Sonu Sood પર ફરીથી ચાહકો ઓળઘોળ, જાણો હવે કયા નિર્ણય પર થયા ખુશ

|

Jun 29, 2021 | 5:38 PM

સોનૂ હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તૈયાર હોય છે. હવે સમાચાર મળી રહ્યા છે કે જે ગામડાઓમાં નેટવર્ક નથી આવતા તે ગામડાઓમાં નેટવર્ક માટેના ટાવર લગાવડાવશે.

Sonu Sood પર ફરીથી ચાહકો ઓળઘોળ, જાણો હવે કયા નિર્ણય પર થયા ખુશ
ફાઇલ તસવીર

Follow us on

Bollywood News: ફિલ્મોમાં લોકોની મદદ કરતા હીરોને તો તમે ઘણી વાર જોયા હશે પરંતુ ફિલ્મી પડદાથી અલગ સોનૂ સુદ (Sonu Sood) લોકો માટે રીયલ લાઇફ હીરો (Real life hero) સાબિત થયા છે. કોરોનાના (Corona) કપરા સમયમાં સોનૂ સુદ લોકો માટે ભગવાન સમાન સાબિત થયા છે.

લૉકડાઉનમાં પલાયન કરતા હજારો, લાખો મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા, કોરોના સંક્રમિત લોકોને બેડ, ઓક્સિજન, દવાઓ પહોંચાડી. સેંકડો લોકોને તેમણે રોજગારી અપાવી. સોનૂએ પોતાના સેવાકીય કાર્યોથી કેટલાક લોકોની જીંદગી બચાવી અને બનાવી.

સોનૂ હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તૈયાર હોય છે. હવે સમાચાર મળી રહ્યા છે કે જે ગામડાઓમાં નેટવર્ક નથી આવતા તે ગામડાઓમાં સોનૂ સુદ નેટવર્ક માટેના ટાવર લગાવડાવશે. તમને જણાવી દઇએ કે, કોરોનાને કારણે હાલ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવી રહ્યા છે.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

છેલ્લા દોઢ વર્ષથી બાળકોના ક્લાસિસ ઓનલાઇન ચાલી રહ્યા છે. તેવામાં કેરળના વાયનાડમાં નેટવર્કની સમસ્યાના કારણે બાળકો અભ્યાસથી વંચિત રહે છે. હવે સોનૂ સુદ આ વિદ્યાર્થીઓના વ્હારે આવ્યા છે તેમણે આ ગામમાં પોતાના ખર્ચે મોબાઇલ નેટવર્ક લગાવવાનો નિર્ણય લીધો છે.

આ વાતની જાણકારી ખુદ સોનૂ સુદે સોશિયલ મીડિયાના માધ્યમે આપી છે. તેઓ સોશિયસ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર મદદ માટેની માંગને તેઓ તરત પૂરી કરે છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ છે કે, કોઇ બાળક અભ્યાસથી વંચિત નહી રહે. વાયનાડમાં મોબાઇલ ટાવર લગાવવા માટે અમારી ટીમ ત્યાં પહોંચી જશે.

આ પહેલી વાર નથી કે સોનૂ સુદ લોકોની મદદ કરવા આગળ આવ્યા હોય. કોરોના દરમિયાન તેમણે કેટલા ગંભીર દર્દીઓને એર લિફ્ટ કરાવીને લોકોના જીવ બચાવ્યા છે. થોડાં દિવસ પહેલા સોનૂ સાયકલ પર ઇંડા અને બ્રેડ વેચતા પણ જોવા મળ્યા હતા. આનો વીડિયો તેમણે પોતે જ શેયર કર્યો હતો. આ વીડિયો તેમણે નાના ફેરિયાઓના સપોર્ટમાં બનાવ્યો હતો.

આ પણ વાંચો – Surat : ભાઈ-બહેનને શોધવા 100 પોલીસ જવાનો 2 કલાક સુધી કામે લાગ્યા, સહી-સલામત મળતા પોલીસને થયો હાશકારો

આ પણ વાંચો – 12 કેરીના 1.20 લાખ: જાણો કેમ આ વ્યક્તિએ 8 વર્ષની બાળકીને કેરી માટે ચૂકવ્યા આટલા બધા રૂપિયા

 

Published On - 5:36 pm, Tue, 29 June 21

Next Article