ રચ્યો ઈતિહાસ, સની દેઓલની ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ, પઠાણ અને બાહુબલી 2ને પણ આપી ટક્કર

ગદર 2 જે ઝડપે કમાણી કરી રહી છે તે જોયા બાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે આ ફિલ્મ ઘણા રેકોર્ડ પોતાના નામે કરશે. Sacnilkના રિપોર્ટ અનુસાર, ફિલ્મે તેની રિલીઝના 24માં દિવસે એટલે કે ચોથા રવિવારે અંદાજે 8.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જે બાદ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 500 કરોડને પાર કરી ગયું છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર 2 એ માત્ર આટલા દિવસમાં કુલ 501.87 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ગદર 2એ રચ્યો ઈતિહાસ, સની દેઓલની ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ, પઠાણ અને બાહુબલી 2ને પણ આપી ટક્કર
Gadar 2 created history
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 8:32 AM
Share

Gadar 2 : તારા સિંહના રોલમાં સની દેઓલ અને સકીનાના રોલમાં અમીષા પટેલ 22 વર્ષ પછી ફરી એકવાર પડદા પર આવી ત્યારે ભારત સહિત પાકિસ્તાન પણ હલી ગયુ. જ્યારે આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી, ત્યારથી લોકોમાં આ ફિલ્મનો ઘણો ક્રેઝ હતો. ફિલ્મે શરૂઆતના દિવસથી જ બમ્પર કમાણી કરી છે. હવે આ ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

ગદર 2 જે ઝડપે કમાણી કરી રહી છે તે જોયા બાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે આ ફિલ્મ ઘણા રેકોર્ડ પોતાના નામે કરશે. Sacnilkના રિપોર્ટ અનુસાર, ફિલ્મે તેની રિલીઝના 24માં દિવસે એટલે કે ચોથા રવિવારે અંદાજે 8.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જે બાદ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 500 કરોડને પાર કરી ગયું છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર 2 એ 24 દિવસમાં કુલ 501.87 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

સૌથી ઝડપી 500 કરોડની કમાણી કરી

ગદર 2 એ વહેલી તકે 500 કરોડની ક્લબમાં સામેલ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મામલામાં અગાઉ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણ નંબર વન પર હતી, જેને 500 કરોડની ક્લબમાં સામેલ થવામાં 28 દિવસનો સમય લાગ્યો હતો. પરંતુ માત્ર 24 દિવસમાં કમાણીનો આ આંકડો પાર કરવાની સાથે જ ગદર 2 એ પઠાણને હરાવીને નંબર વન પર પોતાનું સ્થાન બનાવી લીધું છે. જણાવી દઈએ કે, પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 ને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં 34 દિવસનો સમય લાગ્યો હતો.

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુનામી લાવશે. આવી સ્થિતિમાં જવાન 500 કરોડની ક્લબમાં સામેલ થઈ શકશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. અને જો એમ હોય તો, આમ કરવામાં કેટલો સમય લાગે છે તે પણ જોવાનું રહશે.

ગદર 2 એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે પઠાણ અને બાહુબલી 2નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. લોકોને સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">