AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ભાઈ-બહેનને શોધવા 100 પોલીસ જવાનો 2 કલાક સુધી કામે લાગ્યા, સહી-સલામત મળતા પોલીસને થયો હાશકારો

Surat : સુરતમાં 2 નાના બાળકો ગમ થઇ જતા સુરત પોલીસ દ્વારા 100 જવાનોને શોધવા માટે કામ પર લગાડયા હતા. અંતે 2 કલાકની જહેમત બાદ બાળકો સહીસલામત મળી આવ્યા હતા.

Surat : ભાઈ-બહેનને શોધવા 100 પોલીસ જવાનો 2 કલાક સુધી કામે લાગ્યા, સહી-સલામત મળતા પોલીસને થયો હાશકારો
ભાઈબહેનને શોધવા 100 પોલીસ જવાનો 2 કલાક સુધી કામે લાગ્યા
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 29, 2021 | 4:14 PM
Share

Surat : શહેરમાં બાળકો ગુમ થવાના કિસ્સા વધી ગયા છે. કેટલીકવાર બાળકો સાથે કોઈ અણછાજતું વર્તન થવાની ભીતિ મા બાપને વધારે સતાવતી હોય છે. ત્યારે સુરત પોલીસ(Surat Police) અને સ્થાનિક લોકોની મદદથી પાંડેસરા વિસ્તારમાં (Pandesara area) ગુમ થયેલા ભાઈ બહેનને શોધી લેવામાં સફળતા મળી હતી.

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ઘરમાંથી બે નાના બાળકો ભાઈ – બહેન અચાનક ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયું હતું અને બંનેની શોધખોળ શરૂ કરી હતી. બાળકો સાંજ સુધી ન મળતા પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો. અને તેના બે કલાકમાં જ પોલીસના 100 જેટલા જવાનોએ ટીમ બનાવીને બાળકોને શોધી માતા-પિતાને સુપરત કર્યા હતા.

પાંડેસરાના તેરેનામ રોડ પર જય કૃષ્ણ નગરમાં રહેતા રમેશભાઇ બાબુલાલ વિશ્વકર્મા વેસુમાં સલુનમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે તેમના મોટા બે પુત્ર પણ નોકરી કરી પરિવારને મદદરૂપ થાય છે. તેમની છ વર્ષીય પુત્રી નેન્સી અને ચાર વર્ષીય પુત્ર નીલ તેમની માતા વાસણ સાફ કરતી હતી ત્યારે ઘરેથી ક્યાં ચાલ્યા ગયા હતા.

માતાએ આ અંગે બાળકોના પિતાને ફોન કરી જાણ કરતા રમેશભાઈ ઘરે પહોંચી ગયા હતા અને પરિવારે બંને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. સાંજે 6 વાગ્યા સુધી પણ બાળકોનો કોઈ પત્તો ન લાગતાં અંતે પાંડેસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

પોલીસેઆ ફરિયાદને ગંભીરતાથી લઈને તાત્કાલિક બાળકોની શોધખોળ શરૂ કરી હતી. બાળકોની શોધખોળ કરવામાં પાંડેસરા, સચિન અને સચિન જીઆઇડીસી સહિત 100 જેટલા પોલીસ જવાનોએ ટીમ બનાવીને બાળકોને શોધવા મહેનત શરૂ કરી હતી. અને બે કલાકના અંતે બંને બાળકોને શોધી કાઢ્યા હતા.

બાળકી ઘર નજીકથી સાડા ત્રણ કિલોમીટર દૂર એક ઝૂંપડામાં મળી આવી હતી. જ્યારે બાળક ઘર નજીકથી એક કિલોમીટર દૂર ચાઈનીઝની લારી પાસે મળી આવ્યો હતો. આ બંને બાળકોને શોધવામાં 100 જેટલા પોલીસે બે કલાકમાં 30 જેટલા લોકેશન પરના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. અને બે કલાકમાં જ બાળકોના પોસ્ટર પણ છાપી અને રિક્ષામાં એનાઉન્સમેન્ટ શરૂ કરી દેવાયું હતું.

બાળકીને સાચવનાર મહિલાને પોલીસે બે હજાર ઇનામ આપ્યું

બાળકી અને બાળક ઘરેથી નીકળી ગયા બાદ આગળ જઈ નેન્સીએ નાના ભાઈને ચાઈનીઝની લારી પાસે બેસાડી પોતે પિતાને બોલાવીને આવું છું તેમ કહી આગળ નીકળી ગઈ હતી. દરમિયાન રસ્તો ભૂલી જતા સાડા ત્રણ કિલોમીટર દૂર આગળ નીકળી ગઈ હતી. બાળકીને એકલી રડતી જોઈ ઝૂંપડામાં રહેતી દુર્ગાબેન નામની મહિલાએ બાળકીને પોતાના ઘરમાં જ બેસાડી જમાડી સાચવી રાખી હતી.

બાદમાં પોલીસ શોધતી શોધતી બાળકી સુધી પહોંચી ત્યારે દુર્ગાબેનએ આ બાળકીને સાચવી હોવાનું જણાવતાં પોલીસે મહિલાને 2 હજાર રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું. જ્યારે બાળકની ખબર આપનાર વ્યક્તિને હજાર રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું.

આમ ગુમ થયેલા બાળકોને પોલીસે 2 કલાકની મહેનત બાદ શોધીને તેના માતા પિતાને સુપરત કરતા માતાપિતાના જીવમાં જીવ આવ્યો હતો. એટલું જ નહીં આ સમય દરમ્યાન બાળકોને સાચવનાર અને ખબર આપનાર વ્યક્તિઓની કામગીરીને પણ પોલીસે બિરદાવી હતી.

g clip-path="url(#clip0_868_265)">