Gadar 2 : બોબી દેઓલ સની દેઓલ સાથે થિયેટરમાં પહોંચ્યો, ઓડિયન્સ સાથે કર્યો ડાન્સ, જુઓ Video

બોબી દેઓલ (Bobby Deol) અને સની દેઓલ (Sunny Deol) ગેઈટી ગેલેક્સીમાં ગયા હતા. બોબી દેઓલે થિયેટરમાંથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં બોબી દેઓલ અને સની દેઓલ ઓડિયન્સ સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

Gadar 2 : બોબી દેઓલ સની દેઓલ સાથે થિયેટરમાં પહોંચ્યો, ઓડિયન્સ સાથે કર્યો ડાન્સ, જુઓ Video
Bobby Deol - Sunny DeolImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 6:48 PM

Gadar 2:  સની દેઓલની (Sunny Deol) મોસ્ટ અવેટેડ ફિલ્મ ગદર 2 (Gadar 2) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી રહી છે. જ્યારે ફિલ્મે પ્રથમ દિવસે 40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, તો બીજા દિવસે પણ 43 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મે 52 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

જ્યારે સની દેઓલ ગદર 2ને આટલો પ્રેમ આપવા બદલ ઓડિયન્સનો આભાર માની રહ્યો છે, ત્યારે સની દેઓલના પિતા ધર્મેન્દ્ર અને તેના ભાઈ બોબી દેઓલે પણ ઓડિયન્સનો આભાર માન્યો છે. બોબી દેઓલ અને સની દેઓલ શનિવારે ગેઈટી ગેલેક્સી ગયા હતા.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

ઓડિયન્સ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા બંને ભાઈઓ

બોબી દેઓલે થિયેટરનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બોબી દેઓલ અને ગદર 2 એક્ટર સની દેઓલ ઓડિયન્સ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જ્યાં સની દેઓલ લીલા કુર્તા પાયજામા સાથે લીલી પાઘડી પહેરેલો જોવા મળે છે, તો બોબી દેઓલ બ્લેક ટી-શર્ટ સાથે ટોપી પહેરેલો જોવા મળે છે.

View this post on Instagram

A post shared by Bobby Deol (@iambobbydeol)

(VC: Bobby Deol Instagram)

બોબી દેઓલે દર્શકોનો વ્યક્ત કર્યો આભાર

આ વીડિયો પોસ્ટ કરતા બોબીએ લખ્યું- ‘ઈટી ગેલેક્સીમાં છેલ્લી રાત વિશે. તમારા બધાના પ્રેમ માટે આભાર… હું તમારા માટે ખૂબ જ ખુશ છું ભાઈ…’ જ્યારે ધર્મેન્દ્રએ પણ પોતાના ટ્વિટર પર લખ્યું- ‘તમારા પ્રેમભર્યા પ્રતિસાદ માટે તમને બધાને પ્રેમ કરું છું… ગદર 2’

આ પણ વાંચો: ઈશા દેઓલે સની દેઓલ માટે કર્યું આ ખાસ કામ, ભાઈ અને બહેન વચ્ચે જોવા મળ્યો સ્પેશિયલ બોન્ડ, જુઓ Video

પહેલીવાર બહેનો સાથે જોવા મળ્યા સની અને બોબી

તમને જણાવી દઈએ કે ગદર 2 ની સ્ક્રીનિંગ દરમિયાન સની દેઓલ અને બોબી દેઓલ તેમની બહેનો ઈશા દેઓલ અને આહાના દેઓલ સાથે પહેલીવાર કેમેરાની સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. ભાઈ-બહેનની તસવીરોએ ફેન્સને ખુશ કરી દીધા. આ દરમિયાન બંને ભાઈઓએ ઈશા દેઓલને ગળે લગાવ્યા અને સાથે ઘણી તસવીરો પણ ક્લિક કરાવી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">