Aryan Khan Bail : આર્યન ખાનના જામીન માટે જુહી ચાવલાએ એક લાખના બોન્ડ પર કર્યા હસ્તાક્ષર

|

Oct 29, 2021 | 7:26 PM

ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનને રાહત મળી છે. ગુરૂવારે બોમ્બે હાઈકોર્ટ આર્યનના શરતી જામીન મંજુર કર્યા છે. ત્યારે 26 દિવસ બાદ આર્યનને જેલમાંથી મુક્તિ મળશે.

Aryan Khan Bail : આર્યન ખાનના જામીન માટે જુહી ચાવલાએ એક લાખના બોન્ડ પર કર્યા હસ્તાક્ષર
Juhi Chawla Signs A Bond For Aryan Khan Bail

Follow us on

Aryan Khan Bail : ઘણી ફિલ્મોમાં શાહરૂખ ખાનની સહ-અભિનેતા જૂહી ચાવલાએ (Juhi Chawla) આજે તેમના પુત્ર આર્યન ખાનને જેલમાંથી મુક્ત કરવામાં મદદ કરી છે. મળતા અહેવાલો અનુસાર જૂહી ચાવલા આર્યન ખાનની જામીન માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં પહોંચી હતી, જેમણે આર્યન ખાનના જામીન (Aryan Khan Bail) માટે એક લાખના જામીન બોન્ડ પર હસ્તાક્ષર કર્યા હતા.

આર્યન ખાનને મળી રાહત

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મુંબઈની આર્થર રોડ જેલમાં 26 દિવસ વિતાવ્યા બાદ આર્યનને કોર્ટ રાહત આપી છે, ગુરૂવારે આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના પણ જામીન મંજુર થયા હતા. ત્યારે આજે આર્યનના જામીનની નિર્ણાયક પ્રક્રિયા સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી.

જુહી ચાવલાએ આર્યનના જામીન બોન્ડ પર હસ્તાક્ષર કર્યા

પેપરવર્ક પર હસ્તાક્ષર કરવા જુહી ચાવલા સેશન્સ કોર્ટ પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, જુહી ચાવલાએ શાહરૂખ ખાન સાથે અનેક ફિલ્મમાં કામ કર્યુ હતુ અને આ જોડીએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ઉપરાંત બાદમાં બંને IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક બન્યા. સેશન્સ કોર્ટમાં પહોંચેલી જુહી ચાવલાએ કહ્યુ કે, હું ખુશ છું કે આ બધું પૂરું થઈ ગયું છે અને આર્યન ખાન બહુ જલ્દી ઘરે આવશે. મને લાગે છે કે તે દરેક માટે મોટી રાહત….

આર્યનને બોમ્બે હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મળ્યા

ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને રાહત મળી છે, ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના કેટલીક શરતોના આધારે જામીન મંજુર કર્યા હતા. જે મુજબ આર્યનને પોતાની હાજરી નોંધાવવા દર શુક્રવારે NCB મુંબઈ ઓફિસમાં હાજર થવું પડશે. ઉપરાંત, તે NDPS કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં.

આર્યન ખાનના જામીનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તેણે એક અથવા વધુ જામીન સાથે 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ રજૂ કરવાના રહેશે. જામીનના આદેશ અનુસાર, આર્યનને દર શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે એનસીબી મુંબઈ ઓફિસમાં (NCB Mumbai Office) હાજર રહેવું પડશે.

 

આ પણ વાંચો: આર્યન ખાનને શરતી જામીન, બોમ્બે હાઈકોર્ટ એક લાખના વ્યક્તિગત બોન્ડ અને આ શરતોને આધારે આપ્યા છે જામીન

આ પણ વાંચો: સમીર વાનખેડેની ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ, NCBએ ઇન્સ્પેક્ટર આશિષ રંજન પ્રસાદનું નિવેદન નોંધ્યુ

Next Article