47 વર્ષની ઉંમરે પણ કરિશ્મા કપૂર બ્લેક સાડીમાં પાથરી રહી છે જાદુ

|

Mar 11, 2022 | 6:36 PM

અભિનેત્રી કરિશ્મા કપૂર ભલે અત્યારે સિલ્વર સ્ક્રીન પર જોવા ના મળતી હોય, પરંતુ તેણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી કપૂર ખાનદાનની અનેક તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર કરિશ્માના અત્યારે 70 લાખની આસપાસ ફેન ફોલોવિંગ જોવા મળી રહી છે.

47 વર્ષની ઉંમરે પણ કરિશ્મા કપૂર બ્લેક સાડીમાં પાથરી રહી છે જાદુ
Karishma Kapoor Viral Video Image

Follow us on

બૉલીવુડ દિવા ગણાતી કરિશ્મા કપૂર (Karishma Kapoor) ફિલ્મોથી ઘણા સમયથી દૂર હોવા છતાં પણ તેણીએ તેનો મોહક ‘કરિશ્મા’ જાળવી રાખ્યો છે. તેણી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે, અને તેના ફેન્સ સાથે અનેક તસવીરો અને વિડિયોઝ શેર કરતી રહે છે. કપૂર સિસ્ટર્સની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થતી હોય છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

કપૂર ખાનદાન માટે સતત લાઈમલાઇટમાં ચમકતા રહેવું એ કોઈ નવી વાત નથી. કરીના કપૂર (Kareena Kapoor) અને કરિશ્મા કપૂર – આ બંને બહેનોની સોશિયલ મીડિયા પર વિશાળ ફોલોવિંગ જોવા મળે છે, અને તેઓ હંમેશા તેમની યુનિક સ્ટાઈલથી ફેશન ટ્રેન્ડઝ સેટ કરતાં રહે છે. તાજેતરમાં, કરિશ્મા કપૂરે એક ફોટોશૂટ કરાવ્યું છે, અને તેમાં તેણીની મોહક અદાઓ નિહાળીને ફેન્સની ધડકન અટકી ચૂકી છે.

કરિશ્મા કપૂરે આ ફોટોશૂટ માટે જાણીતા ફેશન ડિઝાઇનર ‘સબ્યસાચી’ (Sabyasachi) દ્વારા ડિઝાઇન કરાયેલી બ્લેક કલરની ડ્રેપ શિયર એમબ્રોઇડરી કરેલી સાડી પર પસંદગી ઉતારી છે. તેણીએ આ આકર્ષક લૂક પૂર્ણ કરવા માટે સ્ટ્રેપી બ્લેક બ્લાઉઝ અને ગોલ્ડ- ગ્રીન કલરના ઇયરરિંગ્સ કેરી કર્યા છે.

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂર આ લૂક સાથે ‘રેડિયો મીરચી મ્યુઝિક એવોર્ડ શો’માં જોવા મળી હતી. જેમાં તેણીને ‘ફેસ ઓફ આઇકોનિક બૉલીવુડ હિટ્સ’ તરીકે નવાઝવામાં આવી હતી. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા તેની જીતની ખબર ફેન્સને આપી હતી.

 

 

કરિશ્મા કપૂરે આ લૂક માટે હેરસ્ટાઇલ એક્દમ સિમ્પલ રાખી છે. આ માટે તેણીએ હાઇ બન કેરી કર્યું છે, અને ગ્લોસી મેકઅપ લૂકથી આ ફોટોશૂટ વધુ સુંદર બનાવ્યું છે. તેણીએ ગ્લોસી મેકઅપ પૂર્ણ કરવા માટે ન્યુડ કલરની લિપસ્ટિક લગાવી છે, અને આંખો માટે સ્મોકી મેકઅપ પર પસંદગી ઉતારી છે. તેણીનો આ ફોટોશૂટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

જો કે, આવું પહેલીવાર જ નથી કે જ્યારે કરિશ્માએ તેની કાતિલ અદાઓથી ઇન્ટરનેટ પર આગ લગાવી હોય. તેણીએ થોડા સમય પૂર્વે બ્લેક કલરના સ્ટ્રેપી લેસ ટોપમાં એક સેલ્ફી અપલોડ કરી હતી. જે પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. કરિશ્મા તેની નાની બહેન કરીના સાથે પણ અનેક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. કરિશ્મા છેલ્લે વેબ શો ‘મેટલહૂડ’માં જોવા મળી હતી.

 

 

આ પણ વાંચો – જયારે માત્ર 9 વર્ષની આલિયા ભટ્ટ રણબીર કપૂરને મળી હતી સૌપ્રથમ વખત..

Next Article