FAU-G ગેમના ડેવલોપર વિશાલ ગોંડલને મળી 6 લીગલ નોટિસો, જાણો શું છે પૂરો મામલો

|

Mar 02, 2021 | 5:38 PM

FAU-G ગેમના ડેવલોપર અને nCore ગેમ્સના સીઈઓ વિશાલ ગોંડલને ભારતના જુદા જુદા શહેરોમાંથી કુલ 6 માનહાનિની નોટીસ મળી છે. જેમાં તેમના ગેમ્બલિંગ એપ્સના એક ટ્વીટને લઈને સિવિલ અને ગુનાહિત કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી છે.

FAU-G ગેમના ડેવલોપર વિશાલ ગોંડલને મળી 6 લીગલ નોટિસો, જાણો શું છે પૂરો મામલો
વિશાલ ગોંડલ

Follow us on

FAU-G ગેમના ડેવલોપર અને nCore ગેમ્સના સીઈઓ વિશાલ ગોંડલને ભારતના જુદા જુદા શહેરોમાંથી કુલ 6 માનહાનિની નોટીસ મળી છે. જેમાં તેમના ગેમ્બલિંગ એપ્સના એક ટ્વીટને લઈને સિવિલ અને ગુનાહિત કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી છે. વિશાલ ગોંડલે ટ્વીટર પર આ માહિતી આપી હતી અને તેના વિશે એક પોસ્ટ શેર કરી હતી. આ સાથે તેમણે એક પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તેમને માનહાનિની નોટિસ મોકલનારા લોકો વિશે વાત કરી છે. વિશાલે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “અનેક સિવિલ અને નાગરિક માનહાનિની નોટિસો મળી છે, ભારતના જુગારના મારા ટ્વીટ્સ અને આર્ટીકલ્સથી ભારતમાં લોકો નિરાશ થઈ ગયા છે. આ પોસ્ટની સાથે તેમણે #IndiaAgainstGambling” લખીને કેટલાક આર્ટીકલ અને નોટીસને અપલોડ કરીને ગૂગલ ડ્રાઈવની લીંક શેર કરી છે.

 

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

https://twitter.com/vishalgondal/status/1364171852017328129?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1364171852017328129%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftechnology%2Ffaug-developer-vishal-gondal-got-6-defamation-notices-know-whats-the-reason-564437.html

 

કેમ મળી નોટિસ

ખરેખર વિશાલે કેટલાક દિવસો પહેલા મીડિયામાં એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ગેમ્સના નામે જુગાર કેવી રીતે રમવો તેણે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ સાથે તેમણે ટ્વીટ પણ કરીને રમ્મી અને રીઅલ મની ગેમિંગ ખરાબ કહી હતી. ત્યારબાદ છેલ્લા કેટલાક દિવસોમાં તેમને આશરે 6 માનહાનિની નોટિસો મળી છે.

 

 

વિશાલે શેર કરી આ વાત

ટ્વીટર પર શેર કરેલા સ્ક્રીનશોટ વિશે વાત કરીએ તો વિશાલે આ તમામ નોટિસને પાયાવિહોણા ગણાવી છે. સાથે આનો જવાબ આપવાનું પણ જણાવ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે એક જ સમયે આવી નોટિસ મેળવવી તદ્દન શંકાસ્પદ છે અને એવું લાગે છે કે કેટલીક મોટી તાકતો તેમના અવાજને દબાવવાની કોશિશ કરી રહી છે.

 

આ પણ વાંચો: Supreme Court: દેવાળીયા કંપનીઓને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત હવે નહીં ચાલે ચેક બાઉન્સનો કેસ

Published On - 5:38 pm, Tue, 2 March 21

Next Article