Osho પર બનશે Film ‘Secrets of love’, જાણો કોણ ભજવી રહ્યું છે ઓશોનું પાત્ર ?
છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં આધ્યાત્મિક ગુરુ Osho રજનીશ (osho Rajnish) પર ફિલ્મ બનાવવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી.
Film on Osho : છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં આધ્યાત્મિક ગુરુ Osho રજનીશ (osho Rajnish) પર ફિલ્મ બનાવવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. ડિરેક્ટર શકુન બત્રા તેની યોજના ઘડી રહ્યા હતા, જેનું નિર્માણ કરણ જોહર (Karan Johar) દ્વારા થવાનું હતું. ફિલ્મમાં આમિર ખાન (Amir khan) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ચર્ચાઓ પણ થઈ હતી. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન ભોજપુરી સ્ટાર રવિ કિશન (Ravi Kishan) બાજી મારી ગયા છે. વેલજી ભાઈ ગાલા દ્વારા નિર્મિત ફિલ્મ ‘ સિક્રેટસ ઓફ લવ’ (Secrets of love)માં આમિર ખાનના બદલે હવે રવિ કિશન ઓશો રજનીશના પાત્રમાં દેખાશે.
ઓશો સંન્યાસી વેલજીભાઈએ બનાવી છે ફિલ્મ- મીડિયા સાથે વાત કરતા વેલજીભાઇ કહે છે કે, “છેલ્લા ઘણા વર્ષોથી હું ઓશોનો સંન્યાસી (Osho sanyasi)છું અને હું તેની વાર્તા વહેલી તકે લોકો સુધી પહોંચાડવા માંગતો હતો. ખૂબ વિચાર કર્યા પછી મને સમજાયું કે તેમની વાર્તા ફિલ્મ દ્વારા બનાવવામાં આવે તો લોકો દ્વારા પહોંચી શકાય છે. તેથી મેં આ નિર્ણય લીધો. મેં તેમના ઘણા પ્રવચનો સાંભળ્યા છે, તેમના કહેવા મુજબના ધ્યાન કર્યા છે હું તેની (Osho)સાથે સંબંધિત દરેક નાની નાની વાતોથી વાકેફ છું, તેથી ફિલ્મ બનાવવામાં ઘણી મુશ્કેલી નહોતી પડી. મારા મુજબ આ સદીનો ઓશો શ્રેષ્ઠ માણસ છે અને આ સદીના લોકોએ તેમના વિશે જાણવું જ જોઇએ. ”
રવિ કિશન વિશે વેલજીભાઇ કહે છે, “આ ફિલ્મમાં અમે ઓશોને લગતા ત્રણ મોટા તબક્કાઓ બતાવવા જઈ રહ્યા છીએ, જેના માટે જયેશ કપૂર, વિવેક મિશ્રા અને રવિ કિશન (Ravi Kishan) દ્વારા ત્રણ જુદા જુદા કલાકારો લેવામાં આવ્યા છે. જ્યારે ઓશો રજનીશ અમેરિકા ગયા હતા ત્યાં તેને ઝેર અપાયું હતું, રવિ કિશન તે પાત્રમાં જોવા મળશે. રવિને સાઇન કરતા પહેલા, અમે કેટલાક કલાકારોના Look Test કર્યા હતા, જોકે કોઈ રવિ જેટલું ઓશોના પાત્રમાં કોઈ ફિટ લાગ્યું નહિ” ક્યારે થશે ફિલ્મ રિલીઝ ? Osho પર બનશે Film ‘Secrets of love’, જાણો કોણ ભજવી રહ્યું છે ઓશોનું પાત્ર ?ફિલ્મ નિર્માતાઓએ ગયા વર્ષે જ આ ફિલ્મ રજૂ કરવાની હતી, જોકે લોકડાઉનથી તેમની યોજના બદલાઈ ગઈ. તે કહે છે, “અમે લગભગ દોઢ વર્ષથી આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ. લોકડાઉનને કારણે લગભગ 7 થી 8 મહિના બગાડવામાં આવ્યા હતા. યોજના મુજબ અમે ફિલ્મને 2020 માં રિલીઝ કરવાના હતા. મોટાભાગનું શૂટિંગ પૂરું થયું છે અને હવે તેને એપ્રિલ-મે 2021 ની વચ્ચે રિલીઝ કરીશું.
કોપીરાઈટના કારણે ફિલ્મનું ટાઇટલ ઓશો નહિ- Osho પર બનશે Film ‘Secrets of love’, જાણો કોણ ભજવી રહ્યું છે ઓશોનું પાત્ર ?વાતચીત દરમિયાન નિર્માતાએ જણાવ્યું હતું કે કોપીરાઈટને કારણે તેણે ફિલ્મના શીર્ષકમાં ઓશોના નામનો ઉલ્લેખ કર્યો નથી. ફિલ્મનું શૂટિંગ કાશી, ગુજરાત, ગોવા, જબલપુર અને મુંબઇ જેવા શહેરોમાં કરવામાં આવ્યું છે.