Sidharth Shuklaના નિધન બાદ પ્રથમ વખત આવી શહેનાઝ ગિલની પોસ્ટ, સિદ્ધાર્થને આપશે સ્પેશિયલ ટ્રિબ્યૂટ

|

Oct 28, 2021 | 8:14 PM

શહેનાઝ ગિલે (Shehnaaz Gill) ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં લખ્યું છે કે ‘તમે અહીં છો’. સિદ્ધાર્થ શુક્લાને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. આ તસ્વીરમાં શહનાઝ સિદ્ધાર્થ સાથે હસતી જોવા મળી રહી છે.

Sidharth Shuklaના નિધન બાદ પ્રથમ વખત આવી શહેનાઝ ગિલની પોસ્ટ, સિદ્ધાર્થને આપશે સ્પેશિયલ ટ્રિબ્યૂટ
Shidharth Shukla, Shehnaaz Gill

Follow us on

ટીવી સુપરસ્ટાર સિદ્ધાર્થ શુક્લા (Shidharth Shukla)ની આકસ્મિક વિદાયથી તેમના દરેક ચાહકને દુઃખ થયું હતું. તેઓ તેમની કારકિર્દીની ઉંચાઈ તરફ આગળ વધી રહ્યા હતા, જ્યારે તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમના ગયા પછી તેમની ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ (Shehnaaz Gill) એકદમ મૌન રહેવા લાગી હતી. ન તો તેમની સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવિટી હતી કે ન તો મીડિયામાં. તે પોતાની દુનિયામાં સાવ ખોવાઈ ગઈ હતી. હવે સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના 56 દિવસ બાદ તેમની પહેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ આવી છે. આ પોસ્ટ સિદ્ધાર્થના ફેન્સને ઈમોશનલ કરી દે તેવી છે.

 

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

પોસ્ટર શેર કરીને આપી માહિતી

શહેનાઝ ગિલે (Shehnaaz Gill) ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં લખ્યું છે કે ‘તમે અહીં છો’. સિદ્ધાર્થ શુક્લાને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. આ તસ્વીરમાં શહેનાઝ સિદ્ધાર્થ સાથે હસતી જોવા મળી રહી છે. આ તસ્વીર સિદ્ધાર્થ અને શહેનાઝના બિગ બોસના દિવસોની યાદ અપાવે છે. જેમણે પણ સિડ-નાઝની લવ સ્ટોરી જોઈ હશે તેમને આ પોસ્ટર ગમશે.

 

 

શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લાની યાદમાં કંઈક ખાસ લઈને આવવા જઈ રહી છે, જે આવતીકાલે બપોરે 12 વાગ્યે લોકોની વચ્ચે આવશે. અત્યાર સુધી કોઈને ખબર નથી કે આ શ્રદ્ધાંજલી શું છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તે એક પ્રકારની સંગીતમય શ્રદ્ધાંજલિ હોઈ શકે છે. જેના દ્વારા શહેનાઝ ગિલ સિદ્ધાર્થ પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરશે. શહેનાઝની આ પોસ્ટ પર તેના અને સિદ્ધાર્થના ફેન્સ ઘણી કમેન્ટ કરી રહ્યા છે. તેઓ શહેનાઝની શ્રદ્ધાંજલિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

તાજેતરમાં રિલીઝ થઈ હતી પંજાબી ફિલ્મ

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં શહેનાઝ ગિલની પંજાબી ફિલ્મ હોંસલા રખને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. તેમની આ ફિલ્મ હજુ પણ થિયેટરોમાં છવાયેલી છે, તેમની રેકોર્ડબ્રેક કમાણી ચાલુ છે. આ ફિલ્મમાં શહેનાઝ સાથે દિલજીત દોષંજ (Diljit Dosanjh) જોવા મળ્યા હતા.

 

બિગ બોસ શો દરમિયાન સિદ્ધાર્થ અને શહેનાઝ વચ્ચે નિકટતા વધી હતી. શો પછી પણ બંને એકબીજા સાથે જ રહ્યા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ બંને કપલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા, પરંતુ સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.

 

 

આ પણ વાંચો :- Honsla Rakh: Diljit Dosanjh, શહનાઝ ગિલ અને સોનમ બાજવાની ફિલ્મની કમાલ, 11 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

 

આ પણ વાંચો :- Nia Sharmaએ શેર કરી એવી હોટ ફોટોઝ, જોઈને નજર હટાવી થઈ જશે મુશ્કેલ

Published On - 8:13 pm, Thu, 28 October 21

Next Article