Grammy Awards 2022: જાણો ‘ગ્રેમી એવોર્ડ’ સમારોહની ટ્રોફી શેની બનેલી છે અને તેની શું છે કિંમત?
ગ્રેમી પુરસ્કારો (Grammy Awards) માટે મતદાન માત્ર એકેડેમીના સભ્યો જે ગ્રેમી પુરસ્કારો માટે મતદાન કરે છે તે જ મત આપવા માટે પાત્ર છે. આનો અર્થ એ છે કે ગ્રેમી વિજેતાઓ કલાકારો, સંગીતકારો, ગીતકારો અને નિર્માતાઓની ટીમ દ્વારા નક્કી કરવામાં આવે છે.
સંગીતના સૌથી મોટા એવોર્ડ શોમાં ગ્રેમીનું નામ આવે છે. વર્ષ 2022 માટે ગ્રેમી એવોર્ડ (Grammy Awards) સમારોહ શરૂ થઈ ગયો છે અને આવી સ્થિતિમાં ઘણા એવા સ્ટાર્સ નોમિનેટ થયા છે. જેઓ ગ્રેમી એવોર્ડ મેળવવાની રેસમાં સામેલ છે. હવે કોણ જીતે છે અને કોણ નહીં તે તો તમને જલ્દી જ ખબર પડી જશે, પરંતુ એક વાત તમારે પહેલાથી જ જાણવી જોઈએ કે શું લોકોને આપવામાં આવતી ગ્રેમી એવોર્ડ ટ્રોફી સોનાની (Gold) છે. અને તે પુરસ્કારની અંદાજિત કિંમત (Grammy Award Price) કેટલી છે ?
દરેક ગ્રેમી હજુ પણ જોન બિલિંગ્સ દ્વારા હાથથી બનાવવામાં આવે છે. જેના પર સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે, પરંતુ એવોર્ડ સમારંભ દરમિયાન ‘સ્ટંટ’ ટ્રોફીનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ટ્રોફીમાં એક કોતરેલી તકતી હોય છે, જે પ્રસારણના કેટલાક અઠવાડિયા પછી વિજેતાને મોકલવામાં આવે છે. વર્ષ 2018માં આ ગ્રેમી એવોર્ડની કુલ અંદાજિત કિંમત 30 હજાર ડોલર હોવાનું હાર્પર્સ બજાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ-દર-વર્ષે તેની કિંમતોમાં થોડો વધારો અથવા ઘટાડો થાય છે.
ગ્રેમી એવોર્ડ્સ શેના બનેલા છે ?
કોલોરાડોના રિજવેમાં બિલિંગ્સ આર્ટવર્ક દ્વારા બનાવવામાં આવેલા ઝીંક એલોય સ્ટ્રક્ચર ગ્રામિયમ નામની સામગ્રીનો ઉપયોગ કરીને દરેક ગ્રેમી હાથ વડે બનાવવામાં આવે છે. દર વર્ષે સમારોહ પછી, એવોર્ડ બનાવવામાં આવે છે અને વિજેતાઓના નામ સાથે કોતરવામાં આવે છે.
ગ્રેમી એવોર્ડ્સ ક્યારે થયા શરૂ ?
ગ્રેમી એવોર્ડની શરૂઆત વર્ષ 1959માં કરવામાં આવી હતી. વર્ષ 1958 માટે કલાકારો દ્વારા સંગીતની સિદ્ધિઓનું સન્માન કરવા માટે પ્રથમ ગ્રેમી એવોર્ડ સમારોહ 4 મે, 1959ના રોજ યોજાયો હતો. ગ્રેમી એવોર્ડ સંગીતની ઘણી શ્રેણીઓ માટે આપવામાં આવે છે. જેમણે તેમના કામથી સારી સિદ્ધિ મેળવી છે. તે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની નેશનલ એકેડેમી ઑફ રેકોર્ડિંગ આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ કુલ 108 કેટેગરીમાં આપવામાં આવે છે. વિજેતાને ટ્રોફી આપવામાં આવે છે, જેમાં સોનેરી જૂની શૈલીનો ગ્રામોફોન હોય છે. વર્ષ 2019 સુધી, 10 ભારતીયોએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે.
માઈકલ જેક્સનને એક રાતમાં મળ્યા 8 ગ્રેમી એવોર્ડ
માઈકલ જેક્સને એક રાતમાં સૌથી વધુ ગ્રેમી એવોર્ડ જીત્યા. તેને વર્ષ 1984માં એક જ રાતમાં 8 ગ્રેમી એવોર્ડ મળ્યા હતા. તેણે આમ કરીને એક રેકોર્ડ બનાવ્યો હતો. 8 પુરસ્કારોમાં ‘થ્રિલર’ માટે આલ્બમ ઑફ ધ યર અને ‘બીટ’ માટેનો રેકોર્ડ ઑફ ધ યરનો સમાવેશ થાય છે. જ્યારે બોની રૈટે 10 ગ્રેમી જીત્યા છે. ગ્રેમી એવોર્ડ જીતનારા સૌથી નાની વ્યક્તિ 8 વર્ષીય લેહ પીલે હતી. જેણે વર્ષ 2001માં આ એવોર્ડ જીત્યો હતો.
ગ્રેમી પુરસ્કારો માટે મતદાન માત્ર એકેડેમીના સભ્યો, જે ગ્રેમી પુરસ્કારો માટે મતદાન કરે છે, તેઓ જ મત આપવા માટે પાત્ર છે. આનો અર્થ એ છે કે ગ્રેમી વિજેતાઓ કલાકારો, સંગીતકારો, ગીતકારો અને નિર્માતાઓની ટીમ દ્વારા નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો: Grammy Awards: 31 વખત ગ્રેમી એવોર્ડ જીતીને સર જ્યોર્જ સોલ્ટીએ બનાવ્યો હતો રેકોર્ડ, મહિલાઓમાં આગળ બેયોન્સ
આ પણ વાંચો: Grammy Awards 2022 : ગ્રેમી એવોર્ડ્સમાં આ દિગ્ગજ સંગીતકારોએ બાજી મારી, જાણો સંપૂર્ણ વિનર લિસ્ટ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-