AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિકી જૈનની સામે જ મિત્રએ અંકિતા લોંખડેનો ખેચ્યોં ડ્રેસ, ગુસ્સાથી લાલ-પીળી થઈ ગઈ અભિનેત્રી, જુઓ-Video

અંકિતા લોખંડે તેના લેટેસ્ટ વિડિયોને કારણે ચર્ચામાં છે. વીડિયોમાં અભિનેત્રી તેના પતિ વિકી જૈન અને મિત્ર સંદીપ સિંહ સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન કંઈક એવું બને છે કે અભિનેત્રી તેના મિત્ર પર ગુસ્સે થઈ જાય છે અને તેને ગુસ્સાની નજરે જોવા લાગે છે.

વિકી જૈનની સામે જ મિત્રએ અંકિતા લોંખડેનો ખેચ્યોં ડ્રેસ, ગુસ્સાથી લાલ-પીળી થઈ ગઈ અભિનેત્રી, જુઓ-Video
Friend pulled Ankita Lokhande dress
| Updated on: Aug 05, 2024 | 12:50 PM
Share

અંકિતા લોખંડે અને ફિલ્મ પ્રોડ્યુસર સંદીપ સિંહ વચ્ચેની દોસ્તીથી બધા વાકેફ છે. સંદીપ વિકી જૈનનો  પણ સારો મિત્ર છે. અંકિતા સાથે તેની મિત્રતા પણ લાંબા સમયથી ચાલુ છે અને આજે પણ તે ટીવી એક્ટ્રેસ સાથે સારા બોન્ડ શેર કરે છે. પરંતુ, હાલમાં જ અંકિતા અને સંદીપનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અંકિતાનો પતિ વિકી જૈન પણ બંને સાથે જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં અંકિતા સંદીપ પર ગુસ્સામાં જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલો વીડિયો અંકિતાના પતિ વિકી જૈનની બર્થડે પાર્ટીનો છે, જેના પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં કેટલાક લોકો અંકિતાને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે, તો ઘણા લોકો એક્ટ્રેસના ગુસ્સાને ઓવરએક્ટિંગ ગણાવી રહ્યા છે.

મિત્ર સંદીપે અંકિતાનો ડ્રેસ ખેંચ્યો

વાસ્તવમાં, વીડિયોમાં અંકિતા લોખંડેનો મિત્ર સંદીપ તેની સાથે મસ્તી કરતો જોવા મળે છે. અંકિતાએ વિક્કીની બર્થડે પાર્ટી માટે બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જે ડ્રેસમાં પાછળથી હૂડી જેવો શેપ પણ છે. ત્યારે તેણીએ તેના માથા તે ઓઢી લે છે અને પેપ્સ સામે પોઝ આપી રહી હતી, જ્યારે સંદીપ આવે છે અને અંકિતાના માથા પર મૂકવામાં આવેલ હૂડ ખેંચે છે. અંકિતા આનાથી ખૂબ જ ચિડાઈ જાય છે અને ગુસ્સાથી લાલ-પીળી થતી જોઈ શકાય છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે અંકિતા પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

અંકિતાના વીડિયો પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે

વાયરલ ક્લિપમાં, અંકિતા પહેલા ગુસ્સે થઈ જાય છે અને પછી હસવા લાગે છે અને મીડિયા માટે પોઝ આપે છે. બીજી તરફ અભિનેત્રીને ચિડાઈ ગયેલી જોઈને તેનો પતિ વિકી જૈન સંદીપ સિંહ સાથે હસવા લાગે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેને એક્ટ્રેસની ઓવરએક્ટિંગ ગણાવી રહ્યા છે. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું – ‘સાચું કહું તો મને તેની ઓવરએક્ટિંગ પસંદ નથી.’ બીજાએ લખ્યું- ‘ઓવરએક્ટિંગની દુકાન છે.’ કેટલાકે અંકિતાને પણ સમર્થન આપ્યું હતું. અંકિતાના સમર્થનમાં એક યુઝરે લખ્યું – ‘કોઈ પણ વ્યક્તિ માટે કોઈ મહિલાના કપડા ખેંચવા યોગ્ય નથી.’

અંકિતાને સંદીપનું વર્તન ન ગમ્યું

વીડિયો પરથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે અંકિતાને તેના મિત્ર સંદીપની આ હરકત પસંદ નથી આવી અને તે તેનાથી ખૂબ ગુસ્સે થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અભિનેત્રીએ તેના પતિ વિકી જૈનના જન્મદિવસ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેણે તેના પતિ પર પોતાનો પ્રેમ વરસાવ્યો હતો.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">