સાઉથ એક્ટર ઉપેન્દ્ર સામે FIR, લાઈવ સ્ટ્રીમિંગમાં દલિત સમુદાય માટે અભદ્ર ભાષાનો કર્યો હતો ઉપયોગ
સાઉથ એક્ટર ઉપેન્દ્ર (Upendra) વિરુદ્ધ કર્ણાટકમાં FIR નોંધવામાં આવી છે. તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન દલિત સમુદાય માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ પછી ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ તેને તે વીડિયો સોશિયલ મીડિયા પરથી ડિલીટ પણ કરી દીધો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ કર્ણાટકમાં કન્નડ એક્ટર ઉપેન્દ્ર (Actor Upendra) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉપેન્દ્ર ઉત્તમ પ્રજાકિયા પાર્ટીના સ્થાપક પણ છે. આ કેસ બેંગલુરુના સીકે અચુકટ્ટુ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. હલાસુરુ ગેટ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે. પરંતુ બાદમાં એક્ટરે માફી પણ માંગી લીધી છે. ચાલો જાણીએ આ સમગ્ર મામલા વિશે.
મળતી માહિતી મુજબ કન્નડ એક્ટર ઉપેન્દ્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દલિત સમુદાય માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો થોડા સમયમાં જ વાયરલ થયો હતો. આ પછી બધા તેની ટીકા કરવા લાગ્યા. જ્યારે મામલો વધી ગયો તો તેની સામે કેસ નોંધવામાં આવ્યો.
નિવેદન બાદ થયું વિરોધ પ્રદર્શન
હોબાળો થયા બાદ ઉપેન્દ્રએ સોશિયલ મીડિયા પરથી આ વીડિયો ડિલીટ કરી દીધો હતો. તેને આ વીડિયોમાં ઉત્તમ પ્રજાકિયા પાર્ટી વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેને દલિત સમુદાય માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમના નિવેદન બાદ દલિત સમર્થન સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એફઆઈઆર નોંધ્યા બાદ માફી માંગી
પોસ્ટરો સળગાવવા, વધી રહેલા વિરોધ અને એફઆઈઆર નોંધ્યા પછી પરિસ્થિતિની ગંભીરતાને સમજીને, ઉપેન્દ્રએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિવાદને સંબોધ્યો અને તેના શબ્દો માટે માફી માંગી. તેમના નિવેદનમાં તેને ખુલાસો કર્યો કે તેમની કોમેન્ટ ભૂલથી કરવામાં આવી હતી અને તેણે તેના પરિણામોને સમજ્યા પછી તરત જ વીડિયોને ડિલીટ કરી નાખ્યો. લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું સ્વીકારતા અને તેમના નિવેદનથી થયેલા નુકસાન માટે સુધારો કરતા તેમને કહ્યું હતું કે, “હું મારા નિવેદન માટે માફી માંગુ છું.”
આ પણ વાંચો: Gadar 2 : બોબી દેઓલ સની દેઓલ સાથે થિયેટરમાં પહોંચ્યો, ઓડિયન્સ સાથે કર્યો ડાન્સ, જુઓ Video
કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કર્યું છે કામ
ઉપેન્દ્રનું પૂરું નામ ઉપેન્દ્ર રાવ છે. એક્ટર હોવાની સાથે સાથે તે એક ફિલ્મમેકર, પ્રોડ્યુસર, સ્ક્રીનરાઈટર અને પોલિટિશિયન પણ છે. તે મોટાભાગે કન્નડ ફિલ્મોમાં કામ કરે છે. તેને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો