AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 14 : કેબીસી શોમાં પહેલી વાર આવું બન્યું…એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ ભારે પડી-જાણો શું છે બાબત

KBC 14 : ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિમાં જ્યારે પણ સ્પર્ધકો મૂંઝવણમાં હોય છે, ત્યારે નિષ્ણાંતો તેમની મદદ માટે હાજર હોય છે. વર્ષોથી, શોમાં ઘણા સ્પર્ધકોએ નિષ્ણાંતોની મદદથી લાખો રૂપિયા જીત્યા છે. પરંતુ આવું પહેલીવાર બન્યું જ્યારે સ્પર્ધક માટે એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ ભારે પડી ગઈ હતી.

KBC 14 : કેબીસી શોમાં પહેલી વાર આવું બન્યું...એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ ભારે પડી-જાણો શું છે બાબત
KBC 14
Anjleena Macwan
| Edited By: | Updated on: Dec 17, 2022 | 11:11 AM
Share

આ સીઝનમાં કૌન બનેગા કરોડપતિ એ જોવા મળ્યું જે અત્યાર સુધી જોવા નહોતું મળ્યું. અમિતાભ બચ્ચનના શોમાં પહેલીવાર કોઈ સ્પર્ધકે એક્સપર્ટના કારણે જીતેલી રકમ ગુમાવી દીધી હતી. અમે વાત કરી રહ્યા છીએ દિવિત ભાર્ગવની. પ્રાપ્તિ શર્મા બાદ કર્ણાટકથી આવેલા દિવિત ભાર્ગવને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો પરંતુ અફસોસ, ભાર્ગવ આ શોમાંથી 6 લાખ રૂપિયા લઈ શક્યો નહીં.

સ્પર્ધકને એક્સપર્ટની સલાહ ભારે પડી

આ શોમાં સ્પર્ધક જ્યારે પણ ગુંચવાતા જણાય ત્યારે તે એક્સપર્ટની સલાહ લેતાં હોય છે. આટલા વર્ષોમાં ઘણાં સ્પર્ધકો એક્સપર્ટની મદદથી લાખો રૂપિયા જીત્યા છે. આ વખતે પહેલી વાર એવું થયું છે કે, જ્યારે સ્પર્ધકને એક્સપર્ટની સલાહ લેવાનું ભારે પડ્યું છે. 10 વર્ષનો દિવિત ભાર્ગવ શોમાં સારી રીતે રમી રહ્યો હતો. પણ મામલો 6,40,000 રૂપિયાના સવાલ પર અટકી ગયો હતો.

6,40,000ના પ્રશ્નના જવાબ આપવા માટે ભાર્ગવ થોડો કન્ફ્યુઝ જોવા મળ્યો હતો. એટલે તેણે શોમાં હાજર એક્સપર્ટની મદદ લીધી હતી.

સવાલ હતો કે : ક્યા ક્ષેત્રમાં પતિ-પત્નીની જોડીને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર મળ્યો નથી? આ સવાલનો જવાબ આપવા માટે એક્સપર્ટ શ્રીજન પાલ સિંહને શોમાં બોલાવવામાં આવ્યા હતા. ભાર્ગવને આશા હતી કે, તે નિષ્ણાંતની મદદથી 6 લાખ રૂપિયા જીતી લેશે પરંતુ સૃજન પાલ સિંહનો જવાબ ખોટો નીકળ્યો ત્યારે તેની આશા પર પાણી ફરી વળ્યું. આ પછી ભાર્ગવ શોમાંથી માત્ર 3 લાખ 20 હજાર રૂપિયા જ જીતી શક્યો.

અમિતાભને પણ થયું આશ્ચર્ય

સૃજન પાલ સિંહ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. APJ અબ્દુલ કલામના સલાહકારના રૂપમાં કાર્ય કરી ચુક્યા છે. આ સિવાય પણ તે વૈજ્ઞાનિક અને લેખક તરીકે પણ જાણીતા છે. તે માટે તેના પાસેથી ખોટા જવાબની આશા નહોતી. શો પૂરો થયા પછી પણ અમિતાભ બચ્ચને કહ્યું કે, તેમણે પહેલીવાર જોયું છે, જ્યારે કોઈ નિષ્ણાંતે ખોટો જવાબ આપ્યો હોય.

આ એપિસોડ ખરેખર બધા માટે સરપ્રાઈઝિંગ રહ્યો હતો, પણ કહેવાય છે કે લાઈફમાં દરેક વસ્તુ પહેલી વાર થાય છે. કૌન બનેગા કરોડપતિમાં જે થયું, તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય, પણ આ જ સત્ય છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">