Happy birthday jasbir jassi : 52 વર્ષનો થયો પંજાબનો મશહુર સિંગર જસબીર જસ્સી, જાણો 25 વર્ષના પુત્રોને કેમ રાખ્યા છે મીડિયાથી દૂર
1998માં રીલિઝ થયેલા જસબીર જસ્સીના (Jasbir Jassi) ગીત 'દિલ લે ગયી' (Dil Le Gaee) એ ભારે ધૂમ મચાવી હતી. આજે પણ લોકો આ ગીત સાંભળવાનું પસંદ કરે છે. આ પછી જસ્સીએ ઘણા હિટ ગીતો ગાયા છે.

આજે પંજાબના પ્રખ્યાત (Punjabi Singer) ગાયક જસબીર જસ્સીનો (Jasbir Jassi) બર્થડે છે. પોતાના ગીતોથી બધાને દિવાના બનાવનાર જબીર આજે 52 વર્ષનો થઈ ગયો છે. જો કે, પ્રખ્યાત હસ્તીઓ માટે તેમના બાળકોને મીડિયાની દૂર રાખવા એ સામાન્ય બાબત બની ગઈ છે. નાની ઉંમરે તેઓમેન સ્ટ્રીમ મીડિયા અને સોશિયલ મીડિયા, પાપારાઝીથી દૂર રાખવામાં આવે છે અને આ બાળકો મોટા થાય ત્યાં સુધીમાં તેઓ ઇવેન્ટ્સ, ચેટ શો, પાર્ટીઓમાં દેખાવા લાગે છે. જોકે, ગાયક જસબીર જસ્સીએ પોતાના બંને પુત્રો સાકર (26) અને જેરી સિંહ (25)ને શરૂઆતથી અત્યાર સુધી કેમેરાથી દૂર રાખ્યા હતા. તેના પુત્રો વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરતાં વધુ માહિતી મળી શકી નથી.
પર્સનલ લાઈફને રાખી છે કેમેરાથી દૂર
જસ્સી તેના અંગત જીવનને મીડિયાની નજરોથી દૂર રાખવામાં સફળ રહ્યો છે તેની પાછળનું કારણ સમજાવતા તેણે ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, “હું ક્યારેય ઈચ્છતો ન હતો કે મારો પુત્ર પોતાને સેલિબ્રિટી માને. તે શો-ઓફ બની શકતો હતો.” તમને જણાવી દઈએ કે, જસબીર જસ્સીના બે પુત્રો સાકર અને જેરી પણ તેમના ગાયક પિતાની જેમ સંગીતના ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
View this post on Instagram
બાળકોએ સંગીતની તાલીમ લીધી છે
સાકર અને જેરી કામના સંબંધમાં ભારત અને અમેરિકા વચ્ચે રહે છે. સાકર એક ગાયક અને સંગીત નિર્માતા છે, તેમણે અમેરિકાની અગ્રણી આંતરરાષ્ટ્રીય સંગીત કોલેજમાંથી તેમની તાલીમ પૂર્ણ કરી છે, જ્યારે જેરી જેઓ મ્યુઝિક પ્રોડક્શનમાં નિષ્ણાત છે, તેમણે લંડનની એક મ્યુઝિક શાળામાં અભ્યાસ કર્યો છે. જેરીએ 2 વર્ષ પહેલા 2020માં મોડલ-સિંગર દુઆ લિપા સાથે કામ કર્યું હતું.
પુત્રને મહત્વની સલાહ આપી
જસ્સી વધુમાં કહે છે, “મેં હંમેશા મારા પુત્રોને સફળતા હાંસલ કરવા માટે શોર્ટકટ ન શોધવાનું કહ્યું છે. આ જ કારણ છે કે આપણા ગીતો અને સંગીતમાં આપણી લોકકલા અને માટીની સુવાસ છે. હું તેમને મારી સાથે ફંક્શન કે પાર્ટીઓમાં લઈ ગયો ન હતો કારણ કે હું હંમેશા ઈચ્છતો હતો કે તેઓ બંને પોત-પોતાના પગ પર ઊભા રહે અને આગળ વધે.” પંજાબના ગુરદાસપુરમાં જન્મેલા જસબીરે પોતાની કારકિર્દીમાં બે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
આ પણ વાંચો : Surat : AAPમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરો ગદ્દાર છે તેવા બેનરો લગાવ્યા