Honsla Rakh: Diljit Dosanjh, શહનાઝ ગિલ અને સોનમ બાજવાની ફિલ્મની કમાલ, 11 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

દિલજીત દોષંજ, શહનાઝ ગિલ અને સોનમ બાજવાની ફિલ્મ હોંસલા રખની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 15 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

Honsla Rakh: Diljit Dosanjh, શહનાઝ ગિલ અને સોનમ બાજવાની ફિલ્મની કમાલ, 11 દિવસમાં કરી આટલા કરોડની કમાણી
Honsla Rakh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 11:50 PM

સિનેમાઘરોમાં હવે ધીમે ધીમે ફિલ્મો રિલીઝ થઈ રહી છે. દર્શકો પણ સિનેમાઘરોમાં ફિલ્મો જોવા માટે જઈ રહ્યા છે. તાજેતરમાં દિલજીત દોષંજ (Diljit Dosanjh), શહેનાઝ ગિલ (Shehnaaz Gill) અને સોનમ બાજવા (Sonam Bajwa) અભિનીત પંજાબી ફિલ્મ હોંસલા રખ (Honsla Rakh) રિલીઝ થઈ છે. ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આટલું જ નહીં, હોંસલા રખ, નોર્થ ઈન્ડિયન ઑફ ધ યર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે 2 દિવસમાં સારી કમાણી કરી લીધી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તમને જણાવી દઈએ કે કોવિડ 19 પ્રિકોશન્સ અને 50 ટકા ક્ષમતાની સાથે સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 11 દિવસમાં 38.15 કરોડની કમાણી કરી લીધી છે.

દિલજીતે ઓસ્ટ્રેલિયામાં ફિલ્મની રિલીઝ અંગે અપડેટ પણ આપ્યું છે કારણ કે ત્યાં પણ થિયેટર ફરી ખુલી રહ્યા છે. તેમણે થિયેટરોની યાદી આપી છે જ્યાં ફિલ્મો રિલીઝ થઈ રહી છે. દિલજીતે લખ્યું હતું, ઓસ્ટ્રેલિયામાં થિયેટર્સ ખુલી ગયા છે. આ અઠવાડિયે ચક દે ફટ્ટે. પરિવાર સાથે આનંદ માણો.

અક્ષય-જ્હાનવીની ફિલ્મને પાછળ છોડી દીધી

જણાવી દઈએ કે હોંસલા રખ અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) , જ્હાનવી કપૂર (Janhvi Kapoor), રાજકુમાર રાવ (Rajkumar Rao) અને વરુણ શર્મા (Varun Sharma)ની રૂહી (Roohi)ના જેવી ઘણી ફિલ્મો કરતા વધુ કમાણી કરી છે. આ સિવાય આ ફિલ્મ પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. એટલું જ નહીં, દિલજીતે પોતાનો જ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. તેમણે ફિલ્મ શડાને પાછળ છોડી દીધી છે.

શું છે સ્ટોરી

હોંસલા રખમાં એક સિંગલ ફાધર યેન્કી સિંહ (દિલજીત દોષંજ)ની ભૂમિકા ભજવી છે. તેમને જૈસ્મિન (સોનમ બાજવા)થી પ્રેમ થઈ જાય છે. પરંતુ પછી યેન્કીના જીવનમાં એક વળાંક આવે છે જ્યારે તેમનો જૂનો પ્રેમ સ્વીટી (શહનાઝ ગિલ) તેના જીવનમાં પાછી આવે છે. ફિલ્મમાં દિલજીતના પુત્ર હૌસલા સિંહનું પાત્ર ગિપ્પી ગ્રેવાલના પુત્ર દ્વારા ભજવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 15 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

સિદ્ધાર્થના મૃત્યુ પછી શહનાઝની ફિલ્મ થઈ રિલીઝ

આ ફિલ્મ સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી શહનાઝની પ્રથમ ફિલ્મ છે. સિદ્ધાર્થના મૃત્યુ બાદ શહનાઝ ખૂબ ભાંગી પડી હતી. તે લાંબા સમય સુધી સોશિયલ મીડિયા અને જાહેર સ્થળોથી દૂર રહી હતી. એટલું જ નહીં તેમણે શૂટિંગથી પણ અંતર બનાવી લીધું હતું. જોકે શહનાઝ ફિલ્મના પ્રમોશનમાં જોવા મળી હતી. દિલજીતે સોશિયલ મીડિયા પર શહનાઝ ગિલ માટે સ્પેશિયલ પોસ્ટ કરી હતી અને તેને એક મજબૂત મહિલા ગણાવી હતી.

આ પણ વાંચો :- Hrithik Roshan ‘ક્રિશ 4’માં ફેલાવશે પોતાના અવાજનો જાદુ, ફિલ્મમાં જોવા મળશે શાનદાર એક્શન

આ પણ વાંચો :- Alia Bhatt અને Ranbir Kapoor ડિસેમ્બરમાં કરવાના છે લગ્ન? અભિનેતાએ મુલતવી રાખી ફિલ્મની શૂટિંગ

g clip-path="url(#clip0_868_265)">